જમ્મુ કાશ્મીરમાં કોઈને પણ સ્પષ્ટ બહુમતી નહીં મળે, જાણો ચૂંટણી પહેલા ગુલામ નબી આઝાદે શું કહ્યું?

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના અધ્યક્ષ ગુલામ નબી આઝાદે દાવો કર્યો હતો કે, આ વખતે જમ્મુ અને કાશ્મીરમાં પૂર્ણ બહુમતવાળી સરકાર નહીં બને. તેમણે તમામ પક્ષોના દાવાઓને પોકળ ગણાવ્યા. આ સાથે તેમણે આ વખતની વિધાનસભા ચૂંટણી અંગે પણ ખુલીને વાત કરી હતી.

જમ્મુ કાશ્મીરમાં કોઈને પણ સ્પષ્ટ બહુમતી નહીં મળે, જાણો ચૂંટણી પહેલા ગુલામ નબી આઝાદે શું કહ્યું?
Ghulam Nabi Azad, Chairman, Democratic Progressive Party
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2024 | 2:03 PM

બંધારણની કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કા માટે આગામી 18મી સપ્ટેમ્બરના રોજ મતદાન હાથ ધરાશે. જેના માટે તમામ પક્ષો કમર કસી રહ્યા છે. ભાજપે જમ્મુ કાશ્મીરીમાં મુસ્લિમ ઉમેદવારો પર દાવ ખેલીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

જ્યારે કોંગ્રેસે, નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે, પરંતુ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે તમામ પક્ષોના સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવાના વચનોને પોકળ ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે આ વખતે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે. ગઠબંધનવાળી સરકાર બનશે. રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવામાં નહી આવે.

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષો જે દાવા કરી રહ્યા છે તે સાવ પોકળ છે, જોકે મારી તબીયત નાદુરસ્ત છે, અમે આ ચૂંટણીઓમાં જે કરવા માગતા હતા તે કરી શક્યા નથી. પરંતુ અહીં 20 થી 22 યુવાનો આવ્યા છે. ચૂંટણી મેદાનમાં હું તેમના માટે ચૂંટણી રેલીના પ્રવાસે આવ્યો છું. આશા છે કે જનતા અમારા ઉમેદવારોને જીતનું સમર્થન આપશે.

Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos

ચૂંટણી ત્રણ વખત યોજાઈ

તેમણે વધુમાં કહ્યું કે અમને એ વાતથી દુઃખ છે કે આ 10 વર્ષમાં ત્રણ વખત ચૂંટણીઓ થઈ અને જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો. અમે તેનાથી ખૂબ જ દુખી છીએ. મેં રાજ્યસભામાં મારા ભાષણમાં પણ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો મળવો જોઈએ, આજે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન તેમની ચૂંટણી સભાઓમાં તે વિશે બોલી રહ્યા છે.

વિકાસ અને રોજગાર

આ સિવાય ગુલાબ નબી આઝાદે, એન્જિનિયર રશીદના જામીન અંગે કહ્યું કે તે સારી વાત છે કે તેને જામીન મળ્યા અને જો કોઈ નિર્દોષ હોય તો તેને પણ સરકારે જામીન આપવા જોઈએ. સરકારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને કાબૂમાં લેવા માટે ઘણું કામ કર્યું છે, પરંતુ કેટલાક સમયથી આતંકવાદ ચોક્કસપણે વધ્યો છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં અમારો ઉદ્દેશ્ય લોકોની સેવા કરવાનો છે અને અમારો એજન્ડા વિકાસ અને યુવાનોને રોજગાર આપવાનો છે.

g clip-path="url(#clip0_868_265)">