AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો નીતિ આયોગના SDG રિપોર્ટમાં ક્યાં છે ગુજરાતનું સ્થાન, ક્યાં ક્ષેત્રે કરી ઉત્તમ કામગીરી

નીતિ આયોગે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) ઈન્ડિયા ઈન્ડેક્સ 2020-21 માટેનો ઇન્ડેક્સનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ અહેવાલ ગુજરાત(Gujarat) 69 પોઇન્ટ સાથે 10માં નંબરે છે. જ્યારે કેરળ પ્રથમ અને બિહાર છેલ્લા સ્થાને છે.

જાણો નીતિ આયોગના SDG રિપોર્ટમાં ક્યાં છે ગુજરાતનું સ્થાન, ક્યાં ક્ષેત્રે કરી ઉત્તમ કામગીરી
જાણો નીતિ આયોગના SDG રિપોર્ટમાં ક્યાં છે ગુજરાતનું સ્થાન
| Updated on: Jun 04, 2021 | 6:04 PM
Share

નીતિ આયોગે (Niti Aayog)ગુરુવારે 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અલગ અલગ ક્ષેત્રોમાં દેખાવના આધારે સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG)2020-21 રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજ્યના સામાજિક- આર્થિક અને પર્યાવરણને લગતાં 17 માપદંડોના મૂલ્યાંકન બાદ રાજયોને પોઇન્ટ આપવામાં આવ્યા છે. જેના આધારે રાજ્યોના (SDG)ઇન્ડેક્સ આપવામાં આવ્યો છે.

જેમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) ઈન્ડિયા ઈન્ડેક્સ 2020-21 માટેનો ઇન્ડેક્સનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ અહેવાલ ગુજરાત(Gujarat) 69 પોઇન્ટ સાથે 10માં નંબરે છે. જ્યારે કેરળ પ્રથમ અને બિહાર છેલ્લા સ્થાને છે.

ગુજરાતે આરોગ્ય, ઉદ્યોગ અને માળખાગત ક્ષેત્રે કરી ઉત્તમ કામગિરી 

niti aayog sdg report gujarat 2021

જો કે ગુજરાતે  નીતિ આયોગે નક્કી કરેલા 17 ગોલમાંથી ત્રણ નંબરના ગોલમાં ઉત્તમ કામગિરી કરી છે. જેમાં ગુજરાતે (Gujarat)માં નીતી આયોગના સેટ કરેલ ગોલ ત્રણ હેલ્થ અને વેલબીઇંગમાં ઉત્તમ કામગિરી કરી છે. જ્યારે ગુજરાતે એસડીજી રિપોર્ટના સાત નંબરના ગોલમાં પણ ઉત્તમ કામગીરી કરી છે. ગુજરાતે ઉદ્યોગ, ઇનોવેશન અને માળખાકીય સુવિધા ક્ષેત્રે સારી કામગીરી કરી છે.

શુદ્ધ પાણી માટે લક્ષદીપ અને ગોવાએ સારી કામગીરી કરી

જયારે આ ઉપરાંત અન્ય ગોલની વાત કરીએ ગરીબી દૂર કરવા અંગે દિલ્હી અને તમિલનાડુએ સારી કામગીરી કરી છે. જ્યારે ક્વોલિટી એજ્યુકેશન માટે ચંદીગઢ અને કેરલાએ યોગ્ય કામગીરી કરી છે. જ્યારે શુદ્ધ પાણી માટે લક્ષદીપ અને ગોવાએ સારી કામગિરી કરી છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રગતિનું મૂલ્યાંકન

નીતિ આયોગે(Niti Aayog) સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (એસડીજી) ઈન્ડિયા ઈન્ડેક્સ 2020-21 માટેનો ઇન્ડેક્સનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ અહેવાલમાં કેરળ ટોચ પર છે. બિહારનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. સ્થિર વિકાસ લક્ષ્યો (એસડીજી) માટે સૂચકાંક સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પરિમાણો પર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રગતિનું મૂલ્યાંકન કરે છે.

આ રાજ્યોને કેરળ પછી સ્થાન મળ્યું છે રિપોર્ટ અનુસાર, કેરળ 75 પોઇન્ટ સાથે ટોચના રાજ્ય તરીકેની સ્થિતિ જાળવી રાખે છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને તામિલનાડુ 74 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. આ વર્ષના ભારત સૂચકાંકમાં બિહાર, ઝારખંડ અને આસામ સૌથી ખરાબ પ્રદર્શન કરતા રાજ્યો છે.

આ એક ડેટા આધારિત પહેલ છે.

નીતી આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે ગુરુવારે ભારત એસડીજી ઈન્ડેક્સની ત્રીજો અહેવાલ રજૂ કર્યો હતો. આ સંદર્ભમાં કુમારે કહ્યું, ‘એસડીજી ઇન્ડિયા ઈન્ડેક્સ દ્વારા રાજ્યના વિકાસ પર નજર રાખવાના અમારા પ્રયત્નોની વિશ્વભરમાં પ્રશંસા થઈ છે. એસડીજી પર સંયુક્ત અનુક્રમણિકાની ગણતરી કરીને આપણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ક્રમ આપવા માટે આ એક ડેટા આધારિત પહેલ છે.

ઈન્ડેક્સ ડિસેમ્બર 2018 માં શરૂ કરવામાં આવ્યો હતો

ઇન્ડેક્સ ડિસેમ્બર 2018 માં શરૂ કરવામાં આવ્યો હતો અને દેશમાં એસડીજી પર પ્રગતિની દેખરેખ રાખવા માટેનું એક મુખ્ય સાધન બની ગયું છે. પ્રથમ રિપોર્ટ 2018-19માં, 13 ગોલ, 39 લક્ષ્યો અને 62 સૂચકાંકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે આ ત્રીજા રિપોર્ટમાં 17 ગોલ, 70 લક્ષ્યાંક અને 115 સૂચકનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Follow Us
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
g clip-path="url(#clip0_868_265)">