ગળે મળ્યા કંગના રનૌત અને ચિરાગ પાસવાન, એકબીજાને જીતની પાઠવી શુભેચ્છા- જુઓ Video
કંગના રનૌત અને ચિરાગ પાસવાનની દોસ્તીની વધુ એક ઝલક આજે જુના સંસદ ભવન બહાર જોવા મળી છે. NDAની બેઠકમાં હાજરી આપવા આવેલ કંગના અને ચિરાગ પાસવાન એકબીજાને ગળે મળ્યા હતા અને એકબીજાને જીતની શુભેચ્છા પાઠવી હતી.
NDAના સાથીદળોની આજે બેઠક બોલાવાઈ છે. જેમા હાજરી આપવા આવેલ અભિનેત્રી અને મંડીથી નવનિયુક્ત સાંસદ કંગના રનૌત અને LJPના સાંસદ ચિરાગ પાસવાને એકબીજાને ગળે મળી લોકસભાની ચૂંટણીમાં જીતની શુભેચ્છા પાઠવી હતી. કંગના રનૌત હિમાચલની મંડી લોકસભાથી ચૂંટાયા છે અને હાજીપુરથી સાંસદ બનેલા ચિરાગ પાસવાને એકબીજાને ગળે મળી જીતની શુભેચ્છા પાઠવી હતી. કંગના અને ચિરાગ પાસવાનની દોસ્તી આજકાલની નથી. વર્ષોથી બંને એકબીજાના મિત્રો છે. અગાઉ બંને સાથે એક ફિલ્મ પણ કરી ચુક્યા છે.
વર્ષો જુની છે કંગના ચિરાગની દોસ્તી
આ પહેલા પણ ચિરાગ પાસવાન અનેકવાર કંગનાની પ્રશંસા કરી ચુક્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં પણ કંગનાની જીત પર પ્રતિક્રિયા આપતા ચિરાગ પાસવાને જણાવ્યુ હતુ કે હું તેમને મળવા માટે ઉત્સુક છુ. અમારી વચ્ચે સ્નેહના સંબંધો છે. અમે એક ફિલ્મમાં પણ સાથે કામ કર્યુ છે. ‘મિલે ન મિલે હમ’ ફિલ્મમાં અમે સાથે કામ કર્યુ છે અને હવે સંસદમા સાથે કામ કરવા જઈ રહ્યા છીએ.
સંસદમાં કંગનાને મળવા માટે ઉત્સુક છુ- ચિરાગ પાસવાન
ચંદીગઢ ઍૅરપોર્ટ પર કંગના સાથે થયેલી થપ્પડકાંડની ઘટના બાદ પણ ચિરાગ પાસવાને તેમની પ્રતિક્રિયા આપી હતી કે કંગના એક મજબુત મહિલા છે અને પોતાની વાત મજબુતાઈથી અને સ્પષ્ટતા સાથે કહે છે અને સંસદમાં હું તેમને સાંભળવા માટે ઉત્સુક છુ.
આપને જણાવી દઈએ કે કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ આવી છે. જ્યારે ચિરાગ પાસવાન બિહારની હાજીપુર સીટથી LJPના સાંસદ છે. કંગના રનૌત અને ચિરાગ પાસવાન બંને એકસાથે ફિલ્મી પરદા પર કામ કરી ચુક્યા છે અને હવે સંસદમાં મળવાની તૈયારી છે.
આ પણ વાંચો: લોનધારકો માટે રાહતના સમાચાર, EMIમાં નહીં થાય કોઈ વધારો, RBIએ 6.5% રેપો રેટ યથાવત્ રાખ્યો