ચૂંટણી મતદાનના અંતિમ તબક્કા પહેલા ભાજપને ફટકો, મણિપુરમાં NPF પાર્ટીએ સરકાર પાસેથી સમર્થન પરત ખેંચ્યું
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન અગાઉ ભાજપને એક ઝટકો લાગ્યો છે. મણિપુરમાં ભાજપની સહયોગી પાર્ટી નાગા પિપલ્સ ફ્રન્ટે સરકારમાંથી પોતાનું સમર્થન પાછું લઈ લીધું છે. NPFએ મોડી સાંજે પોતાની આ જાહેરાત કરી છે. મહત્વનું છે કે હાલ મણિપુરમાં ભાજપની સરકાર છે. જેના મુખ્યમંત્રી તરીકે બિરેનસિંહ છે. જો કે NPF દ્વારા સમર્થન પરત લેવાથી ભાજપની સરકારને […]

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન અગાઉ ભાજપને એક ઝટકો લાગ્યો છે. મણિપુરમાં ભાજપની સહયોગી પાર્ટી નાગા પિપલ્સ ફ્રન્ટે સરકારમાંથી પોતાનું સમર્થન પાછું લઈ લીધું છે. NPFએ મોડી સાંજે પોતાની આ જાહેરાત કરી છે. મહત્વનું છે કે હાલ મણિપુરમાં ભાજપની સરકાર છે. જેના મુખ્યમંત્રી તરીકે બિરેનસિંહ છે. જો કે NPF દ્વારા સમર્થન પરત લેવાથી ભાજપની સરકારને કોઈ ફરક પડશે નહીં.

મણિપુરમાં વિધાનસભાની 60 બેઠક પૈકી ભાજપ પાસે 29 ધારાસભ્યો છે. જેમાં ભાજપને સમર્થન આપી રહેલી પાર્ટીઓમાંથી NPF પાસે 4 ધારાસભ્યો છે. તો LJPનો એક ધારાસભ્ય, AITCનો એક અને એક અપક્ષ ધારાસભ્ય છે. ત્યારે કુલ ગણિત કરવામાં આવતા ભાજપના 29 સહિત 36 ધારાસભ્યોના સમર્થનથી સરકાર ચાલી રહી છે. NPFના 4 ધારાસભ્યો દ્વારા સમર્થન પરત લઈ લેવા છતાં 32 ધારાસભ્યો ભાજપ પાસે છે. જેથી તેમને સરકાર ચલાવવામાં કોઈ તકલીફ પડશે નહીં. મહત્વનું છે કે મણિપુરમાં 60માંથી ભાજપને 21 બેઠક મળી હતી. જે બાદ કોંગ્રેસના 8 ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા. જેથી તેમની કુલ સંખ્યા 29 થઈ ગઈ હતી.

NPFએ સમર્થન પરત લેતા સમયે એવો આરોપ લગાવ્યો કે ભાજપ પોતાની સહયોગી પાર્ટીને તૂચ્છ સમજે છે. અને ખરાબ વર્તન કરવામાં આવે છે. સાથે કહ્યું કે મણિપુરમાં ભાજપે ગઠબંધનની સરકારનું ક્યારેય સન્માન નથી કર્યું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
