Kanpur Violence: કાનપુર હિંસાનો માસ્ટરમાઈન્ડ જફર હયાત હાશમી પોલીસ કસ્ટડીમાં, મુખ્ય આરોપી સહિત 4ના રિમાન્ડ મંજૂર
મૌલાના મોહમ્મદ અલી જૌહર ફેન્સ એસોસિએશન એ હાશ્મી દ્વારા રચાયેલ સ્થાનિક સામાજિક જૂથ છે. લખનૌના હઝરતગંજ વિસ્તારમાંથી અન્ય ત્રણ સાથે હાશ્મીની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો અને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી.
ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) કાનપુર હિંસાના માસ્ટરમાઈન્ડ અને મૌલાના મોહમ્મદ અલી (એમએમએ) જોહર ફેન્સ એસોસિએશનના વડા ઝફર હયાત હાશ્મી (Jafar Hayat Hashmi) સહિત ચાર આરોપીઓને આજે કાનપુર કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ પહેલા હાશ્મીને કોર્ટમાં લઈ જતી વખતે યુપી પોલીસ (UP Police) અને આરપીએફએ કોર્ટને છાવણીમાં ફેરવી દીધી હતી. જાજમાઉમાં પ્રતિબંધ હોવા છતાં જુલૂસ-એ-મોહમ્મદી કાઢવાના મામલામાં ઝફર સામે અનેક કેસ નોંધાયા હતા. હયાત ઝફર હાશ્મીને કાનપુર હિંસાનો માસ્ટરમાઈન્ડ ગણાવવામાં આવી રહ્યો છે.
મૌલાના મોહમ્મદ અલી જૌહર ફેન્સ એસોસિએશન એ હાશ્મી દ્વારા રચાયેલ સ્થાનિક સામાજિક જૂથ છે. લખનૌના હઝરતગંજ વિસ્તારમાંથી અન્ય ત્રણ સાથે હાશ્મીની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો અને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી. તમામ આરોપીઓને હવે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
500 લોકો સામે કેસ નોંધાયા
યુપી પોલીસે હિંસા માટે 500 લોકો સામે કેસ નોંધ્યા છે. હિંસાની ઘટનાઓમાં 40 લોકો ઘાયલ થયા છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલમાં શાંતિનો માહોલ છે. કાનપુરના પોલીસ કમિશનર વિજય સિંહ મીનાએ જણાવ્યું હતું કે આ ઘટનાઓના સંબંધમાં અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
PFI જેવી સંસ્થાઓની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે
પોલીસ કમિશનર વિજય સિંહ મીનાએ એમ પણ કહ્યું કે પીએફઆઈ (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) જેવી સંસ્થાઓની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે. “અમે તમામ ખૂણાઓથી ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને PFI અને અન્ય જેવા જૂથોની સંડોવણી પર પણ નજર રાખી રહ્યા છીએ.” તેમણે કહ્યું જે પણ દોષિત સાબિત થશે તેને બક્ષવામાં આવશે નહીં.” અધિકારીએ કહ્યું કે આરોપીઓ પર ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ કરવામાં આવશે અને તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવશે. મીનાએ જણાવ્યું હતું કે “અમે ઘટનાને રોકવામાં પોલીસની સંભવિત ક્ષતિની પણ તપાસ કરી રહ્યા છીએ.”
જણાવી દઈએ કે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા પર ટીવી ડિબેટ દરમિયાન પયગંબર મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. આ ટિપ્પણીઓના વિરોધમાં કાનપુરના જાજમાઉમાં શુક્રવારની નમાજ પછી દુકાનો બંધ કરવાના પ્રયાસ દરમિયાન બે સમુદાયના લોકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.