670 લોકોના મોત, 150 મકાન ધરાશાયી…પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલન, સ્થિતિ ગંભીર
પાપુઆ ન્યુ ગિની દેશમાં મોટા પાયે ભૂસ્ખલન થયું છે અને આખું ગામ તબાહ થઈ ગયું છે. ભૂસ્ખલનના કારણે 670થી વધુ લોકોના મોત થયા છે. યુએન માઈગ્રેશન એજન્સીના અધિકારી સેરહાન અક્ટોપ્રાકે કહ્યું છે કે, એવું અનુમાન છે કે ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 150થી વધુ મકાનો કાદવમાં દટાઈ ગયા છે.
પાપુઆ ન્યુ ગિની એ દક્ષિણ પેસિફિક દ્વીપ રાષ્ટ્ર છે, જ્યાં એન્ગા પ્રાંતમાં ભૂસ્ખલનથી તબાહી મચી ગઈ છે, સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ રવિવારે માહિતી આપી હતી કે પાપુઆ ન્યુ ગિની દેશમાં મોટા પાયે ભૂસ્ખલન થયું છે અને આખું ગામ તબાહ થઈ ગયું છે.
ભૂસ્ખલનના કારણે 670થી વધુ લોકોના મોત થયા છે. યુએન માઈગ્રેશન એજન્સીના અધિકારી સેરહાન અક્ટોપ્રાકે કહ્યું છે કે, એવું અનુમાન છે કે ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 150થી વધુ મકાનો કાદવમાં દટાઈ ગયા છે.
જમીન હજુ પણ ધસી રહી છે
દેશની રાજધાની પોર્ટ મોરેસ્બીમાં રહેતા એક્ટોપ્રાકે જણાવ્યું હતું કે, ભુસ્ખલનને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે કારણ કે જમીન હજુ પણ ધસી રહી છે, પાણી વહી રહ્યું છે અને આ તમામ લોકો માટે મોટો ખતરો ઉભો કરી રહ્યું છે. દેશભરમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને દરેક લોકો ડરી ગયા છે. એક્ટોપ્રાકે જણાવ્યું હતું કે ખેતીની જમીન અને પાણીનો પુરવઠો લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. લોકો માટીની નીચે દટાયેલા મૃતદેહોને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગામમાં વસ્તી કેટલી છે ?
જે ગામમાં ભૂસ્ખલન થયું છે ત્યાં લગભગ 4,000 લોકો રહે છે. યુએનના અધિકારી સેરહાન અક્ટોપ્રાકે જણાવ્યું હતું કે ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તાર ત્રણથી ચાર ફૂટબોલ મેદાન જેટલો હતો. એક્ટોપ્રાકે જણાવ્યું કે ગામના કેટલાક ઘરોને ભૂસ્ખલનથી બચાવી લેવામાં આવ્યા છે. ભૂસ્ખલન બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે
એક્ટોપ્રાકે જણાવ્યું હતું કે ભૂસ્ખલનથી માત્ર ઘરો જ નષ્ટ થયાં નથી, પરંતુ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. ખેતરો ધોવાયા છે અને હજુ પણ લોકો કાટમાળ નીચે ફસાયા હોવાના અહેવાલો છે. તેમને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પાપુઆ ન્યુ ગિનીના સંરક્ષણ પ્રધાન બિલી જોસેફ અને સરકારના નેશનલ ડિઝાસ્ટર સેન્ટરના ડિરેક્ટર લાસો માના રવિવારે ઘટના સ્થળે પહોંચ્યા છે.