PM મોદીને પગે લાગ્યા નીતિશ કુમાર, NDA સંસદીય દળની બેઠકમાં કહ્યુ હંમેશા સાથ સાથ રહેશુ

NDA સંસદીય દળની બેઠક શુક્રવારે 7 જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કરાઈ હતી. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યુ કે અમે હંમેશા સાથે રહેશુ. નીતિશ કુમાર તેમનું સંબોધન પૂર્ણ થયા બાદ પીએમ મોદીને પગે લાગ્યા હતા.

PM મોદીને પગે લાગ્યા નીતિશ કુમાર, NDA સંસદીય દળની બેઠકમાં કહ્યુ હંમેશા સાથ સાથ રહેશુ
Follow Us:
| Updated on: Jun 07, 2024 | 2:26 PM

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સંસદીય દળની બેઠક શુક્રવારે 7 જૂને સવારે 11 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કરાઈ હતી. આ બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા. બેઠકમાં સામેલ થવા માટે ભાજપના સહયોદી દળોના નેતા પણ સામેલ થયા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં સામેલ થયા હતા.

બેઠક દરમિયાન પોતાના સંબોધનમાં બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના પ્રમુખ નીતીશ કુમારે પીએમ મોદીના વખાણ કર્યા હતા અને વિપક્ષને પણ આડે હાથ લીધા હતા. નીતિશ કુમારે કહ્યું કે નરેન્દ્ર મોદી 10 વર્ષથી વડાપ્રધાન છે અને ફરીથી બનવાના છે. હવે જે કંઈ બાકી રહ્યુ છે તે કામો પૂરા કરીશુ. તેમણે કહ્યુ હવે સદાય તેમની સાથે રહેશે. નીતિશ કુમારે તેમનુ ભાષણ પૂર્ણ થયા બાદ પીએમ મોદીને પગે લાગ્યા હતા.

“અમારુ સંપૂર્ણ સમર્થન રહેશે”

નીતિશ કુમારે તેમના ભાષણમાં કહ્યુ કે મને આશા છે કે જે સાંસદો આ વખતે હાર્યા છે તેઓ આગામી ચૂંટણીમાં પુરા જીતી જશે. વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યુ કે ભવિષ્યમાં આ લોકો માટે કોઈ અવકાશ રહેશે નહીં. બિહાર અને દેશ હવે વધુ આગળ વધશે. નીતિશ કુમારે કહ્યુ અમે તમે જેમ ઈચ્છો તે પ્રકારે સમર્થન કરશુ. આ તકે તેમણે કહ્યુ કે હવે વહેલી તકે કામ શરૂ કરી દેવામાં આવે. અમે પીએમ મોદીની સલાહને અનુસરીને આગળ વધતા રહીશુ.

હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ
કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ
કેરળની જેમ રાજકોટનું નામ પણ બદલાશે? જાણો શું છે Rajkot નું પ્રાચીન નામ
Indian Railway : શતાબ્દી અને જન શતાબ્દી ટ્રેનમાં શું ફેર હોય છે?

“બિહારના તમામ કામ થશે”

નીતિશે પોતાના ભાષણમાં બિહારનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે બિહારના જે કોઈ બાકી કામ છે તે તો પુરા થઈ જ જશે. તેમણે કહ્યુ અમે ઈચ્છતા હતા કે આજે જ થઈ જાય. નીતિશ કુમારે કહ્યું કે હવે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના વિકાસનું કામ આગળ વધશે. તેમના નેતૃત્વમાં એનડીએના તમામ ઘટક દળો સાથે મળીને કામ કરશે.

શું બોલ્યા નાયડુ અને અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ દેશની 140 કરોડ જનતાનો પ્રસ્તાવ છે. આ દેશનો અવાજ છે કે પીએમ મોદીએ આગામી પાંચ વર્ષ માટે દેશનું નેતૃત્વ કરવું જોઈએ. TDP ચીફ એન ચંદ્રાબાબુ નાયડુએ કહ્યુ કે ભારતને મોદીજીના રૂપમાં યોગ્ય સમયે યોગ્ય નેતા મળ્યા છે.

આ પણ વાંચો: ગળે મળ્યા કંગના રનૌત અને ચિરાગ પાસવાન, એકબીજાને જીતની પાઠવી શુભેચ્છા- જુઓ Video

Latest News Updates

રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">