લંડનમાં બેનામી સંપતિના મામલે રોબર્ટ વાડ્રની પૂછપરછ, પ્રિયંકા ગાંધી પણ સાથે પહોંચ્યા હતા, આવો છે સમગ્ર મામલો
મની લોન્ડ્રિંગ કેસ બાદ વિવાદોમાં ઘેરાએલા રોબર્ટ વાડ્રાની EDએ આજે ફરી એક વખત પુછપરછ કરી છે. રોબર્ટ વાડ્રાને સવારે 10.30 કલાકનો સમય આપ્યો હતો. જે સમય અનુસાર વાડ્રા EDની મુખ્ય ઓફિસે પત્ની પ્રિયંકા વાડ્રા સાથે પહોંચ્યા હતા. EDનું માનવું છે કે વાડ્રાએ ઈન્કમટેક્સથી બચવા લંડનમાં બેનામી સંપતી ખરીદી હતી. જેની કિંમત 19 લાખ પાઉન્ડ થાય […]
મની લોન્ડ્રિંગ કેસ બાદ વિવાદોમાં ઘેરાએલા રોબર્ટ વાડ્રાની EDએ આજે ફરી એક વખત પુછપરછ કરી છે. રોબર્ટ વાડ્રાને સવારે 10.30 કલાકનો સમય આપ્યો હતો. જે સમય અનુસાર વાડ્રા EDની મુખ્ય ઓફિસે પત્ની પ્રિયંકા વાડ્રા સાથે પહોંચ્યા હતા. EDનું માનવું છે કે વાડ્રાએ ઈન્કમટેક્સથી બચવા લંડનમાં બેનામી સંપતી ખરીદી હતી. જેની કિંમત 19 લાખ પાઉન્ડ થાય છે. આ ઉપરાંત વધુ કેટલીક સંપતિઓ પણ રડારમાં હોવાથી ED આ દિશામાં જીણવટભેર તપાસ હાથ ધરી છે. ED દાવો કરે છે કે, આ કેસ સંદર્ભે તેમની પાસે પુરતા પુરાવાઓ છે. જેમાં કાળાનાણાનો ઉપયોગ થયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ ઉદ્યોગજગતમાંથી આ તમામ દિગ્ગજો PM મોદીની શપથવિધિમાં હાજરી નોંધાવશે
રોબર્ટ વાડ્રા ED સમક્ષ હાજર થયા તે પહેલા તેમણે એક પોસ્ટ ફેસબુક પર શેર કરી હતી. જેમાં તેમણે ઉલ્લેખ કરતા જણાવ્યું કે, હું ભારતીય ન્યાયપાલીકા ઉપર વિશ્વાસ બનાવી રાખવા પર અડગ છું. મારી સામે જે કાનૂની કાર્યવાહી થશે તેનું પાલન કરવા પણ સહમત છું. અત્યાર સુધી હું 11 વખત ED સમક્ષ હાજર રહ્યો છું. જેમાં 70 કલાકનો સમય મે પૂછપરછ પાછળ આપ્યો છે. મારા પર લાગેલા આરોપોને ખોટા સાબીત કરવા હું અંતિમ ક્ષણ સુધી પૂછપરછમાં આગળ પણ સહયોગ આપતો રહીશ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]