પીડાની પરાકાષ્ઠા તો જોવો ! રાજકોટ અગ્નિકાંડમાં હોમાયેલા લોકોના મૃતદેહો મેળવવા પરિવારજનોનો સિવિલ બહાર વલોપાત, DNA રિપોર્ટની જોવી પડશે રાહ

પીડાની પરાકાષ્ઠા તો જોવો ! રાજકોટ અગ્નિકાંડમાં હોમાયેલા લોકોના મૃતદેહો મેળવવા પરિવારજનોનો સિવિલ બહાર વલોપાત, DNA રિપોર્ટની જોવી પડશે રાહ

Jignesh Patel
| Edited By: | Updated on: May 26, 2024 | 1:29 PM

આ દૂર્ઘટના બાદ મૃતકોના પરિવારજનોએ પોતાના વ્હાલસોયાના મૃતદેહો મેળવવા સિવિલ બહાર ધામા નાખ્યા છે. પરિવારની ભાળ મળે તે માટે અનેક પરિવારો સિવિલ બહાર પહોંચ્યા છે. અનેક પરિવારના સભ્યોએ DNA સેમ્પલ આપ્યા છે, પરંતુ તેમને હજુ રિપાર્ટની રાહ જોવી પડશે.

રાજકોટમાં કાલાવાડ રોડના TRP ગેમ ઝોનમાં શનિવારે મોડી સાંજે અચાનક આગ લાગતા મોતનું તાંડવ મચી ગયું છે. બેદરકારીની આ આગ એટલી ભયંકર હતી કે, તેમાં 24ના મોત થયા છે, જેમાંથી 12 માસૂમ બાળકો હોવાની ખબર મળતાં જ આખુય ગુજરાત હચમચી ઉઠ્યું છે. ત્યારે આ દૂર્ઘટના બાદ મૃતકોના પરિવારજનોએ પોતાના વહાલસોયાના મૃતદેહો મેળવવા સિવિલ બહાર ધામા નાખ્યા છે.

પરિવારની ભાળ મળે તે માટે અનેક પરિવારો સિવિલ બહાર પહોંચ્યા છે. અનેક પરિવારના મિસિંગ સભ્યોની ભાળ મળે તે માટે સિવિલ હોસ્પિટલ બહાર રાહ જોઈને બેઠા છે. અનેક પરિવારના સભ્યોએ DNA સેમ્પલ આપ્યા છે, પરંતુ તેમને હજુ રિપાર્ટની રાહ જોવી પડશે.

પરિવારજનોના હૈયે લાગેલા આ એવા ઘા છે કે જે રુઝાય તેવી કોઈ શક્યતા નથી. એવાં કેટલાંય પરિવારજનો હતા કે જેમણે સ્વજનોની ભાળ મળે તે માટે આખી રાત સિવિલ હોસ્પિટલ બહાર વિતાવી. સતત ફોન દ્વારા અન્ય પરિચિતોને માહિતી પહોંચાડી. પરંતુ, પોતાનું સ્વજન હયાત છે કે નહીં. તેની કોઈ જ જાણકારી ન મળી.

Published on: May 26, 2024 01:07 PM
g clip-path="url(#clip0_868_265)">