Kanjhawala Case: આરોપીઓ પર લગાવવામાં 302, PCRમાં તૈનાત પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવે, ગૃહ મંત્રાલયે આપ્યા કડક નિર્દેશ

TV9 GUJARATI

|

Updated on: Jan 12, 2023 | 10:51 PM

તપાસ રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે ઘટનાસ્થળની આસપાસ આવેલા 3 પોલીસ પીસીઆર અને બે પોલીસ પિકેટ પર તૈનાત પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

Kanjhawala Case: આરોપીઓ પર લગાવવામાં 302, PCRમાં તૈનાત પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવે, ગૃહ મંત્રાલયે આપ્યા કડક નિર્દેશ
kanjhawala case
Image Credit source: File Image

કંઝાવાલા કેસમાં ગૃહમંત્રાલયે દિલ્હી પોલીસને કહ્યું છે કે ઘટનાસ્થળની આસપાસ ત્રણ પોલીસ પીસીઆર અને બે પોલીસ પિકેટ પર તૈનાત પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેની વિરૂદ્ધ શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવે. કંઝાવાલા કેસમાં દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલયને તપાસ રિપોર્ટ સોંપ્યો હતો. હવે તેની પર મંત્રાલયે દિલ્હી પોલીસને ભલામણ કરી છે.

તપાસ રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે ઘટનાસ્થળની આસપાસ આવેલા 3 પોલીસ પીસીઆર અને બે પોલીસ પિકેટ પર તૈનાત પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

આરોપીઓની વિરૂદ્ધ વહેલી તકે ફાસ્ટ ટ્રાયલ ચલાવવામાં આવે

ગૃહ મંત્રાલયે તપાસમાં અભાવ જોતા દિલ્હી પોલીસ કમિશ્નરને તપાસ અધિકારીની વિરૂદ્ધ કારણ દર્શક નોટિસ આપવાની સલાહ આપી છે. તેમાં પણ ભલામણ કરવામાં આવી છે કે તેમાં સામેલ તમામ આરોપીઓની વિરૂદ્ધ વહેલી તકે ફાસ્ટ ટ્રાયલ ચલાવવામાં આવે અને તેને કડકમાં કડક સજા આપવામાં આવે. ગૃહ મંત્રાલયે આરોપીઓ પર 302ની કલમ લગાવવાનો પણ નિર્દેશ આપ્યો છે. દોષિતોની વિરૂદ્ધ ઝડપી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવા અને તમામ જરૂરી પગલા લેવાની પણ સલાહ આપવામાં આવી છે.

20 વર્ષની અંજલીનું 31 ડિસેમ્બરના રાત્રે મોત થયું હતું. જ્યારે એક કારે તેની સ્કુટીને ટક્કર મારી દીધી હતી. અંજલી કારની નીચે ફસાઈ ગઈ હતી અને તેને સુલ્તાનપુરીથી કંઝાવાલ સુધી લગભગ 12 કિલોમીટર સુધી ઘસેડવામાં આવી હતી. પોલીસ મુજબ ગાડીમાં 5 લોકો પાર્ટી કરી રહ્યા હતા, જેમાં એક ઘટના પહેલા ગાડીમાંથી ઉતરી ગયો હતો.

પોલીસે શરૂઆતમાં દીપક ખન્ના, અમિત ખન્ના, કૃષ્ણ, મિથુન અને મનોજ મિત્તલને ઘટનાના સંબંધમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીઓને કથિત રીતે બચાવવાના આરોપમાં વધુ બે લોકો આશુતોષ અને અંકુશ ખન્નાની પણ ધરપકડ કરવામાં આવી.

આ પણ વાંચો: Vande Bharat Express ટ્રેન પર પત્થરમારો કરશો, તો થશે આ કડક સજા

આશુતોષની જામીન અરજી રદ

દિલ્હીની એક કોર્ટે આજે જ કંઝાવાલા કાંડમાં આરોપી આશુતોષ ભારદ્વાજની જામીન અરજી રદ કરી દીધી છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સાન્યા દલાલે કહ્યું કે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ પ્રાથમિક તબક્કે હોવાને ધ્યાને લઈ કોર્ટ જામીન આપવાના પક્ષમાં નથી.

અધિક સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે આરોપ લગાવ્યો કે ભારદ્વાજે એ કહીને તપાસને ભટકાવવાનો પ્રયત્ન કર્યો કે સહ-આરોપી દીપક ગાડી ચલાવી રહ્યો હતો. તમામ આરોપીઓને 9 જાન્યુઆરીએ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati