MP : 50 દિવસ પછી નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા 2 ચિત્તા, PM મોદીએ કહ્યું- સારા સમાચાર, શેયર કર્યો વીડિયો

કેએનપીના (Kuno National Park) ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર (ડીએફઓ) પ્રકાશ કુમાર વર્માએ કહ્યું હતું કે બે ચિત્તાઓને શનિવારે નેશનલ પાર્કના મોટા ઘેરાવમાં છોડવામાં આવ્યા હતા. બાકીના છ ચિત્તાઓને પણ તબક્કાવાર મોટા ઘેરાવમાં શિફ્ટ કરવામાં આવશે.

MP : 50 દિવસ પછી નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા 2 ચિત્તા, PM મોદીએ કહ્યું- સારા સમાચાર, શેયર કર્યો વીડિયો
kuno park cheetah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2022 | 10:55 AM

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તામાંથી 2 ચિત્તાને 50 દિવસ પછી નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ નેશનલ પાર્કમાં 2 ચિત્તા છોડવા પર પ્રતિક્રિયા આપી અને ટ્વિટ કર્યું. પીએમ મોદીએ એક વીડિયો શેયર કરીને લખ્યું છે કે સારા સમાચાર! ફરજિયાત ક્વોરેન્ટાઈન સમય પછી કુનો નેશનલ પાર્કમાં વધુ અનુકૂલન માટે 2 ચિત્તાઓને નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા છે. અન્યને ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવશે. મને એ જાણીને પણ આનંદ થાય છે કે તમામ ચિત્તા સ્વસ્થ, સક્રિય છે.

તમને જણાવી દઈએ કે કુનોની ટાસ્ક ફોર્સ સમિતિના સભ્યોએ શનિવારે સાંજે લાંબા વિચારમંથન બાદ ચિત્તાઓને એક વિશાળ ઘેરામાં છોડી દીધા હતા. બાકીના 6 ચિતાઓને તબક્કાવાર છોડવામાં આવશે. ચિત્તાની સાથે, હરણ, ચિતલ સહિતના અન્ય પ્રાણીઓ પણ મોટા ઘેરામાં હાજર છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આઠમાંથી બે ચિત્તા એક મોટા ઘેરામાં છોડવામાં આવ્યા

નામિબિયાથી સપ્ટેમ્બરના મધ્યમાં લાવવામાં આવેલા ચિત્તાને મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ક્વોરેન્ટાઈન સમયગાળા માટે નાના ઘેરામાં રાખવામાં આવેલા આઠમાંથી બે ચિત્તાઓને શનિવારે મોટા ઘેરામાં છોડવામાં આવ્યા હતા. કેએનપીના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર પ્રકાશ કુમાર વર્માએ પુષ્ટિ કરી કે બે ચિત્તાઓને શનિવારે મોટા ઘેરામાં છોડવામાં આવ્યા હતા. બાકીના છ ચિત્તાઓને પણ તબક્કાવાર મોટા ઘેરામાં શિફ્ટ કરવામાં આવશે.

17 સપ્ટેમ્બરે કેએનપીમાં આવ્યા હતા ચિત્તા

આ પહેલા અધિકારીએ કહ્યું હતું કે મોટો ઘેરો પાંચ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. તેમણે કહ્યું કે આખરે આઠ ચિતાઓ (પાંચ માદા અને ત્રણ નર)ને મોટા ઘેરામાં છોડવામાં આવશે. ભારતમાં ચિત્તાઓને સ્થાયી કરવાની યોજનાના ભાગરૂપે 17 સપ્ટેમ્બરે કેએનપીમાં નામિબિયાથી લાવવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચિત્તાઓને કેએનપીમાં છોડ્યા હતા. અહીં ચિત્તાને 50 દિવસ પૂરા થયા છે.

એક મહિના માટે ક્વોરેન્ટાઈન

શરૂઆતી યોજના હેઠળ ફ્રેડી, અલ્ટન, સવાના, સશા, ઓબાન, આશા, ચિબિલી અને સાયસા નામના આ ચિત્તાઓને એક મહિના માટે ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. નિષ્ણાતોના મત જંગલી પ્રાણીઓને સામાન્ય રીતે ટ્રાન્સફર પહેલાં અને પછી એક મહિના માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવે છે, જેથી તેઓ અન્ય દેશોમાંથી તેમની સાથે લાવવામાં આવેલ કોઈપણ સંક્રમણ ન ફેલાવે.

ક્વોરેન્ટાઈન સમયગાળો પૂર્ણ

ચિત્તા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તમામ 8 ચિત્તા હવે નેશનલ પાર્કન મોટા ઘેરામાં છોડવાની સ્થિતિમાં છે. જો કોઈ અવરોધ ન હોય તો કેટલાક વધુ ચિતાઓ પણ મુક્ત થઈ શકે છે. મોટા ઘેરામાં છોડવામાં આવેલા બંને ચિત્તા 80 દિવસ પછી શિકાર કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">