Breaking News : પ્રયાગરાજ મહાકુંભે નાવિક પિન્ટુ મહરા ના પરિવારની બદલી જિંદગી, 45 દિવસમાં કરી 30 કરોડની કમાણી
યોગી સરકાર ના 2019 ના કુંભ ના દિવ્ય અને ભવ્ય આયોજન થી કમાણી નો આઈડિયા નાવિક પિન્ટુ મહરાને મળ્યો . આ પરિવારે કુંભ દરમ્યાન 45 દિવસમાં 30 કરોડની કમાણી કરી. કમાણી ના પૈસા જોઈને નાવિક ની મા ની આંખો ભીની થઇ, કહ્યુ - હવે બાળકો ને સારા સ્કૂલ માં ભણાવી શકીશુ.

પ્રયાગરાજ મહાકુંભ ધાર્મિક શ્રદ્ધા અને આધ્યાત્મ સાથે સાથે લાખો લોકો ની જીવિકા અને વ્યવસાય નું મોટું મંચ સાબિત થયું છે. ઓટો ચલાવનારા, ખાણાં-પીણાની દુકાન લગાવનારા થી લઈને નાવ ચલાવનારા લાખો લોકો ની જિંદગી આ મહાકુંભ એ બદલી નાખી. એવા જ એક નાવિક પરિવાર ની સફળતા ની કહાની નો ઉલ્લેખ UP ના CM યોગી આદિત્યનાથ એ વિધાનસભા ના બજેટ સત્ર માં કર્યો છે જે પ્રયાગરાજ નું રહેવાસી છે.
130 નાવ વાળા પરિવાર ની કમાણી 30 કરોડ પ્રયાગરાજ મહાકુંભ ના 45 દિવસ ના અવધિ દરમિયાન અનેક સફળતા ની કહાનીઓ સામે આવી છે, પણ CM યોગી એ મંગળવાર ના રોજ રાજ્ય વિધાનસભા માં જે નાવિક પરિવાર ની સફળતા ની વાત કરી એએ સૌનુ ધ્યાન ખેંચી લીધું. આ પરિવાર એ 45 દિવસ માં 30 કરોડ ની કમાણી કરી. આ નાવિક છે પ્રયાગરાજ ના અરૈલ વિસ્તાર માં રહેવાસી પિન્ટુ મહરા.
ત્રિવેણી કિનારે વસેલા આ ગામ ના પિન્ટુ મહરા ના એક નિર્ણય એ આખા પરિવાર ની જિંદગી બદલી નાખી. મહાકુંભ પૂરો થતો એ સમયે પિન્ટુ કરોડપતિઓ ની પંક્તિ માં સામેલ થઇ ગયો. પિન્ટુ મહરા એ જણાવ્યું કે 2019 ના યોગી સરકાર ના દિવ્ય અને ભવ્ય કુંભ માં નાવ ચલાવી હતી. એજ કુંભ થી એના અંદાજા થઈ ગયા હતા કે આ વખતે ના મહાકુંભ માં શ્રદ્ધાળુઓ નો ભીડ ભારે સંખ્યામાં આવશે. આથી મહાકુંભ પહેલા એના આખા પરિવાર માટે 70 નાવ ખરીદી. પહેલા થી તેના 100 થી વધારે સભ્યો વાળા પરિવાર પાસે 60 નાવ હતી. આ રીતે એ 130 નાવ ઓ ને મહાકુંભ માં ઉતારીને પરિવાર ને એટલી કમાણી કરાવી કે હવે ઘણી પેઢીઓ નું જીવન સુધરી જશે.
નાવિકો ની જિંદગી ના તારણહાર બન્યા યોગી અને મોદી
પિન્ટુ મહરા અને તેનો પરિવાર જણાવે છે કે યોગી અને મોદીજી ના પ્રયાસો થી આયોજિત થયેલા આ દિવ્ય, ભવ્ય અને ડિજિટલ મહાકુંભ એ ફક્ત તેમની જ નહીં પણ હજારો નાવ ચલાવનારા પરિવાર ની જિંદગી બદલી નાખી. પિન્ટુ મહરા જણાવે છે કે ફક્ત તેમના જ નહીં પણ આસપાસ ના હજારો નાવિકો ની પણ આ મહાકુંભ એ જિંદગી બદલાવી.
પિન્ટુ મહરાએ વધુમાં જણાવ્યું કે, જેમણે પણ લોન લઇ ને નાવ ખરીદી એ બધા હવે લખપતિ બનીને ફફરી રહ્યા છે. પિન્ટુ ની માતા શકલાશુકલાવતી દેવીની આંખો એ જણાવતા ભીની થઇ જાય છે કે તેમના પતિ ના મૃત્યુ બાદ આર્થિક સ્થિતિ સારી નહોતી. આખું પરિવાર મુશ્કેલી માં હતુ. એવામાં મહાકુંભ અમાર માટે સંકટમોચક બનીને આવ્યું. યોગીજી એ જેમ આ મહાકુંભ નું આયોજન કરાવ્યું એથી એટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્રિવેણી માં ડૂબકી લગાવવા આવ્યા અને એજ થી અમારું જીવન બદલાયું.