MNCએ કાશ્મીરના કર્મચારીઓને આપી નોટિસ, બચાવ માટે આગળ આવી સરકાર

કલમ 370 હટાવ્યા પછી ઘાટીમાં લોકોને આર્થિક નુકસાન પણ સહન કરવુ પડી રહ્યું છે. ત્યારે એક મલ્ટિનેશનલ કંપનીએ નુકસાનને લીધે તેમના 70 કર્મચારીઓને નોટિસ આપી દીધી. આ લોકો પર નોકરી જવાની તલવાર લટકતી જોઈને કાશ્મીરનું તંત્ર મદદ માટે આગળ આવ્યું છે. AEGIS નામની મલ્ટિનેશનલ કંપની, જે કસ્ટમર એક્સપિરિયન્સ મેનેજમેન્ટ આપતી બિઝનેસ સર્વિસ પ્રોવાઈડર છે. આ […]

MNCએ કાશ્મીરના કર્મચારીઓને આપી નોટિસ, બચાવ માટે આગળ આવી સરકાર
Follow Us:
| Updated on: Aug 19, 2019 | 3:11 PM

કલમ 370 હટાવ્યા પછી ઘાટીમાં લોકોને આર્થિક નુકસાન પણ સહન કરવુ પડી રહ્યું છે. ત્યારે એક મલ્ટિનેશનલ કંપનીએ નુકસાનને લીધે તેમના 70 કર્મચારીઓને નોટિસ આપી દીધી. આ લોકો પર નોકરી જવાની તલવાર લટકતી જોઈને કાશ્મીરનું તંત્ર મદદ માટે આગળ આવ્યું છે.

AEGIS નામની મલ્ટિનેશનલ કંપની, જે કસ્ટમર એક્સપિરિયન્સ મેનેજમેન્ટ આપતી બિઝનેસ સર્વિસ પ્રોવાઈડર છે. આ કંપનીએ તેમના શ્રીનગર સ્થિત BPO બંધ કરવાનો નિર્ણય લીધો. તેની સાથે જ 70 કર્મચારીઓને પણ નોટિસ આપવામાં આવી. ઘાટીમાં મોટાભાગના બિઝનેસ 5 ઓગસ્ટથી બંધ થયા છે. જ્યારે જમ્મૂ-કાશ્મીર રાજ્યને પુનર્ગઠન કરીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાન તરફથી આતંકી ખબરોને જોતા સરકારે ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા, જેમાં લોકોના આવવા-જવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો. સાથે જ મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી. તેના પરિણામે એજિસના એકમાત્ર કસ્ટરમર વોડાફોનના કોલ 1 લાખથી ઘટીને 10 હજાર પર આવી ગયા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એજિસે તેમના 70 કર્મચારીઓને નોટિસ આપી નોકરી ખત્મ કરવાની જાહેરાત કરી. આ સમાચાર પછી કાશ્મીરી તંત્ર ડી.સી. શ્રીનગર ડૉક્ટર શાહિદ ઈકબાલ ચૌધરીએ મામલામાં હસ્તક્ષેપ કર્યો. શનિવારે તેઓ એજિસના અધિકારીઓ અને કર્મચારીઓને મળ્યા અને તેમને 3 મહિનાનો બેલઆઉટ આપવાનો પ્રસ્તાવ આપ્યો. ચૌધરીએ જણાવ્યું કે ગવર્નર સત્યપાલ સિંહ મલિકે તમામ કર્મચારીઓ માટે 3 મહિનાના પગારની વ્યવસ્થા કરવા માટે જાહેરાત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શ્રીનગરના ડી.સી.શાહિદ ચૌધરી ઘાટીમાં IT સેક્ટર વધારવા માટે જાણીતા છે. બાંદીપોરામાં ડી.સી. રહેવા દરમિયાન ચૌધરીએ રાજ્યનું પ્રથમ BPO સેટઅપ કરવામાં ખુબ મદદ કરી હતી. તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યુ હતું.

[yop_poll id=”1″]

બાંદીપોરાના મોડલથી પ્રભાવિત થઈને વડાપ્રધાન મોદીએ અન્ય 21 જિલ્લામાં પણ આ મોડલ પર કામ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે ફંડ આપીને તમામ જિલ્લામાં આવા BPO બનાવવાની જાહેરાત કરી. કાશ્મીરમાં બિઝનેસના નિષ્ણાંતોનું માનવું છે કે ઘાટીમાં અંગ્રેજી બોલનારા યુવકોની સંખ્યા ખુબ છે. ત્યારે IT સેક્ટરને ખુબ વધારો મળી શકે છે. ઓક્ટોબરમાં યોજાનારી રાજ્યની પ્રથમ ઈન્વેસ્ટર સમિટમાં BPOમાં રોકાણ વધારવાની મોટી યોજના છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">