AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangal Pandey :દેશના પ્રથમ ક્રાંતિકારી મંગલ પાંડેની આજે 194મી જન્મજયંતિ, જાણો આ સ્વતંત્રતા સેનાની વિશેની ખાસ વાત

દેશના પ્રથમ ક્રાંતિકારી મંગલ પાંડેની આજે 194મી જન્મજયંતિ છે. મંગલ પાંડેએ 1857ના વિપ્લવમાં મહત્વની ભુમિકા ભજવી હતી. તેઓએ દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું અને દેશવાસીઓને સ્વતંત્રતા સંગ્રામમાં આગળ આવવા માટે પ્રેરણા આપી હતી.

Mangal Pandey :દેશના પ્રથમ ક્રાંતિકારી મંગલ પાંડેની આજે 194મી જન્મજયંતિ, જાણો આ સ્વતંત્રતા સેનાની વિશેની ખાસ વાત
Mangal Pandey (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 12:20 PM
Share

આજે (19 જુલાઈ)એ દેશનાં પ્રથમ ક્રાંતિકારી (The first revolutionary)મંગલ પાંડેની 194મી જન્મજયંતિ છે.ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન,ભારતીયોની હિંમત વધારવા માટે તેમણે પ્રથમ વાર”મારો ફિરંગીઓને” નારો આપ્યો હતો. મંગલ પાંડેએ દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું અને દેશવાસીઓને સ્વતંત્રતા સંગ્રામમાં આગળ આવવા માટે પ્રેરણા આપી હતી.

1857 ના વિપલ્વમાં મંગલપાંડેની મહત્વની ભુમિકા

મંગલ પાંડેએ 29 માર્ચ 1857 ના રોજ અંગ્રેજો સામે મોરચો માંડ્યો હતો. આ સંગ્રામ દરમિયાન તેને લાગ્યું કે,યુરોપિયન સૈનિકો ભારતીય સૈનિકોને મારવા આવી રહ્યા છે, ત્યારે તેમણે કલકત્તા નજીક બેરેકક પરેડ ગ્રાઉન્ડ ખાતે બ્રિટિશ રેજિમેન્ટ (British regiment)અધિકારી પર હુમલો કર્યો હતો. મંગલ પાંડેની ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં સૈનિક તરીકે ભરતી કરવામાં આવી હતી. પરંતુ,બાદમાં તેમણે બ્રિટીશ અધિકારીઓના ભારતીયો પર થયેલા અત્યાચારો જોઈને બ્રિટિશરો સામે લડવાનું નક્કી કર્યું હતું.

મંગલ પાંડેએ કરેલા બળવાનું કારણ

મંગલ પાંડેની ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં (East India Company) સૈનિક તરીકે ભરતી કરવામાં આવી હતી.પરંતુ, ભારતીય સૈનિકો પર બ્રિટિશ અધિકારીઓ દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. અને  ભારતીય સૈનિકોને આ એનફિલ્ડ બંદૂકો આપવામાં આવી હતી. આ નવી એનફિલ્ડ બંદૂકના બેરલમાં, દારૂગોળો અને કારતૂસ ભરવાના હોય છે તે સમયે ભારતીય સૈનિકોમાં એક અફવા ફેલાઈ હતી કે,કારતૂસની ચરબી ડુક્કર અને ગાયના માંસમાંથી બનાવવામાં આવી હતી.

આ બંદૂકો ભારતીય સૈનિકોને 9 ફેબ્રુઆરી 1857માં આપવામાં આવી હતી. જ્યારે આ બંદુકનો ઉપયોગ કરવાની મંગલ પાંડેએ મનાઈ કરી હતી. તેને સૈન્યમાંથી હટાવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જો કે તે જ સમયે મંગલ પાંડેએ બ્રિટીશ અધિકારી હેરસી(British officer Hershey)  તેની તરફ આવતા હતા ત્યારે તેમણે તેના પર હુમલો કર્યો હતો.

મંગલપાંડેને ફાંસી આપ્યા બાદ, સમગ્ર ઉત્તર ભારતમાં બળવો થયો

મંગલપાંડેને ફાંસી આપ્યા બાદ, સમગ્ર ઉત્તર ભારતમાં(North India)  બળવો થયો હતો. ઇતિહાસકારોનું કહેવું છે કે,આ બળવો એટલો ઝડપથી ફેલાયો હતો કે મંગલ પાંડેને 18 એપ્રિલના રોજ ફાંસી આપવામાં આવે તેના 10 દિવસ પહેલા જ સમગ્ર ઉત્તર ભારતમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. જ્યારે,બેરકપોર છાવણીના તમામને બ્રિટીશરો દ્વારા ફાંસી આપવાનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે, જલ્લાદીઓએ મંગલ પાંડેને ફાંસી આપવાની ના પાડી હતી.

મંગલ પાંડે

અમર શહીદ મંગલ પાંડેનો(Mangal Pandey) જન્મ 19 જુલાઈ 1827ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લારમાં થયો હતો. તેમના પિતાનું નામ દિવાકર પાંડે અને માતાનું નામ અભય રાની હતું. તેમ છતાં, ઘણા ઇતિહાસકારોએ જણાવ્યું છે કે તેનો જન્મ ફૈઝાબાદ જિલ્લાના અકબરપુર તહસીલના સુહુરપુર ગામમાં થયો હતો. તેઓ 1849 માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં જોડાયા હતા. તેઓ 1857 વિપ્લવમાં મહત્વની ભુમિકા હતી.ઉલ્લેખનીય છે કે, 2005માં મંગલપાંડે પર “મંગલ પાંડે ધ રાઈઝીંગ સ્ટાર” (Mangal pandey -The Rising Star) ફિલ્મ બની હતી, જેમાં આમિર ખાન(Aamir Khan) મંગલપાંડેની ભુમિકા કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Modi Cabinet: મોદી સરકારનાં આ મંત્રીના માતા-પિતા કરે છે ખેતી કામ, પુત્ર કેન્દ્રીય મંત્રી હોવા છતાં નથી કોઈ અભિમાન

આ પણ વાંચો: Breaking News: સિદ્ધુને પંજાબ કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ બનાવાયા બાદ કેપ્ટન અમરિંદરે બોલાવી પોતાના ખાસ લોકોની બેઠક

g clip-path="url(#clip0_868_265)">