રાજકોટ અગ્નિકાંડ : બાળકોને બચાવતા બચાવતા ગયો જીવ, ગેમઝોનમાં કામ કરતી 20 વર્ષની દીકરીને ગુમાવતાં પરિવારનું હૈયાફાટ રૂદન
20 વર્ષીય આશા છેલ્લા 8 મહિનાથી TRP ગેમઝોનમાં નોકરી કરતી હતી. ત્યારે શનિવારે ગેમઝોનમાં અચાનક આગ લાગતાં આ દીકરી બાળકોને બચાવવામાં લાગી ગઈ હતી. અંતે પોતે પણ આ અગ્નિકાંડમાં હોમાઈ ગઈ હતી. 20 વર્ષની દીકરીને ગુમાવતાં પરિવાર શોકમગ્ન છે.
રાજકોટના કાળજું કંપાવનાર અગ્નિકાંડની આગ ભલે શમી ચૂકી હોય. પરંતુ, પરિવારજનોના હૃદયમાં ઉઠેલો આક્રોશ આંસુ રૂપે સતત બહાર નીકળી રહ્યો છે. કારણ કે વ્હાલસોયાઓએ એવી વસમી વિદાય લીધી છે કે તેમના અંતિમ દર્શન કરવાનું કે છેલ્લી ઘડીનું સ્નેહભર્યું વ્હાલ કરવાનું પણ પરિવારજનોને નસીબ નથી થયું. પરિવારજનોનો વિલાપ હચમાવનારો છે. ત્યારે આ દુર્ઘટનામાં ગેમઝોનમાં કામ કરતી 20 વર્ષીય આશાએ પણ બાળકોને બચાવતા બચાવતા જીવ ગુમાવ્યો છે.
20 વર્ષીય આશા છેલ્લા 8 મહિનાથી TRP ગેમઝોનમાં નોકરી કરતી હતી. ત્યારે શનિવારે ગેમઝોનમાં અચાનક આગ લાગતાં આ દીકરી બાળકોને બચાવવામાં લાગી ગઈ હતી. અંતે પોતે પણ આ અગ્નિકાંડમાં હોમાઈ ગઈ હતી. 20 વર્ષની દીકરીને ગુમાવતાં પરિવાર શોકમગ્ન છે. પરિવારનું આક્રંદ હચમાવનારો અને હૃદયદ્વાવક છે. પરિવાર મૃતદેહની માંગ કરી રહ્યો છે અને સરકાર અને તંત્ર સામે બળાપો ઠાલવી રહ્યો છે.
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
