દિલ્હીમાં હોટેલ બાદ હવે પેપર કાર્ડ ફૅક્ટ્રીમાં ફાટી નિકળી ભયંકર આગ, 20 ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે : જુઓ VIDEO
પાટનગર દિલ્હીને લાગે છે કોઈની નજર લાગી ગઈ છે. હજી હોટેલમાં આગની ઘટનાની સ્યાહી સૂકાઈ નથી, ત્યાં વધુ એક આગની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીના નારાયણ વિહાર સ્થિત એક પેપર કાર્ડ ફૅક્ટ્રીમાં ભીષણ આગ લાગી ગઈ છે. આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફડા-તફડી મચી ગઈ છે. આગ કેટલી ભયાનક છે, તેનો […]

પાટનગર દિલ્હીને લાગે છે કોઈની નજર લાગી ગઈ છે. હજી હોટેલમાં આગની ઘટનાની સ્યાહી સૂકાઈ નથી, ત્યાં વધુ એક આગની ઘટના સામે આવી છે.
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીના નારાયણ વિહાર સ્થિત એક પેપર કાર્ડ ફૅક્ટ્રીમાં ભીષણ આગ લાગી ગઈ છે. આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફડા-તફડી મચી ગઈ છે. આગ કેટલી ભયાનક છે, તેનો અંદાજો આ જ વાતથી લગાવી શકાય છે કે આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 20 ગાડીઓને તહેનાત કરવામાં આવી છે.
આગના કારણે લાખો રૂપિયાના નુકસાનની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ કયા કારણોસર લગી, તે પણ સ્પષ્ટ થયું નથી. જોકે રાહતની વાત આ છે કે આ આગમાં હજી સુધી કોઈના હતાહત થવાના અહેવાલ નથી.
નોંધનીય છે કે ગત મંગળવારે દિલ્હીના કરોલબાગની એક હોટેલમાં પણ ભીષણ આગ ફાટી નિકળી હતી કે જેમાં 17 લોકોના મોત થયા હતાં.
જુઓ VIDEO :
#Delhi: Fire breaks out at a factory in Naraina, 20 fire tenders on the spot; More details awaited#TV9News
TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, १३ फेब्रुवारी, २०१९
[yop_poll id=1392]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]