લોકસભા ચૂંટણી: અમિત શાહ અને જેપી નડ્ડા આજે ભાજપના ચૂંટણી પ્રભારીઓ સાથે કરશે ચર્ચા, શું છે બેઠકનો મહત્વનો એજન્ડા?

ભાજપને ત્રીજી વખત NDA સરકાર બનાવાનો વિશ્વાસ છે. આ કડીમાં ભાજપમાં ચૂંટણીની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. બેઠકમાં રાજ્યોના ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારી સામેલ થશે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહ ભાજપની ટીમને જીતનો મંત્ર આપશે.

લોકસભા ચૂંટણી: અમિત શાહ અને જેપી નડ્ડા આજે ભાજપના ચૂંટણી પ્રભારીઓ સાથે કરશે ચર્ચા, શું છે બેઠકનો મહત્વનો એજન્ડા?
Follow Us:
| Updated on: Feb 24, 2024 | 8:41 AM

લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ કમર કસી લીધી છે. આજે દિલ્હીમાં પાર્ટીના ચૂંટણી પ્રભારીઓની મહત્વની બેઠક યોજાવવા જઈ રહી છે, જેમાં વડાપ્રધાન મોદીના 400 પ્લસ સીટના ટાર્ગેટને પુરો કરવાની રણનીતિ પર મંથન કરવામાં આવશે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને અમિત શાહ હાજર રહેશે. ભાજપ ચૂંટણી પ્રભારીઓની બેઠક સવારે 10 વાગ્યાથી ભાજપ મુખ્યાલયમાં થશે.

ભાજપને ત્રીજી વખત NDA સરકાર બનાવાનો વિશ્વાસ છે. આ કડીમાં ભાજપમાં ચૂંટણીની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. બેઠકમાં રાજ્યોના ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારી સામેલ થશે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહ ભાજપની ટીમને જીતનો મંત્ર આપશે. બેઠકમાં તમામ રાજ્યોમાં ચલાવવામાં આવતા ચૂંટણી કાર્યક્રમોની સમીક્ષા થશે. તેમાં લોકસભા ચૂંટણીને લઈ કરવામાં આવતા કામો પર પણ ચર્ચા થશે તો આગામી દિવસોમાં પાર્ટીના ચૂંટણી લક્ષ્યોની રૂપરેખા પણ તૈયાર થશે.

ભાજપનો દક્ષિણ ભારતમાં સીટ વધારવાનો પ્લાન

આ વખતે ભાજપે નવી રણનીતિ હેઠળ નબળી સીટો માટે અલગથી રણનીતિ બનાવી છે તો 2019ની ચૂંટણીમાં ઓછા માર્જિનથી હારી ગયેલી સીટો પર પણ ફોક્સ કરવામાં આવ્યું છે. તે સિવાય દક્ષિણ ભારતમાં પણ ભાજપની સીટોને વધારવા માટે પ્લાન તૈયાર કર્યો છે. NDAના ઘટક દળોની સાથે ભાજપના ચૂંટણી અભિયાનને ધાર આપવા માટે ખાસ મુદ્દાઓ પસંદ કરવામાં આવ્યા છે. લાભાર્થી વર્ગને પણ પાર્ટી સાથે જોડવાની યોજના તૈયાર છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

વડાપ્રધાન મોદીએ જાતે ભાજપ માટે 370 પ્લસ અને એનડીએ માટે 400 પાર સીટ જીતવાનો ટાર્ગેટ સેટ કર્યો છે. આગામી લોકસભા ચૂંટણીમાં વધારેમાં વધારે સીટ જીતવા માટે ભાજપે ‘જ્ઞાન’ પર ફોક્સ કર્યુ છે. ‘જ્ઞાન’નો મતલબ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી (મહિલા) છે. ભાજપને કાઉન્ટર કરવા માટે ઈન્ડિયા ગઠબંધન પોતાની રણનીતિ બનાવવામાં લાગ્યુ છે. કોંગ્રેસનું આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધન નક્કી માનવામાં આવી રહ્યું છે, જ્યારે મમતા બેનર્જીની સાથે સ્થિતિ સાફ થઈ રહી નથી. બંને પાર્ટીઓની વચ્ચે હા કે નાની ગેમ રમાઈ રહી છે.

2019 લોકસભા ચૂંટણીમાં એનડીએએ જીતી હતી 353 સીટ

2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએએ 353 સીટ પર જીત મેળવી હતી, જ્યારે યૂપીએ 91 અને અન્યએ 98 સીટ જીતી હતી. મતદાન 11 એપ્રિલથી 19 મેની વચ્ચે સાત ચરણમાં થયુ હતું. ત્યારે મતદાન લગભગ 67 ટકા થયુ હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં લોકસભા ચૂંટણી થશે. ચૂંટણી પંચ માર્ચમાં ચૂંટણીનો શેડ્યુલ જાહેર કરી શકે છે, આ પહેલા રાજકીય પાર્ટીઓએ પોતાની રણનીતિને અંતિમ રૂપ આપવાનું શરૂ કરી દીધુ છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
g clip-path="url(#clip0_868_265)">