ગુજરાતમાં 20 અને 21 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી, 35થી 40 પ્રતિ કિમી કલાકની ઝડપે પવન ફુંકાશે

હવામાન વિભાગની (Meteorological department) આશંકા અનુસાર ગુજરાતમાં માવઠાની આશંકા વ્યકત કરવામાં આવી છે. રાજ્યમાં 20 અને 21મી એપ્રિલે કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે 35થી 40 પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

ગુજરાતમાં 20 અને 21 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી, 35થી 40 પ્રતિ કિમી કલાકની ઝડપે પવન ફુંકાશે
Symbolic Image
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 18, 2022 | 5:34 PM

એક તરફ ગુજરાતમાં (Gujarat) ઉનાળાની (Summer 2022) આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ ઉનાળાની ગરમી વચ્ચે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હીટવેવની આગાહી વચ્ચે કમોમસી વરસાદ પણ પડી શકે છે. આગામી અમુક દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો ગગડી શકે છે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal rains) પડશે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક બગડવાની શક્યતા પણ હવામાન વિભાગે દર્શાવી છે.

હવામાન વિભાગની આશંકા અનુસાર ગુજરાતમાં માવઠાની આશંકા વ્યકત કરવામાં આવી છે. રાજ્યમાં 20 અને 21મી એપ્રિલે કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે 35થી 40 પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. 20 એપ્રિલે અમદાવાદ,ગાંધીનગર,બનાસકાંઠા, દાહોદ, વડોદરા, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો 21 એપ્રિલે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી,ભાવનગર, જૂનાગઢ, દીવ સહિતના જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા છે. એક તરફ સામાન્ય જનતાને પારો નીચે જતા ગરમીના પ્રકોપથી રાહત મળી શકે છે. પરંતુ ખેડૂતો જ્યાં ઉનાળું પાક માટે રોપણી કરી ચૂક્યાં છે અને યોગ્ય સમયે પુરતું પિયત નથી રહ્યું. ત્યારે આ માવઠું ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ ઊભુ કરશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડર સ્ટોર્મ રહેશે. તો કંડલા માં 24 કલાક દરમ્યાન હીટવેવ ની આગાહી કરાઈ છે. જોકે અન્ય સ્થળે કોઈ હીટવેવની આગાહી નહિ હોવાના કારણે તે એક સારા સમાચાર ગણી શકાય.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઠંડર સ્ટોર્મની એક્ટિવિટીનો અનુભવ થશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડર સ્ટોર્મની અસર રહેશે. ઠંડર સ્ટોર્મમાં 35 થી 40 કિલો મીટર સ્પીડે પવન ફૂંકાશે. જેથી ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગરમીમાં આંશિક મળશે રાહત. જોકે બાદમાં ગરમીના પારામાં વધારો થઈ શકે છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

મહત્વનું છે કે આકાશમાંથી સતત વરસી રહેલી અગન વર્ષા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ હીટવેવનું જોર વધતાં ગરમીનો પારો 42 ડિગ્રી કે તેથી વધુ નોંધાવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા ગરમીથી બચવા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ લોકોને પાણી વધુ પીવાની અને સુતરાઉ કપડા પહેરવા જણાવાયુ છે. જેથી ગરમીથી બચી શકાય.

આ પણ વાંચો-Surat: સ્માર્ટ સિટી સમિટને લઈને મનપા સજ્જ, સમિટમાં ગુજરાતની ઝાંખી જોવા મળશે, લારી-ગલ્લાના દબાણો 5 દિવસ બંધ કરાવડાવ્યા

આ પણ વાંચો-Ahmedabad: હત્યાનો પ્રયાસ લાઈવ સીસીટીવીમાં થયો કેદ, પોલીસે આરોપી કરી ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">