AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન કોંગ્રેસે કેવી રીતે કર્યુ હાઈજેક? એક જ દિવસમાં બદલાઈ ગયો સંપૂર્ણ ખેલ- વાંચો

રાહુલ ગાંધી જો આંદોલનમાં આ રીતે સામે આવ્યા છે તો તેની સામે વિપક્ષી ગઠબંધનને પણ મજબુત કરવાની મોટી તક છે. મમતા બેનર્જીએ પણ દિલ્હી આવવાની વાત કરી છે. સમાજવાદી પાર્ટી પણ સક્રિય છે.

કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન કોંગ્રેસે કેવી રીતે કર્યુ હાઈજેક? એક જ દિવસમાં બદલાઈ ગયો સંપૂર્ણ ખેલ- વાંચો
| Updated on: Jul 21, 2026 | 7:38 PM
Share

NEET પેપર લીક વિરુદ્ધ કોકરોચ જનતા પાર્ટીના બેનર તળે શરૂ થયેલા આંદોલનને શું કોંગ્રેસે હાઈજેક કરી લીધુ છે? આ ચર્ચાએ વેગ પકડ્યો છે. કારણ કે સોમવારે જે આંદોલનનું ફોકસ યુવા વિદ્યાર્થીઓ અને કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ હતા, મંગળવારે તેનો ચહેર રાહુલ ગાંધી બની ગયા. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે તમામ સાંસદ અને બે રાજ્યોના મુખ્યમંત્રી પીએમ આવાસ સુધી પહોંચી ગયા. એટલુ જ નહીં રાહુલ ગાંધીએ એલાન કરી દીધુ કે અમારી એક જ માગ છે કે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામુ આપે. અમને આનાથી ઓછામાં નહીં માનીએ. જો આમ નહીં થાય તો આખી રાત પીએમ આવાસ બહાર ધરણા કરવાનું એલાન પણ કર્યુ.

જો કે આ લખાય છે ત્યાં સુધીમાં અખીલેશ યાદવ, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને મુકુલ વાસનિક સહિતના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવાઈ છે અને તેમને ત્યાંથી ખસેડી લેવામાં આવ્યા છે.

રાહુલ ગાંધી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા ની માગ પર અડગ

વડાપ્રધાન નિવાસસ્થાનની બહાર ઉભેલા કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો કે અમારી સાથે 120 સાંસદો છે. કર્ણાટકના CM ડી કે શિવકુમાર અને કેરલના મુખ્યમંત્રી વી ડી સતીશન પણ આ તકે દિલ્હી પહોંચ્યા છે. બીજી તરફ સંસદીય કાર્ય મંત્રી જીતેન્દ્ર સિંહે બહાર આવીને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને કહ્યુ કે આપની માગો પર વિચાર કરવામાં આવશે. આ ઉપરાંત NEET પેપર લીક પર સદનમાં ચર્ચા કરવામાં આવશે. જો કે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યુ કે અમે અમારી માગ પર અડગ છીએ. જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન નું રાજીનામુ નહીં લેવાય ત્યાં સુધી અહીંથી હટવાના નથી. આ તરફ 30 મિનિટ સુધી રાહુલ ગાંધી સાથે વાતચીત કરવાનો અને તેમને સમજાવવાનો સંસદીય કાર્ય મંત્રી જીતેન્દ્ર સિંહે દાવો કર્યો છતા તેઓ ન માનતા જીતેન્દ્ર સિંહે ટ્વીટ કર્યુ, “રાહુલ ગાંધી તેમની વાત પરથી ફરી ગયા છે. પહેલા તેઓ NEET પેપર લીક મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની માગ કરી રહ્યા હતા પરંતુ જ્યારે સરકાર તેના માટે તૈયાર થઈ ગઈ તો હવે તેઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા ની માગ કરી રહ્યા છે, રાહુલ તેમની વાત પરથી ફરી ગયા છે.”

CJP ના આંદોલનને કોંગ્રેસે હાઈજેક કર્યુ?

