ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચ પહેલા શમીને મળી મોટી સૌગાત, પૈતૃક ગામમાં બનશે સ્ટેડિયમ
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને યોગી સરકારે વર્લ્ડ કપમાં તેના ઉત્કૃષ્ઠ દેખાવ માટે ભેટ આપી છે. ઉત્તરપ્રદેશના અમરોહામાં શમીનું પૈતૃક ગામ છે. અહીં એક મીની સ્ટેડિયમ અને ઓપન જીમ બનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. અમરોહાના જિલ્લા અધિકારીએ જણાવ્યુ કે અમે પ્રસ્તાવ મોકલી આપ્યો છે અને મંજૂરી મળતા જ કામ શરૂ કરી દેવામાં આવશે.

ભારતીય ટીમના તેજ અને ધુંઆધાર બોલર મોહમ્મદ શમીના વિશ્વકપ 2023માં શ્રેષ્ઠ, શાનદાર પ્રદર્શન બાદ યોગી સરકારે તેમને ભેટ આપી છે. તેમણે યોગીના પૈતૃક ગામમાં સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી છે. અમરોહાના જિલ્લા અધિકારી રાજેશ ત્યાગીએ જણાવ્યુ કે મોહમ્મદ શમીના ગામ સહસપુર અલીનગર પહોંચી હતી. આ મુલાકાત પાછળનો ઉદ્દેશ્ય જણાવવામાં આવ્યો કે શમીની જેમ તેમના ગામના અન્ય લોકોને પ્રેરણા મળી રહે આથી ગામમાં એક નાનુ સ્ટેડિયમ અને ઓપન જીમ બનાવવામાં આવશે. તેના માટેની જમીનની ચકાસણી માટે અધિકારીઓએ તેમના ગામની મુલાકાત પણ લીધી હતી. અમરોહામાં 17 એકર જમીનમાં સ્ટેડિયમ બનાવવામાં આવશે.
જિલ્લાધિકારી બોલ્યા 20 મીની સ્ટેડિયમ બનાવવાના હતા નિર્દેશ
જિલ્લાધિકારીએ જણાવ્યુ કે મોહમ્મદ શમીના ગામ સહસપુર અલીનગર માં મીની સ્ટેડિયમ બનાવવાની પ્રપોઝલ પ્રશાસનને મોકલવામાં આવી છે. ગામમાં ઓપન જીમ બનાવવા અંગેનો પણ પ્રસ્તાવ રજૂ કરાયો છે જેના માટે ત્યાં પૂરતી જમીન પણ ઉપલબ્ધ છે. પ્રશાસન દ્વારા 20 મીની સ્ટેડિયમ બનાવવાના નિર્દેશ હતા. જેમા જનપદ અમરોહાનુ પણ મીની સ્ટેડિયમ હતુ. જે નક્કી થઈ ગયુ છે.
ન્યુઝીલેન્ડ સામેની સેમિફાઈનલમાં શમીએ ઝટકી સાત વિકેટ
આપને જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ બુધવારે ન્યુઝીલેન્ડ સામેની વિશ્વકપની સેમિફાઈનલ મેચમાં 7 વિકેટ લઈ ભારતને જ્વલંત સફળતા અપાવી હતી. આ મેચમાં તેઓ વન ડે ક્રિકેટમાં ચોથીવાર ઉપરાછાપરી 5 વિકેટ લેનારા બોલર બની ગયા છે. આ ઉપરાંત તેમના નામે વધુ એક રેકોર્ડ પણ બન્યો છે. વર્લ્ડ કપ 2023માં 50 વિકેટ લેનારા તેઓ પ્રથમ ભારતીય બોલર પણ બની ગયા છે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની પ્રેકટિસ જર્સીના રંગ પર ભડક્યા મમતા બેનર્જી, તમામ ચીજોનું ભગવાકરણ કરી રહી છે સરકાર
શમીના ગામ અલીપુરમાં બનશે ક્રિકેટ એકેડમી
શમીના ભાઈના જણાવ્યા મુજબ શમીએ તેના ગામના યુવાનો માટે સ્ટેડિયમ બનાવવાનુ શરૂ કર્યુ છે. શમીનું એવુ આયોજન છે કે ગામડાના બાળકોને પણ ક્રિકેટ રમવા માટેની તમામ સવલતો મળી રહેવી જોઈએ. શમીની ઈચ્છા છે કે તેમના ગામના બાળકો પણ ક્રિકેટમાં આગળ આવે અને તેઓ ક્રિકેટને કારકિર્દી તરીકે પસંદ કરે. પોતાના ગામના બાળકો માટે શમીએ જમીન લીધી છે અને ત્યા મેદાન બનાવવામાં આવ્યુ છે, શમી જ્યારે જ્યારે તેના ફ્રી સમયમાં ગામમાં આવે છે ત્યારે તે ત્યાં પ્રેકટિસ માટે જાય છે.