પેટ્રોલ, ડીઝલ કે CNG નહીં, નીતિન ગડકરીની નવી ગાડી ચાલે છે આ ઈંઘણથી, જાણો તેમાં શું છે ખાસ

Nitin Gadkari New Car: ભારત વાર્ષિક 8 લાખ કરોડ રૂપિયાના પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરે છે. ગડકરીએ આ અઠવાડિયે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જો ભારત પેટ્રોલિયમ ઉત્પાદનો પર નિર્ભર રહેશે તો આગામી પાંચ વર્ષમાં આયાત બિલ વધીને 25 લાખ કરોડ રૂપિયા થઈ જશે.

પેટ્રોલ, ડીઝલ કે CNG નહીં, નીતિન ગડકરીની નવી ગાડી ચાલે છે આ ઈંઘણથી, જાણો તેમાં શું છે ખાસ
Nitin Gadkari (File Photo)

છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે દેશનો સામાન્ય માણસ પરેશાન છે. હંમેશા અન્ય ઈંધણ (fuel) વિકલ્પોને ટેકો આપનાર નીતિન ગડકરી (Nitin Gadkari)ને હવે પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)માંથી મુક્તિ મળી છે. તેઓએ હાલમાં જ એક નવી કાર ખરીદી છે. આ કારની ખાસિયત એ છે કે તે પેટ્રોલ, ડીઝલ કે CNG પર ચાલતી નથી. ગડકરીની નવી કાર હાઈડ્રોજન (Hydrogen) ઈંધણ પર ચાલે છે.

ગડકરીએ કહ્યું, ‘અમે દિલ્હીમાં આ કારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને લોકોને હાઈડ્રોજન કારમાં વિશ્વાસ બેસે.’ નીતિન ગડકરી હંમેશા પેટ્રોલનો ઉપયોગ ઘટાડવાની વાત કરે છે. તેમનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં ભારત પેટ્રોલ પર ઓછું નિર્ભર રહે.

આ માટે તેઓ ઘણીવાર વિવિધ ઇંધણ વિકલ્પો વિશે વાત કરે છે. તેઓ ગ્રીન હાઈડ્રોજન પર બસ, ટ્રક અને કાર ચલાવવાની યોજના બનાવી રહ્યા છે, જે ગટર અને શહેરના કચરામાંથી બને છે. તેમણે 2 ડિસેમ્બરે 6ઠ્ઠી રાષ્ટ્રીય નાણાકીય સમાવેશ સમિટ દરમિયાન આ જાહેરાત કરી હતી.

આ જ કાર્યક્રમમાં તેમણે પોતાની નવી કારની જાહેરાત પણ કરી હતી. ગડકરીએ પાયલોટ પ્રોજેક્ટ કાર ખરીદી છે. આ કાર ફરીદાબાદમાં ઓઈલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં વિકસિત ગ્રીન હાઈડ્રોજન પર ચાલે છે. ગડકરી દિલ્હીમાં આ કારનો ઉપયોગ હાઈડ્રોજન ઈંધણ અંગે લોકોમાં વિશ્વાસ જગાડવા માટે કરશે. ગડકરીએ નવેમ્બરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે કાર કંપનીઓ માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન ફરજિયાત બનાવવા માટે આગામી બે-ત્રણ દિવસમાં આદેશ જાહેર કરવામાં આવશે. ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન ધરાવતી કાર એક કરતાં વધુ ઈંધણનો ઉપયોગ કરી શકે છે.

ભારત વાર્ષિક 8 લાખ કરોડ રૂપિયાના પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરે છે. ગડકરીએ આ અઠવાડિયે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જો ભારત પેટ્રોલિયમ ઉત્પાદનો પર નિર્ભર રહેશે તો આગામી પાંચ વર્ષમાં આયાત બિલ વધીને 25 લાખ કરોડ રૂપિયા થઈ જશે.

ગડકરીએ કહ્યું કે ‘હું આગામી બે-ત્રણ દિવસમાં પેટ્રોલિયમની આયાત ઘટાડવાના આદેશ પર હસ્તાક્ષર કરવાનો છું. આ હેઠળ કાર ઉત્પાદકોએ ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનવાળી કાર લાવવી પડશે,’ હવે ગડકરીએ પોતે હાઈડ્રોજન પર ચાલતી કાર ખરીદી છે અને તેનો ઉપયોગ કરશે. ગડકરી પોતે વૈકલ્પિક ઈંધણ વિશે લોકોના મનમાં વિશ્વાસ જગાડવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: ભારતીયોમાં લોન લઈને ખરીદી કરવાનું ચલણ વધ્યું, એક મહિનામાં પ્રથમ વખત આટલા લાખ કરોડ રૂપિયા ખર્ચાયા

આ પણ વાંચો: Rajkot: ધોરાજી પંથકમાં સિંચાઈ માટે કેનાલમાં પાણી ન છોડતા ધરતીનો તાત ચિંતિત

  • Follow us on Facebook

Published On - 5:27 pm, Sat, 4 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati