રાજકોટ અગ્નિકાંડ મામલે આખરે FIR દાખલ, 6 આરોપીઓની કરાઈ અટકાયત, જુઓ-video
ગેમઝોનની ગોઝારી દુર્ઘટના બાદ આખરે FIR દાખલ થઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
રાજકોટમાં ગેમઝોનની ગોઝારી દુર્ઘટના બાદ આખરે FIR દાખલ થઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ipc ની ધારા304, 308, 337 ,338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ દાખલ થઈ છે. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. હવે તે તમામની ધરપકડ કરવામાં આવશે.
ગેમઝોનની ગોઝારી દુર્ઘટના બાદ આખરે FIR દાખલ
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં કેટલાક આરોપીઓના નામ સામે આવ્યા છે. જેમાં યુવરાજ સિંહ સોંલકીની ધરપકડ થઈ ગઈ છે જે બાદ ધવલ ઠાકક, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર જૈન, રાહુલ રાઠોડના નામ સામે આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે, હવે વિધિવત રીતે આરોપીઓની ઘરપકડ કરવામાં આવશે.
રાજકોટ-રેન્જ આઇજી ઓફિસમાં મહત્વની બેઠક
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ,જેસીપી વિધી ચૌધરી,એસપી જયપાલસિંહ રાઠોડ,મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અગ્નિકાંડ બાદ સરકાર અને તંત્ર એક્શનમાં
રાજકોટના અગ્નિકાંડ બાદ સરકાર અને તંત્ર એક્શનમાં આવી ગયુ છે આરોપીઓની પુછપરછ કરીને શોધખોળ હાથ ધરી છે ગેમઝોનની આ ઘટના બાદ રાજ્યભરનું તંત્ર કામે લાગ્યું છે ફાયર સેફ્ટી સહિતના સુરક્ષાના સાધનો અંગે તપાસ હાથ ધરી રહી છે.
TRP ગેમ જોનમાં આગ લાગવાથી 28 લોકોના જીવ હોમાય ગયા છે. જે બાદ રાજ્યના તમામ ગેમ ઝોનની પરવાનગી અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.
