Faridabad: સાડી લેવા માટે માતાએ પુત્રને 10માં માળની બાલ્કનીમાંથી બેડશીટ વડે લટકાવ્યો, વીડિયો થયો વાઈરલ

ફરીદાબાદની એક 10માં માળની ઊંચી બાલ્કનીમાંથી એક માતાએ પોતાના પુત્રને લટકાવ્યો હોવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે.

Faridabad: સાડી લેવા માટે માતાએ પુત્રને 10માં માળની બાલ્કનીમાંથી બેડશીટ વડે લટકાવ્યો, વીડિયો થયો વાઈરલ
Mother hangs son from 10th floor balcony by bedsheet to fetch saree (Image-Social Media)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 6:10 PM

ઊંચી ઈમારતો(Building)ની બાલ્કનીમાંથી બાળકો પડવાના કમનસીબ અહેવાલો સાંભળ્યા હશે, પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યારે કોઈ માતાએ તેના પુત્રને 10માં માળની બાલ્કનીમાંથી લટકાવી દીધો હોય. ફરીદાબાદમાં (Faridabad) એક માતાએ પોતાના પુત્રને ઊંચી બાલ્કનીમાંથી લટકાવી (Hanging from the balcony) દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

માતાએ આવું શા માટે કર્યુ?

આ ઘટનાનો વીડિયો જે હવે વાયરલ થયો છે. તેમાં પુત્ર બેડશીટ સાથે લટકતો જોવા મળે છે પરંતુ તેણીએ તે શા માટે કર્યું? માતાએ તેની નવમા માળે બંધ મકાનની બાલ્કનીમાં પડેલી સાડી લેવા આવું પોતાના બાળક સાથે કર્યું છે. વીડિયોમાં દીકરો બેડશીટ પર ચડતો દેખાઈ રહ્યો છે, જ્યારે તેની માતા અને પરિવારના અન્ય સભ્યો તેને ખેંચી રહ્યા છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

Viral Video : સાડી લેવા માટે માતાએ પુત્રને 10માં માળની બાલ્કનીમાંથી બેડશીટ વડે લટકાવ્યો

Viral Video : સાડી લેવા માટે માતાએ પુત્રને 10માં માળની બાલ્કનીમાંથી બેડશીટ વડે લટકાવ્યો, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ | TV9News

#viralvideo #TV9News #trend #tv9gujaratinews

Posted by TV9 Gujarati on Friday, February 11, 2022

સોસાયટીએ તેને આ ઘટના અંગે પાઠવી નોટિસ

આ ઘટના ગયા અઠવાડિયે ફરીદાબાદના સેક્ટર 82ની એક સોસાયટીમાં બની હતી. આ વીડિયો સામેની બિલ્ડીંગના રહેવાસીએ શૂટ કર્યો હતો. એક પાડોશીના જણાવ્યા મુજબ મહિલાએ તાળું મારેલા ઘરમાંથી તેની સાડી કેવી રીતે પાછી મેળવવી તે અંગે કોઈની મદદ કે સલાહ લીધી ન હતી અને એક પક્ષીય રીતે તેના પુત્રના જીવને જોખમમાં મૂક્યું હતું.

પાડોશીએ કહ્યું કે, આ 6 કે 7 ફેબ્રુઆરીના રોજ થયું હતું. મહિલાએ સાડી માટે તેના પુત્રના જીવને જોખમમાં મૂક્યો હતો. તેમણે આટલું જોખમી કામ કરવા માટે સોસાયટીના લોકોનો સંપર્ક કરવો જોઈતો હતો. સોસાયટીએ તેને આ ઘટના અંગે નોટિસ પાઠવી છે.

આ પણ વાંચો: Hariyana : પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા દરેક વિદ્યાર્થીઓનો બનશે પાસપોર્ટ, મુખ્યપ્રધાન ખટ્ટરે કરી જાહેરાત

આ પણ વાંચો: Gurugram Namaz Case: હરિયાણાના CS અને DGP પર કોર્ટની અવમાનનાનો આરોપ, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

g clip-path="url(#clip0_868_265)">