AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“મુસ્લિમોને મિટાવનારા ખુદ માટીમાં મળી ગયા…. પરંતુ ઈસ્લામ જીવંત છે, મુસ્લિમો કયામત સુધી જીવિત રહેશે…” મૌલાના મદનીનું ઉશ્કેરણીજનક નિવેદન

ઉત્તરપ્રદેશના મુસ્લિમ નેતા મૌલાના અરશદ મદનીએ એક એવુ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યુ છે કે તેનાથી વિવાદ છેડાયો છે. મદનીએ એક તકરીર દરમિયાન ઘરવાપસીના મુદ્દે એક ભડકાઉ નિવેદન આપ્યુ છે.

મુસ્લિમોને મિટાવનારા ખુદ માટીમાં મળી ગયા.... પરંતુ ઈસ્લામ જીવંત છે, મુસ્લિમો કયામત સુધી જીવિત રહેશે... મૌલાના મદનીનું ઉશ્કેરણીજનક નિવેદન
| Updated on: Feb 19, 2026 | 2:19 PM
Share

ઉત્તરપ્રદેશના મુસ્લિમ નેતા મૌલાના અરશદ મદનીએ મુસ્લિમોની ઘરવાપસીનો મુદ્દો મજબુતાઈથી ઉઠાવ્યો છે. તેમણે કથિત રીતે 20 કરોડ મુસ્લિમોની ઘરવાપસી કરાવવાનો દાવો કર્યો અને 6 કરોડ ખ્રિસ્તીઓની પણ ઘરવાપસી કરાવવાનો દાવો કર્યો. જમિયત ઉલમા-એ-હિંદના અધ્યક્ષ અને દારૂલ ઉલુમ દેવબંધના પ્રિન્સીપલ મૌલાના અરશદ મદનીએ તકરીર દરમિયાન ભડકાઉ નિવેદન આપતા કહ્યુ કે આ પ્રકારની વાતો કરનારા શું વિચારે છે? એવુ લાગે છે જાણે હિંદુવાદી સંગઠનોએ જ પોતાની માનુ દૂધ પીધુ છે. આપણે નથી પીધુ. તકરીર દરમિયાનના તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

શું બોલ્યા મૌલાના અરશદ મદની ?

જમીયત ઉલમા-એ-હિંદના અધ્યક્ષે યુનિટી કોન્ફરન્સમાં કહ્યુ કે જે વાતો 70 વર્ષોમાં કોઈ કહેનારા કોઈ પેદા નહોંતુ થયુ, તે આજે કહેવામાં આવી રહી છે. એવુ કહેવાય રહ્યુ છે કે 20 કરોડ મુસ્લિમોની ‘ઘરવાપસી’ કરાવવામાં આવશે. 6 કરોડ ઈસાઈઓની ઘર વાપસી કરાવશે. તેમના કહેવાનો મતલબ છે કે 20 કરોડ મુસ્લિમો અને 6 કરોડ ઈસાઈઓને હિંદુ બનાવશે. એવુ લાગે છે જાણે તેમણે જ પોતાની માનુ દૂધ પીધુ હશે. બાકી કોઈએ નહીં પીધુ હોય. સત્ય એ છે કે દરેક અવાજ જે દેશને તબાહી, બર્બાદી , અશાંતિ અને આપસી દુશ્મની તરફ લઈ જશે, તે દેશ પ્રતિ વફાદાર અવાજ ન હોઈ શકે.

મૌલાના મદનીએ કહ્યુ કે આજે દેશની અંદર નફરતની આગ ભડકાવવામાં આવી રહી છે. હત્યા-હિંસાનો માહોલ બનેલો છે. ધોળા દિવસે લિંચિંગ જેવી ઘટનાઓ બની રહી છે. ગાયના નામે બેકસૂરોને મોતને ઘાટ ઉતારાઈ રહ્યા છે. આ તમામ વચ્ચે સરકારે મૌન સેવી રાખેલુ છે. તેમ છતા આ લોકો એવુ એલાન કરતા ફરી રહ્યા છે કે આ દેશમાં એ જ રહેશે, જે તેમની વિચારધારા પ્રમાણે ચાલશે.

બંધારણના ઉલ્લંઘનની વાત

મૌલાના મદનીએ કહ્યુ કે આ પ્રકારની વિચારધારા માત્ર ભારતીય બંધારણનો જ સીધો ભંગ નથી પરંતુ દેશની અખંડતા, એક્તા અને શાંતિ માટે પણ ઘણી ખતરનાક છે. તેમણે કહ્યુ જમીયત-ઉલમા-એ-હિંદ શરૂથી એવી સાંપ્રદાયિક અને નફરત ફેલાવનારી વિચારધારાની ઘુર વિરોધી રહી છે. જ્યાં સુધી આ સંગઠન રહેશે, તેનો વિરોધ કરતુ રહેશે. તેમણે કહ્યુ કે મુસ્લિમો જીવિત છે અને પોતાના ધર્મ પર જીવંત રહેશે. મુસ્લિમોને મિટાવનારાઓ ખુદ માટીમાં મળી ગયા. પરંતુ ઈસ્લામ જીવંત છે, મુસ્લિમો કયામત સુધી જીવિત રહેશે.

ધર્મ નિરપેક્ષ બંધારણની વકીલાત

મૌલાના અરશદ મદનીએ કહ્યુ કે આ દેશમાં શાંતિ, ભાઈચારો અને આપસી સદ્દભાવ માત્ર ધર્મનિરપેક્ષ બંધારણની છાયામાં જ સંભવ છે. યાદ રાખો ધર્મના નામ પર કોઈપણ પ્રકારની હિંસા સ્વીકાર્ય નથી. દરેક ધર્મ માનવતા, સહિષ્ણુતા, પ્રેમ અને એક્તાનો સંદેશ આપે છે. આથી જે લોકો ધર્મનો ઉપયોગ નફરત અને હિંસા ફેલાવવા માટે કરે છે, તે તેમના ધર્મના સાચા અનુયાયી ન હોઈ શકે. આપણે દરેક સ્તરે આવા લોકોની નિંદા અને વિરોધ કરવો જોઈએ.

અડધી રાત્રે ઈન્દિરા ગાંધીએ જ્યારે પોતાની પુત્રવધુને કહ્યુ “આ તારા પતિનું નહીં દેશના વડાપ્રધાનનું નિવાસસ્થાન છે, અત્યારે જ આ ઘરની બહાર નીકળ…”

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">