AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સિદ્ધુને પંજાબ કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ બનાવાયા બાદ કેપ્ટન અમરિંદરે બોલાવી પોતાના ખાસ લોકોની બેઠક

મળતી માહિતિ પ્રમાણે તેમણે પણ પોતાના નજદીકી લોકોની બેઠક બોલાવી હોવાનું બહાર આવતા કોંગ્રેસમાં ફરી એકવાર રાજકીય પાણીપતનાં સંજોગો સર્જાઈ શકે છે

Breaking News: સિદ્ધુને પંજાબ કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ બનાવાયા બાદ કેપ્ટન અમરિંદરે બોલાવી પોતાના ખાસ લોકોની બેઠક
Capt Amarinder calls special meeting of his people after Sidhu was made state president of Punjab Congress (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 9:46 AM
Share

Breaking News: પંજાબ(Punjab)માં રાજકીય ઘમસાણ (Political Battle)હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. સિદ્ધુ(Siddhu)ને પંજાબ કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ(Punjab Congress President)નો તાજ પહેરાવાયા બાદ લાગી રહ્યું છે કે સીએમ કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrinder Singh) નારાજ લાગી રહ્યા છે. મળતી માહિતિ પ્રમાણે તેમણે પણ પોતાના નજદીકી લોકોની બેઠક બોલાવી હોવાનું બહાર આવતા કોંગ્રેસમાં ફરી એકવાર રાજકીય પાણીપતનાં સંજોગો સર્જાઈ શકે છે.

નવા નિયુક્ત પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ રવિવારે ગુરુદ્વારા શ્રી દુખ્નીવરન સાહેબમાં નમાઝ પઢી હતી. મુખ્યપ્રધાન અમરિંદરસિંહે અઠવાડિયાની જહેમત અને કડક વિરોધ  વચ્ચે પણ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ સંગતસિંહ ગિલઝિયન, સુખવિંદર સિંહ ડેની, પવન ગોયલ અને કુલજીતસિંહ નાગરાને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે. આ નિર્ણય અનેક તબક્કાની બેઠકો પછી આવ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર અમરિંદર સિંહ અને સિંધુ સાથે કોંગ્રેસ હાઈકમાન્ડ વચ્ચે થયેલી અનેક રાઉન્ડ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમરિંદરસિંહે શુક્રવારે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ (પીસીસી) ના વડા તરીકે સિદ્ધુની સંભવિત નિમણૂક અંગે આશંકા વ્યક્ત કરી હતી. પંજાબના પ્રભારી કોંગ્રેસના મહાસચિવ હરીશ રાવત, 17 જુલાઇએ અમરિંદર સિંહને મોહાલીમાં મળ્યા.

બાદમાં તેમણે કહ્યું કે અમરિંદરસિંહે તેમને ખાતરી આપી છે કે તેઓ પાર્ટી હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવેલા કોઈપણ નિર્ણયનો આદર કરશે. જોકે રાવતે પુનરોચ્ચાર કર્યો કે અમરિંદર સિંહ આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે પાર્ટીના મુખ્ય પ્રધાનપદનાં દાવેદાર રહેશે કારણ કે તેમના શાસનથી રાજ્યના લોકોએ પ્રશંસા મેળવી છે.

g clip-path="url(#clip0_868_265)">