AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નહેરુ, ઈન્દિરા, રાજીવે બદલ્યુ બંધારણ, કોંગ્રેસના આરોપો પર બોલ્યા પીએમ મોદી, ચૂંટણીમાં ધર્મને હાથો બનાવતા ભાષણો પર મોદીએ આપ્યો આ તર્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે બંધારણ સાથે છેડછાડ હમેશા આ પરિવારે કરી છે. સૌથી પહેલા પંડિત નહેરુએ બંધારણ બદલ્યુ. વડાપ્રધાને જણાવ્યુ કે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ભાજપ ફરી સત્તામાં આવશે અને 400 બેઠકો આવશે તો બંધારણ બદલી નાખશે. આ આરોપો પર પલટવાર કરતા પીએમએ કહ્યુ બંધારણ સાથે છળ હંમેશા આ પરિવારે કર્યુ છે.

નહેરુ, ઈન્દિરા, રાજીવે બદલ્યુ બંધારણ, કોંગ્રેસના આરોપો પર બોલ્યા પીએમ મોદી, ચૂંટણીમાં ધર્મને હાથો બનાવતા ભાષણો પર મોદીએ આપ્યો આ તર્ક
| Updated on: May 13, 2024 | 1:46 PM
Share

બંધારણ બદલવાના વિપક્ષના તમામ આરોપો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પલટવાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે નહેરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ હંમેશા બંધારણ સાથે દગો કરતા આવ્યા છે અને અત્યાર સુધી આ પરિવારે બંધારણમાં ફેરફાર કર્યા છે. પીએમએ કહ્યુ કે બંધારણ બન્યા બાદ સૌપ્રથમવાર પંડિત નહેરૂએ તેમા સંશોધન કર્યુ અને ફ્રીડમ ઓફ સ્પીચને રિસ્ટ્રીક્ટ કર્યુ. પીએમ મોદીએ કહ્યુ કે તેમની દીકરી ઈન્દિરા વડાપ્રધાન બની તો તેમણે ઈમરજન્સી લગાવી દીધી. કોર્ટના જજમેન્ટનો પણ અનાદર કર્યો. બંધારણની સાથે છળ તેમણે કર્યુ.

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યુ કે તેમના બાદ તેમના પુત્ર રાજીવ ગાંધી સત્તામાં આવ્યા. તેમણે ભારતના મીડિયાને નિયંત્રિત કરવા માટે એક બિલ લાવ્યું. દેશના મીડિયા અને વિપક્ષે હોબાળો મચાવ્યો ત્યારે તેમનો બચાવ થયો, પરંતુ પછી તેઓ બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ ગયા. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સરકાર બંધારણના ગર્ભમાંથી જન્મે છે. સરકારની કેબિનેટ હવામાં નથી હોતી. તે બંધારણને અનુરૂપ હોય છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને મનમોહન સિંહની કેબિનેટના નિર્ણય પર શું કર્યું હતુ?

પીએમ મોદીએ કહ્યું કે એ સમયે રાહુલ ગાંધી કાગળ નહોંતા ફાડી રહ્યા, તેઓ ભારતના બંધારણના ટુકડા કરી રહ્યા હતા. તે બાબા સાહેબની પીઠમાં છરો મારી રહ્યો હતો. તે બંધારણ ઘડનારાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા હતા.પીએમએ કહ્યું કે તેમના પરિવારના દરેક વડાએ બંધારણ સાથે ગેરવર્તન કર્યું છે. તેઓ બંધારણ શબ્દ બોલે તો પણ પાપ સમાન લાગે છે. અનામત અંગે પીએમ મોદીએ કહ્યું કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે, અમે ધર્મના આધારે અનામત નહીં આપીએ. ન તો થવા દઈશુ.

તેમણે કહ્યું કે બંધારણે એસસી, એસટી, ઓબીસીને અનામત આપેલી છે. અમે બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ આવું થવા દઈશું નહીં. પીએમ મોદીએ કહ્યું કે બંધારણ સભાની લાગણી હતી કે તેઓ કોઈ પણ સંજોગોમાં ધર્મના આધારે અનામત સ્વીકારશે નહીં. બાબા સાહેબનું માનવું હતું કે બંધારણમાં ધર્મના આધારે અનામત આપી શકાય નહીં.

પીએમએ કહ્યું કે બાબા સાહેબે જે કહ્યું છે, બંધારણ સભાએ જે કહ્યું છે તેના પ્રતિ અમારી આસ્થા છે. અમે તેને જાળવી રાખવા માટે મહેનત કરી રહ્યા છીએ. આ લોકો (વિપક્ષ) એટલે બૂમો પાડી રહ્યા છે કારણ કે તેઓ ધર્મના આધારે અનામત આપવા માગે છે અને અમે આવું થવા દઈશું નહીં.

પીએમ મોદીએ એમ પણ કહ્યું કે 2019 થી 2024 સુધી અમારી પાસે લગભગ 400 સીટો હતી. અમે 360 ની નજીક જીત્યા હતા. એનડીએની વાત કરીએ તો અમારી પાસે હંમેશા 400 સીટો છે. સીટ જીત્યા બાદ બંધારણ બદલાય છે તેવી દલીલ ખોટી છે. આ પહેલા પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે ચૂંટણીના ત્રણ તબક્કા બાદ 400ને પાર કરવાનો નારા સાકાર થતો દેખાઈ રહ્યો છે.

આ ચૂંટણીમાં ધર્મ આધારીત ભાષણોનું પ્રમાણ વધ્યુ છે, તેના પર પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસનો મેનિફેસ્ટો જુઓ, મનમોહનસિંહની સરકારનો ટ્રેક રેકોર્ડ જુઓ, તેમા માત્ર તુષ્ટિકરણની ભાવના જોવા મળશે. તુષ્ટિકરણ કોંગ્રેસનો મૂળ સ્વભાવ બની ગયો છે. તેના વિના રાજકારણ ચાલી શકે નહીં. પરંતુ દેશ સમક્ષ હકીકત અને તથ્યો લાવવાની મારી જવાબદારી છે. હું તેમના ભૂતકાળનો ટ્રેક રેકોર્ડ લોકોને જણાવી રહ્યો છુ. તેઓ કઈ વિચારણસરણી અંતર્ગત કામ કરે છે તે જાણવુ દેશ માટે જરૂરી છે. આથી હું દેશ સમક્ષ હકીકત લાવી રહ્યો છુ.

આ પણ વાંચો:   કોંગ્રેસના મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે જવાબદાર, સાંભળો PM મોદીનો જવાબ- Video

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">