લો બોલો ! પંજાબમાં પોલીસે હિન્દુ નેતાઓને કહ્યું- ઘરની બહાર ન નીકળો

શિવસેનાના નેતા સુધીર સૂરીની (Sudhir Suri) શુક્રવારે એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતી વખતે પોલીસની હાજરીમાં જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં પોલીસે 31 વર્ષીય આરોપી સંદીપ સિંહ ઉર્ફે સનીની ધરપકડ કરી છે.

લો બોલો ! પંજાબમાં પોલીસે હિન્દુ નેતાઓને કહ્યું- ઘરની બહાર ન નીકળો
Punjab Police (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2022 | 7:57 AM

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા શિવસેનાના નેતા સુધીર સૂરીની હત્યા બાદ પંજાબના અમૃતસરમાં તણાવનું વાતાવરણ છે. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતી વખતે સુધીર સૂરીને દિવસે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે સૂરીની હત્યાને લઈને વિવિધ પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. પાકિસ્તાન અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની ભૂમિકાની પણ વાત કરવામાં આવી રહી છે. સુરીની હત્યા બાદ પાકિસ્તાનમાં છુપાયેલા ખાલિસ્તાન સમર્થક નેતા ગોપાલ સિંહ ચાવલાના વિવાદાસ્પદ વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં તેણે સુધીરના હત્યારાઓની પ્રશંસા કરી છે. ચાવલાની ધમકીઓ સામે આવ્યા પછી તરત જ, લુધિયાણા પોલીસે સાવચેતીનાં પગલાં લીધાં અને હિંદુ સંગઠનના કેટલાક નેતાઓને ઘરની બહાર નીકળતા અટકાવ્યા.

અમિત અરોરા, યોગેશ બક્ષી અને ગુરસિમરન સિંહ મંડ હિન્દુ સંગઠનના નેતાઓમાં સામેલ છે જેમને પોલીસે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. ગોપાલ સિંહ ચાવલાએ પોતાના ધમકીભર્યા વીડિયોમાં અમિત અરોરા અને ગુરસિમરન સિંહ મંડ સહિત અનેક હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપી છે. અરોરા પહેલાથી જ આતંકી સંગઠનોના નિશાના પર છે. તે વર્ષ 2016માં થયેલા હુમલામાં બચી ગયા હતા. પરંતુ ફરી એકવાર તેમનો જીવ જોખમમાં છે. અરોરાએ શનિવારે સૂરીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને સુરક્ષાના કારણોસર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી હતી. તેમની સાથે અનેક નેતાઓને પણ ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.

અરોરાએ કહ્યું- SFJ તરફથી મળે છે ધમકીઓ

અરોરાએ કહ્યું કે તેમને પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસના હરદીપ સિંહ નિજ્જર તરફથી પણ ધમકીઓ મળી છે. અખિલ ભારતીય સનાતન ધર્મ રક્ષા અખાડાના મુકેશ ખુરાના અને શિવસેના પંજાબના સંદીપ વર્મા સહિત વધુ બે હિન્દુ નેતાઓને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું. તે અરોરાના સાથી છે. ગોપાલ સિંહ ચાવલાએ સુધીર સૂરીની હત્યા બાદ પોતાનો ધમકીભર્યો વીડિયો જાહેર કરતા કહ્યું કે, “સમગ્ર શીખ અને મુસ્લિમ સમુદાય અને સ્વતંત્રતા અને શાંતિ શોધનારા દરેકને અભિનંદન. અમૃતસરમાં એક યુવકે સુધીર સૂરી પર ગોળી મારી છે, જેને હું ડુક્કર કહીશ. એક ડુક્કર ગયો. હવે અન્ય ડુક્કરોએ પણ આ જ રીતે દુનિયા છોડી દેવી પડશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

સુરીની ધોળા દિવસે પોલીસની હાજરીમાં ગોળી મારીને હત્યા કરાઈ

શુક્રવારે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતી વખતે સૂરીને ધોળા દિવસે પોલીસની હાજરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શહેરના સૌથી વ્યસ્ત સ્થળો પૈકીના એક મજીઠા રોડ પર આવેલા ગોપાલ મંદિરના સંચાલન સામે વિરોધ કરી રહ્યા હતા. હકીકતમાં, રસ્તાના કિનારે કેટલાક હિંદુ દેવી-દેવતાઓની તૂટેલી મૂર્તિઓ મળી આવી હતી, જેને સુરીએ અપવિત્ર ગણાવ્યું હતું. આ હત્યા કેસમાં પોલીસે 31 વર્ષીય આરોપી સંદીપ સિંહ ઉર્ફે સનીની ધરપકડ કરી છે. શિવસેના નેતાના ઘરની આસપાસ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. શહેરમાં અનેક સ્થળોએ પોલીસે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">