રાષ્ટ્રપતિ પદ માટે શિવસેના NDAના ઉમેદવાાર દ્રૌપદી મુર્મૂને કરશે સમર્થન, ઉદ્ઘવ ઠાકરેએ કરી જાહેરાત

ઉદ્ધવ ઠાકરેએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે ગઈકાલે સાંસદો સાથેની મહત્વપૂર્ણ બેઠકમાં શિવસેનાના સાંસદોએ તેમને આ અંગે નિર્ણય લેવાનો અધિકાર સોંપ્યો હતો. તેમના પર કોઈ દબાણ નહોતું. પરંતુ આદિવાસી મહિલા પ્રથમ વખત દેશના સર્વોચ્ચ પદ સંભાળે એ શિવસેનાની ઈચ્છા તો છે જ, પરંતુ તે ગૌરવની વાત પણ હશે.

રાષ્ટ્રપતિ પદ માટે શિવસેના NDAના ઉમેદવાાર દ્રૌપદી મુર્મૂને કરશે સમર્થન, ઉદ્ઘવ ઠાકરેએ કરી જાહેરાત
Uddhav Thackeray (File Image)
Follow Us:
| Updated on: Jul 12, 2022 | 6:34 PM

શિવસેનાના (Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) આજે ​​(12 જુલાઈ, મંગળવાર) મુંબઈના દાદરમાં શિવસેના ભવનમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જાહેરાત કરી હતી કે શિવસેના રાષ્ટ્રપતિ પદ માટે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને (Draupadi Murmu) સમર્થન કરશે. તેમણે એમ પણ કહ્યું કે શિવસેનાના સાંસદો કે અન્ય કોઈએ આ માટે તેમના પર કોઈ દબાણ કર્યું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે શિવસેનાના સાંસદોની વિનંતીને માન આપીને તેમણે આ નિર્ણય લીધો છે. ઉદ્ધવ ઠાકરેએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે ગઈકાલે સાંસદો સાથેની મહત્વપૂર્ણ બેઠકમાં શિવસેનાના સાંસદોએ તેમને આ અંગે નિર્ણય લેવાનો અધિકાર સોંપ્યો હતો. તેમના પર કોઈ દબાણ નહોતું. પરંતુ આદિવાસી મહિલા પ્રથમ વખત દેશના સર્વોચ્ચ પદ સંભાળે એ શિવસેનાની ઈચ્છા તો છે જ, પરંતુ તે ગૌરવની વાત પણ હશે. તેથી જ તેમણે રાજકારણથી પર જઈને આ નિર્ણય લીધો છે.

ઉદ્ધવ ઠાકરેએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું ‘આદિવાસી મહિલાઓને રાષ્ટ્રપતિ બનવાની તક આપવામાં આવી રહી છે. શિવસેનાએ અગાઉ એનડીએમાં હતી, ત્યારે યુપીએના ઉમેદવાર પ્રતિભા તાઈ પાટીલ અને પ્રણવ મુખર્જીને સમર્થન આપ્યું હતું. પ્રથમ વખત આદિવાસી સમાજની મહિલા દેશના સર્વોચ્ચ પદ માટે ચૂંટણી લડવા જઈ રહી છે, તેથી અમને લાગ્યું કે આપણે તેમને સમર્થન આપવું જોઈએ. આમ તો રાજકીય રીતે મારે વિરોધ પક્ષ હોવાના કારણે વિરોધ કરવો જોઈએ. પરંતુ અમે ઉલ્લેખ કર્યો છે કે શિવસેનાએ ઘણી વખત રાજકારણથી આગળ વધીને નિર્ણયો લીધા છે. દ્રૌપદી મુર્મુ આ દેશની રાષ્ટ્રપતિ બને તેવી શિવસેનાની ઈચ્છા તો છે જ પરંતુ અમે સમજીએ છીએ કે ટોચના પદ પર આદિવાસી મહિલાનું હોવું દેશ માટે ગર્વની ક્ષણ હશે.

દ્રૌપદી મુર્મુને સમર્થન કરવાનો મતલબ ભાજપને સમર્થન કરવાનો નથીઃ સંજય રાઉત

આ સમગ્ર મામલે સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે શિવસેનામાં ઘણા આદિવાસી નેતાઓ છે, તેઓ મંત્રી પણ બની ગયા છે. શિવસેના આદિવાસી સમાજના વિકાસ માટે હંમેશા સારું વિચારતી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ દ્રૌપદી મુર્મુને સમર્થન જાહેર કરીને કંઈ ખોટું કર્યું નથી. પરંતુ હું એ પણ કહીશ કે દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાનો અર્થ ભાજપને સમર્થન કરવાનો નથી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">