Jammu and Kashmir : સુરક્ષાદળોએ સર્જીકલ સ્ટ્રાઈક કરીને ઓક્ટોબરમા નાગરિકોની હત્યા કરનારા તમામ આતંકીઓને કર્યા ઠાર

સુરક્ષા દળના જવાનો નાની નાની ટીમના રૂપમાં, કાશ્મીર સ્થિત આતંકીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને ખાત્મો બોલાવ્યો છે

Jammu and Kashmir : સુરક્ષાદળોએ સર્જીકલ સ્ટ્રાઈક કરીને ઓક્ટોબરમા નાગરિકોની હત્યા કરનારા તમામ આતંકીઓને કર્યા ઠાર
security forces in Kashmir (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 8:23 AM

ગત ઓક્ટોબર મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir ) નાગરિકોની કરાયેલી હત્યામાં સંડોવાયેલા તમામ આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળના (Security forces) સૂત્રોનું કહેવું છે કે હવે સશસ્ત્ર સુરક્ષા દળો નાની ટીમોના રૂપમાં સર્જિકલ સ્ટ્રાઈક (Surgical strike) પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને આતંવાદીઓને (Terrorist) ઘેરીને તેમનો ખાત્મો બોલાવી રહ્યાં છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પોલીસ, ગુપ્તચર એજન્સીઓ અને સેના વચ્ચે વધુ સારી રીતે સંકલન સાધીને, આતંકવાદનો સામનો કરવા માટે એક નવો અત્યાધુનિક અભિગમ મૂકવામાં આવ્યો છે. તેનો હેતુ આતંકવાદી હુમલાથી થતા નુકસાનને ઓછું કરવાનો છે. પ્રમાણમાં શાંત રહ્યા પછી, ગયા મહિને રાજ્યમાં નિર્દોષ નાગરિકોની હત્યાઓની સંખ્યામાં અચાનક વધારો થયો હતો. જેના કારણે વાતાવરણમાં ગભરાટ ફેલાયો હતો. ખાસ કરીને બિનકાશ્મીરીઓમાં એક પ્રકારનો ભય ફેલાઈ ગયો હતો.

આ પછી સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી ગતિવિધિઓ વધુ કડક રીતે ડામવાની શરૂઆત કરી. જેનો હેતુ નિર્દોષ લોકોને થતા નુકસાનને શૂન્ય પર લાવવાનો હતો. આ માટે સુરક્ષા સંબંધિત તમામ એજન્સીઓ વચ્ચે તાલમેલ વધારવામાં આવ્યુ. તમામ એજન્સીઓ આ દિશામાં કામ કરી રહી છે. તેથી જ ઇન્ટેલિજન્સ આધારિત સર્જીકલ ઓપરેશન પર ફોકસ કરવામાં આવ્યું છે. આમાં નાની ટીમો સામેલ છે. આવી કામગીરી માટે સ્થાનિક લોકોનો સહયોગ મેળવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સૂત્રોએ જણાવ્યું હતું કે ગુપ્તચર માહિતી અનુસાર, પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ કાશ્મીરમાં કાર્યરત તેમના ઓપરેટિવ્સને સૂચના આપી છે કે જ્યારે પણ સુરક્ષા દળો આતંકવાદ વિરોધી અભિયાન ચલાવે ત્યારે ઓછામાં ઓછા 10 નાગરિકોને મારી નાખે. તેનાથી ગભરાટનું વાતાવરણ સર્જવામાં સરળતા રહેશે. 2018 માં, વિવિધ આતંકવાદ વિરોધી કામગીરીમાં 24 નાગરિકો માર્યા ગયા અને 49 ઘાયલ થયા, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ

AIIMSના ચીફ ગુલેરિયાએ આપી ચેતવણી, કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન કોરોના વિરોધી રસીથી બચી શકે છે

આ પણ વાંચોઃ

Sovereign Gold Bond: આજથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કઈ રીતે કરવી ખરીદી અને 1 તોલાનો ભાવ શું છે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">