Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તરાખંડમાં બમ્પર રોકાણ, CM પુષ્કર સિંહ ધામીએ લંડનમાં કર્યા 4800 કરોડના કરાર

London News: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ (Cm Pushkar Dhami) કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આયોજિત G20 સમિટના સફળ આયોજનથી બ્રિટન અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબૂત થયા છે. લંડનમાં ધામીએ કહ્યું છે કે ડિસેમ્બરમાં આયોજિત થનાર ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં 2.5 લાખ કરોડ રૂપિયાના રોકાણનો લક્ષ્યાંક છે.

ઉત્તરાખંડમાં બમ્પર રોકાણ, CM પુષ્કર સિંહ ધામીએ લંડનમાં કર્યા 4800 કરોડના કરાર
Cm Pushkar Dhami
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 10:17 PM

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (Cm Pushkar Dhami) આ દિવસોમાં રાજ્યમાં રોકાણ માટે દેશ-વિદેશમાંથી મોટી બેઠકો યોજી રહ્યા છે. આ સંબંધમાં તેમને લંડનમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ માટે વિદેશી ઔદ્યોગિક ગૃહો સાથે બેઠકો યોજી હતી. રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ માટેના મુખ્યમંત્રીએ રોડ શોમાં પણ ભાગ લીધો હતો. તેમને વિવિધ કંપનીઓ સાથે રૂ. 4800 કરોડના રોકાણના એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

ઔદ્યોગિક જૂથ કયાન જેટ સાથે રૂ. 3800 કરોડના રોકાણના બે અલગ-અલગ એમઓયુ અને ઉષા બ્રેકો સાથે રૂ. 1000 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જ્યારે કેયાન જેટ દ્વારા ઉત્તરાખંડમાં સ્કીઈંગ રિસોર્ટ વિકસાવવા માટે રૂ. 2100 કરોડના રોકાણના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને કેબલ કાર પ્રોજેક્ટ માટે રૂ. 1700 કરોડના રોકાણના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જ્યારે કેયાન જેટ દ્વારા ઓલી, દયારા બુગ્યાલ અને મુન્સિયારીમાં સ્કીઈંગ રિસોર્ટ પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે કરાર કરવામાં આવ્યો હતો.

Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ
"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી
Solar AC: ઉનાળામાં સવારથી સાંજ સુધી ચાલશે સોલાર AC, નહીં આવે વીજળીનું બિલ વધારે
શા માટે વારંવાર નિષ્ફળ જાય છે IVF?
IPL ટીમનો કોચ દારૂ વેચી કરે છે કરોડોની કમાણી
આ 5 વસ્તુઓ તમારા પર્સમાં રાખો, ક્યારેય પૈસાની કમી નહીં થાય!

80 ઔદ્યોગિક ગૃહોએ લીધો ભાગ

વિદેશી ઉદ્યોગકારો સાથેની બેઠક દરમિયાન, રોપ-વે ક્ષેત્રે અગ્રણી ઉષા બ્રેકો લિમિટેડ સાથે હરિદ્વાર અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં રોપ-વે વિકસાવવા માટે સંમતિ બની. લંડનમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં શિક્ષણ, પ્રવાસન, આઈટી અને આરોગ્ય ક્ષેત્રે સંબંધિત 80 ઔદ્યોગિક ગૃહોએ ભાગ લીધો હતો.

પ્રતિનિધિઓએ ઈન્ડિયા હાઉસ અને સંસદ ભવન પણ મુલાકાત લીધી હતી. બ્રિટિશ સંસદના સભ્યો સાથે ચર્ચા કરી. ટૂર અને ટ્રાવેલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી મોટી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં વધુ સારી ટ્રાન્સપોર્ટેશન ટેક્નોલોજી અંગે મંતવ્યો શેર કર્યા.

ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ માટે આમંત્રણ

આ બેઠકો દરમિયાન મુખ્યમંત્રી ધામીએ તમામ રોકાણકારોને આગામી ડિસેમ્બર મહિનામાં આયોજિત થનારી ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટમાં ભાગ લેવા ઉત્તરાખંડ આવવા આમંત્રણ આપ્યું હતું. પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે રાજ્ય સરકાર ઉત્તરાખંડને ગ્લોબલ ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવા માટે સતત કામ કરી રહી છે. ઉત્તરાખંડમાં વેલનેસ ટુરિઝમ અને વિલેજ ટુરિઝમ જેવી ઘણી શક્યતાઓ છે.

ઉત્તરાખંડમાં છે વૈશ્વિક યોગ કેન્દ્ર

તેમને કહ્યું કે ઉત્તરાખંડના ઋષિકેશને યોગ અને આધ્યાત્મિકતાની વૈશ્વિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. યુરોપથી લઈને અન્ય દેશોમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં દર વર્ષે યોગ અને આધ્યાત્મિકતા માટે ઉત્તરાખંડ જાય છે. ધામીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ઋષિકેશ તેમજ અન્ય સ્થળોએ વિશ્વસ્તરીય કન્વેયન્સ સેન્ટર સ્થાપવા માટે રોકાણકારો સાથે વાત કરી રહી છે.

આ પણ વાંચો: Ayodhya Ram Mandir: રામમંદિરના ગર્ભગૃહ અને પ્રથમ માળનું ફ્લોરિંગનું કામ પૂર્ણ, જાણો કેટલુ કામ છે બાકી

આ દરમિયાન ભારતીય હાઈ કમિશનર મહામહિમ વિક્રમ દોરાઈસ્વામીએ ઉત્તરાખંડ સરકારની વિકાસલક્ષી નીતિઓની પ્રશંસા કરી હતી. તેમને કહ્યું કે ઉત્તરાખંડ દેશની રાષ્ટ્રીય રાજધાનીથી અમુક અંતરે હોવાને કારણે, દિલ્હી એનસીઆરમાં રહેતા લોકો માટે વીકેન્ડ ડેસ્ટિનેશનના સ્થળ તરીકે વિકસિત થયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીના સચિવ ડો. આર. મીનાક્ષી સુંદરમ, ઉદ્યોગ સચિવ વિનય શંકર પાંડે, મહાનિર્દેશક ઉદ્યોગ રોહિત મીના, સ્થાનિક કમિશનર અજય મિશ્રા અને પ્રતિનિધિમંડળના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
g clip-path="url(#clip0_868_265)">