Kolkata Fire: આગના કારણે 9 લોકોના મોત, કેન્દ્ર અને રાજ્ય સરકારે કરી આર્થિક સહાયની જાહેરાત

કોલકાતામાં પૂર્વ રેલ્વેના મુખ્યાલયમાં આગની દુઃખડ ઘટના બની. ગઈ કાલે સાંજે 6 વાગે આગ લાગી હતી, ઘટના સ્થળે દસેકથી વધુ વાહન આગને કાબૂમાં લેવા પહોંચી ગયા હતા.

Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 09, 2021 | 9:44 AM

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સેન્ટ્રેડ રોડની બહુમાળી બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે નવ લોકોનાં મોત નીપજ્યાં છે.

મમતા બેનર્જીએ કરી 10 લાખની આર્થિક સહાયની જાહેરાત

આ અકસ્માત બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સ્થતિ વિશે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 10 લાખની આર્થિક સહાય અને પરિવારને નોકરી આપવા જાહેરાત કરી હતી.

કેન્દ્ર તરફથી મૃતકોના પરિવારજનોને 2 લાખ

કેન્દ્ર તરફથી પણ મોટી જાહેરાત કરવામાં આવી. તેમજ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50-50 હજાર રૂપિયા વડા પ્રધાન રાહત કોસ તરફથી આપવાની જાહેરાત કરી હતી.

ચાર ફાયરબ્રિગેડ બે રેલ્વે કર્મચારી અને એક પોલીસકર્મીનું મોત

રેલ્વે ઓફિસમાં આવેલા મલ્ટિસ્ટરી બિલ્ડિંગમાં લાગેલી આગ બાદ ચાર ફાયર ફાઇટર્સ, બે રેલ્વે કર્મચારી અને એક પોલીસ કર્મચારી સહિત નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં. ગઈકાલે સાંજે 6 વાગ્યે આ આગ લાગી હતી. જે બાદ દસેકથી વધુ વાહન આગને કાબૂમાં લેવા સ્થળ પર પહોંચી ગયા હતા. આ બિલ્ડિંગમાં પૂર્વ રેલ્વે અને દક્ષિણ પૂર્વ રેલ્વેનું ઝોનલ કાર્યાલય છે, તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર કમ્પ્યુટરરાઈઝ ટિકિટ બુકિંગ સેન્ટર છે.

આગના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ફિરહાદ હકીમ અને ફાયર મંત્રી સુજિત બોઝ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સુજિત બોઝે જણાવ્યું હતું કે જગ્યા ઓછી હોવાને કારણે આગને કાબૂમાં લેવામાં સમસ્યા થઇ હતી. મંત્રી સુજિત બોઝના જણાવ્યા મુજબ જે બિલ્ડિંગમાં અકસ્માત થયો હતો તેના તેરમા માળે પૂર્વ રેલ્વેની ઓફીસ છે. આગ લાગવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.

પિયુષ ગોયલે ટ્વીટ કર્યું

રેલવે મંત્રી પિયુષ ગોયલે કોલકાતા આગ અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ફાયરમેન, રેલ્વે કર્મચારીઓ અને પોતાનો જીવ ગુમાવનારા પોલીસ જવાનોને બહાદુર કહીને શ્રદ્ધાંજલિ આપી હતી.

Follow Us:
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">