આ તમામ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસે આંદોલનને કોકરોચ જનતા પાર્ટીના હાથોમાંથી હાઈજેક કરી લીધુ છે. આ ચર્ચાઓને વેગ એટલે મળી રહ્યો છે કારણ કે મીડિયાના કેમેરામાં આજે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ જ દેખાઈ રહ્યા છે. ક્યાંય પણ આંદોલનનો મુખ્ય ચહેરો અને છેલ્લા 22 દિવસથી આમરણ ઉપવાસ કરી રહ્યા છે એ સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની ચર્ચા નથી થઈ રહી. આ પ્રકારે સમગ્ર આંદોલન હવે કોકરોચ જનતા પાર્ટીના હાથોમાંથી નીકળી કોંગ્રેસના હાથોમાં જતુ દેખાઈ રહ્યુ છે.

હાલ કોકરોચ જનતા પાર્ટીએ શરૂ કરેલા આ આંદોલનને તમામ વિપક્ષી ગઠબંધનનનું સમર્થન મળી રહ્યુ છે ચાહે એ કેજરીવાલ એન્ડ કંપની હોય કે પ્રાદેશિક સમાજવાદી પાર્ટી. હવે સત્તાધારી પાર્ટી વર્સિસ વિપક્ષ નું ચિત્ર ઉપસી રહ્યુ છે.

CJP નું આંદોલન વિપક્ષ VS સત્તાપક્ષની લડાઈમાં તબ્દીલ

હાલ તમામ ઘટનાક્રમને જોતા આગામી બે દિવસ ઘણા મહત્વપૂર્ણ રહેશે અને જોવાનું રહેશે કે આ આંદોલનના નેતાના રૂપે કોણ મોરચો સંભાળે છે. મંગળવારનો દિવસ વિપક્ષી પાર્ટીની ફેવરનો રહ્યો છે. ડિમ્પલ યાદવ, અરવિંદ કેજરીવાલ જેવા નેતા પણ સડકો પર ઉતરી આંદોલનકારીઓના હાલ જાણતા જોવા મળ્યા હતા. તો આ તરફ રાહુલ ગાંધીએ ચુપચાપ પીએમ આવાસ સુધી કૂચ કરી ગયા. આ પ્રકારે આ સમગ્ર આંદોલન હાલ સત્તાપક્ષ VS વિપક્ષ ની લડાઈમાં પરિવર્તિત થઈ રહ્યુ છે. લાંબા સમયથી નબળી પડી રહેલી કોંગ્રેસ માટે આ તક છે, જેમા રાહુલ ગાંધી આ પ્રકારે લીડરના રૂપે દેખાઈ રહ્યા છે.

મમતા બેનર્જી પણ દિલ્હી આવવા તૈયાર, પરંતુ બોલ રાહુલની કોર્ટમાં

રાહુલ ગાંધી આ આંદોલનમાં જે પ્રકારે સામે આવ્યા છે તેને જોતા વિપક્ષી ગઠબંધનને મજબૂત કરવાનો તેમની પાસે અવસર છે. મમતા બેનર્જીએ પણ જરૂર CJP નું સમર્થન કરતા જરૂર પડ્યે દિલ્હી આવવાની વાત કરી છે. સમાજવાદી પાર્ટી પણ એક્ટિવ છે. સુપ્રિયા સુલે પણ પહોંચી ચુક્યા છે. પરંતુ રાહુલ ગાંધી આ બધાની આગળ જોવા મળી રહ્યા છે. અગાઉની ચૂંટણીઓમાં હારનો સામનો કરી ચુકેલી કોંગ્રેસ સામે આ ફરીથી બેઠા થવાની તક છે, ત્યારે જોવુ રહેશે કે કોંગ્રેસ આ તકને કેવી રીતે ઝડપે છે અને ભાજપને કેવી રીતે ચેલેન્જ કરે છે?

ભારતનું એક એવુ અમીર મંદિર જેની સંપત્તિ દુનિયાના 100 દેશોની GDP થી પણ વધુ છે? વાંચો ક્યુ છે આ મંદિર?

Follow Us
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
g clip-path="url(#clip0_868_265)">