AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ધોરાજી પંથકમાં સિંચાઈ માટે કેનાલમાં પાણી ન છોડતા ધરતીનો તાત ચિંતિત

ધોરાજી તાલુકાના 22 જેટલા ગામોના ખેડૂતોને પોતાના ખેતરમાં પાણીનો કોઈ સ્ત્રોત ન હોવાને કારણે સિંચાઇ આધારિત ખેતી પર નિર્ભર રહેવું પડે છે.

Rajkot: ધોરાજી પંથકમાં સિંચાઈ માટે કેનાલમાં પાણી ન છોડતા ધરતીનો તાત ચિંતિત
Irrigation
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 1:29 PM
Share

રાજકોટ(Rajkot)જિલ્લાના ધોરાજી(Dhoraji)પંથકમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું જેને અંદાજીત એક મહિના જેટલો સમય થઈ ગયો હવે રવિ પાકને પિયત માટે પાણીની ખાસ જરૂર છે અને હજુ સુધી કેનાલમાં સિંચાઇ માટેનું પાણી(Water for irrigation) છોડવામાં ન આવતા ખેડૂતો(Farmers)ચિંતિત બન્યા છે.

ધોરાજી પંથકમાં ગત ચોમાસામાં ભારે વરસાદ પડતા કપાસ મગફળી જેવા વિવિધ પાકો નિષ્ફળ ગયા છે. ખેડૂતોએ વાવેતરથી લઇ અને ઉત્પાદન સુધી કરેલ ખર્ચ પણ પાણીમાં ગયા બાદ ખેડૂતોને આશા હતી કે ધોરાજી પંથકમાં રવિ પાકનું વાવેતર થશે અને સારુ એવું ઉત્પાદન મળશે તો ખેડૂતો દેવાના ડુંગર માથી બહાર આવી શકશે.

પરંતુ ખેડૂતો માથે જાણે કુદરત રૂઠી હોઈ એવું લાગી રહ્યું છે. એક તરફ માવઠાના મારથી ખેડૂતો પરેશાન તો બીજી તરફ રવિ પાકના વાવેતરને એક મહિના જેટલો સમય વિતી ગયો છતાં હજુ સિચાઈ માટેનું પાણી આપવામાં આવ્યું નથી.

જેને લઈ ખેડૂતોને તેમનો રવિ પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે ભાદર ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં તંત્ર સિંચાઇ માટે પાણી આપવામાં ઠાગઠૈયા કરે છે. ધોરાજી તાલુકાના 22 જેટલા ગામોના ખેડૂતોને પોતાના ખેતરમાં પાણીનો કોઈ સ્ત્રોત ન હોવાને કારણે સિંચાઇ આધારિત ખેતી પર નિર્ભર રહેવું પડે છે.

ખેડૂતોનું કહેવું છે કે રવિ પાકમાં ઘઉં, ધાણા, જીરું, ચણા, ડુંગળી, લસણ જેવા પાકોનું ખેડૂતોએ વાવેતર કર્યું છે. હવે આ વાવેતરને પિયતની ખાસ જરૂર છે જેથી સરકાર તાત્કાલિક ધોરણે કેનાલ મારફત સિંચાઇનું પાણી આપવામાં આવે નહિતર ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવશે.

ધોરાજી ભાદર 1 સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક એન્જીનીયરનું કહેવું છે કે સિંચાઇ સલાહકાર સમિતિમાં કેનાલ મારફત સિંચાઇનું પાણી આપવાનો નિર્ણય થઈ ગયો છે અંદાજિત દશ હજાર હેકટર જમીન માટે ભાદર 1 કેનાલ મારફત પિયતનું પાણી આપવાનું છે જ્યારે કેનાલની સફાઈની કામગીરી અંતિમ તબક્કામાં છે.

આ પણ વાંચો: Kisan Vikas Patra: ખેડૂતો માટે છે આ ખાસ યોજના, ઓછા સમયમાં પૈસા થઈ જશે ડબલ

આ પણ વાંચો: ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો ઘટાડો, ગોલ્ડ રિઝર્વ ઘટાડાની દેખાઈ અસર

g clip-path="url(#clip0_868_265)">