Faridabad: સાડી લેવા માટે માતાએ પુત્રને 10માં માળની બાલ્કનીમાંથી બેડશીટ વડે લટકાવ્યો, વીડિયો થયો વાઈરલ
ફરીદાબાદની એક 10માં માળની ઊંચી બાલ્કનીમાંથી એક માતાએ પોતાના પુત્રને લટકાવ્યો હોવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે.

ઊંચી ઈમારતો(Building)ની બાલ્કનીમાંથી બાળકો પડવાના કમનસીબ અહેવાલો સાંભળ્યા હશે, પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યારે કોઈ માતાએ તેના પુત્રને 10માં માળની બાલ્કનીમાંથી લટકાવી દીધો હોય. ફરીદાબાદમાં (Faridabad) એક માતાએ પોતાના પુત્રને ઊંચી બાલ્કનીમાંથી લટકાવી (Hanging from the balcony) દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
માતાએ આવું શા માટે કર્યુ?
આ ઘટનાનો વીડિયો જે હવે વાયરલ થયો છે. તેમાં પુત્ર બેડશીટ સાથે લટકતો જોવા મળે છે પરંતુ તેણીએ તે શા માટે કર્યું? માતાએ તેની નવમા માળે બંધ મકાનની બાલ્કનીમાં પડેલી સાડી લેવા આવું પોતાના બાળક સાથે કર્યું છે. વીડિયોમાં દીકરો બેડશીટ પર ચડતો દેખાઈ રહ્યો છે, જ્યારે તેની માતા અને પરિવારના અન્ય સભ્યો તેને ખેંચી રહ્યા છે.
સોસાયટીએ તેને આ ઘટના અંગે પાઠવી નોટિસ
આ ઘટના ગયા અઠવાડિયે ફરીદાબાદના સેક્ટર 82ની એક સોસાયટીમાં બની હતી. આ વીડિયો સામેની બિલ્ડીંગના રહેવાસીએ શૂટ કર્યો હતો. એક પાડોશીના જણાવ્યા મુજબ મહિલાએ તાળું મારેલા ઘરમાંથી તેની સાડી કેવી રીતે પાછી મેળવવી તે અંગે કોઈની મદદ કે સલાહ લીધી ન હતી અને એક પક્ષીય રીતે તેના પુત્રના જીવને જોખમમાં મૂક્યું હતું.
પાડોશીએ કહ્યું કે, આ 6 કે 7 ફેબ્રુઆરીના રોજ થયું હતું. મહિલાએ સાડી માટે તેના પુત્રના જીવને જોખમમાં મૂક્યો હતો. તેમણે આટલું જોખમી કામ કરવા માટે સોસાયટીના લોકોનો સંપર્ક કરવો જોઈતો હતો. સોસાયટીએ તેને આ ઘટના અંગે નોટિસ પાઠવી છે.
આ પણ વાંચો: Hariyana : પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા દરેક વિદ્યાર્થીઓનો બનશે પાસપોર્ટ, મુખ્યપ્રધાન ખટ્ટરે કરી જાહેરાત
આ પણ વાંચો: Gurugram Namaz Case: હરિયાણાના CS અને DGP પર કોર્ટની અવમાનનાનો આરોપ, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