AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Blasts : જાણો ક્યારે ક્યારે દેશની રાજધાની વિસ્ફોટોથી હચમચી ગઈ , અનેક લોકોએ જીવ ગુમાવ્યા

દિલ્હીમાં 2011 બાદ ફરી ધમાલ મચી છે. આ ઘટનામાં કુલ 11 લોકોના મૃત્યું થયા છે. મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. હજુ પણ આંકડા વધવાની શક્યતા છે. તો ચાલો જાણીએ દિલ્હીમાં ક્યારે ક્યારે આંતકી બ્લાસ્ટ થયા છે.

Delhi Blasts : જાણો ક્યારે ક્યારે દેશની રાજધાની વિસ્ફોટોથી હચમચી ગઈ , અનેક લોકોએ જીવ ગુમાવ્યા
| Updated on: Nov 11, 2025 | 12:46 PM
Share

દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે જોરદાર ધમાકો થયો છે. આ ઘટનામાં મૃતકોનો આંકડો 11 સુધી પહોંચ્યો છે. તેમજ ઈજાગ્રસ્તોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ધમાકો એટલો ભયાનક હતો કે, આજુબાજુ રહેલી ગાડીઓ બળીને ખાખ થઈ હતી. દિલ્હીમાં 2011 બાદ આ પહેલો ધમાકો છે.જોકે, આ પહેલી વાર નથી જ્યારે દિલ્હી બોમ્બ વિસ્ફોટોથી હચમચી ઉઠ્યું હોય. દિલ્હીમાં પહેલા પણ અનેક આતંકી વિસ્ફોટ થયા છે. આજે અમે આવી કેટલીક ઘટનાઓ વિશે જણાવીશું કે જેમાં દિલ્હીમાં આતંકી વિસ્ટફોટ થયેલા છે.

જાણો દિલ્હી ક્યારે ક્યારે આંતકી વિસ્ફોટથી હચમચ્યું

  • ભારતની રાજધાની તરીકે, દિલ્હી અસંખ્ય આતંકવાદી હુમલાઓ અને બોમ્બ વિસ્ફોટોનું લક્ષ્ય રહ્યું છે. આ ઘટનાઓએ માત્ર શહેરને હચમચાવી નાખ્યું નથી, પરંતુ સમગ્ર દેશની સુરક્ષા પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. અહીં, દિલ્હીમાં થયેલા મોટા બોમ્બ વિસ્ફોટોના લિસ્ટ વિશે જણાવીશું.
  • 1996નું વર્ષ દિલ્હીના ઇતિહાસનો સૌથી ખરાબ રહ્યું, જ્યારે લાજપત નગર બજારમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 13 લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા હતા. એક વર્ષ પછી,1997માં, શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં રાજધાનીને હચમચાવી મૂકવામાં આવી, જેમાં સદર બજાર, કરોલ બાગ, રાણી બાગ, ચાંદની ચોક અને પંજાબી બાગમાં ચાલતી બસોને પણ નિશાન બનાવવામાં આવી હતી.
  • લાલ કિલ્લો ફરી ચર્ચામાં છે. ભૂતકાળમાં પણ આતંકવાદીઓના નિશાના પર રહ્યું છે. ડિસેમ્બર 2000 માં, એક આતંકવાદી સંગઠને લાલ કિલ્લાની અંદર ગોળીબાર કર્યો હતો, જેમાં બે લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ 2001માં સંસદ પર હુમલો થયો હતો.જેમાં નવ સુરક્ષા કર્મચારીઓ અને કર્મચારીઓએ જીવ ગુમાવ્યા હતા.
  • વર્ષ 2005માં દિવાળના બે દિવસ પહેલા પહાડગંજ, સરોજિની નગર અને ગોવિંદપુરીમાં ધમાકો થયો હતો. જેમાં 67થી વધારે લોકોના મૃત્યું થયા હતા અને 200થી વધારે લોકો ઘાયલ થયા હતા.
  • 13 સપ્ટેમ્બર 2008 દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં દિલ્હીના બજારોમાં 5 બોમ્બ વિસ્ફોટ થયા હતા. અંદાજે 33 લોકોના મોત થયા હતા.ત્યારબાદ 27 સપ્ટેમ્બર 2008માં દિલ્હી બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં મહેરૌલી વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ, દિલ્હીના ફૂલ બજારમાં બે બોમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાં 3 લોકોના મૃત્યું થયા હતા
  • દિલ્હીમાં છેલ્લો મોટો આતંકવાદી હુમલો 2011 માં થયો હતો, જ્યારે દિલ્હી હાઈકોર્ટની બહાર એક બ્રીફકેસમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 15 લોકો માર્યા ગયા હતા અને 79 લોકો ઘાયલ થયા હતા.
  • હવે, લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટથી દિલ્હીમાં ફરી એકવાર આતંક ફેલાયો છે. આ ઘટનાએ ભૂતકાળની ભયાનક યાદોને તાજી કરી દીધી છે, જ્યારે આતંકે રાષ્ટ્રની રાજધાનીને હચમચાવી નાખી હતી.

દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઘણા લોકો દિલ્હી અને નવી દિલ્હીને એક જ માને છે, પરંતુ આ બંને જગ્યાઓ સંપૂર્ણપણે અલગ છે.  અહી ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">