Sovereign Gold Bond: આજથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કઈ રીતે કરવી ખરીદી અને 1 તોલાનો ભાવ શું છે?

સબસ્ક્રિપ્શન સમયગાળા દરમિયાન બોન્ડની ઇશ્યૂ કિંમત 4,791 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરનારા રોકાણકારોને ઈશ્યુ પ્રાઈસમાં પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપી છે.

Sovereign Gold Bond: આજથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કઈ રીતે કરવી ખરીદી અને 1 તોલાનો ભાવ શું છે?
Sovereign Gold Bond Scheme
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 7:32 AM

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાહેરાત કરી છે કે સોવરિન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond)સ્કીમનો આગામી રાઉન્ડ આજે 29 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. શ્રેણી 8 માટે સબસ્ક્રિપ્શન 3 ડિસેમ્બર 2021ના રોજ બંધ થશે. બોન્ડ જારી કરવાની તારીખ 7 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. RBI ગોલ્ડ બોન્ડ એ રોકાણના વિકલ્પ તરીકે સારો વિકલ્પ છે કારણ કે આ બોન્ડ્સને સરકારનું સમર્થન છે.

સબસ્ક્રિપ્શન સમયગાળા દરમિયાન બોન્ડની ઇશ્યૂ કિંમત 4,791 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. આ કિંમત RBI દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન અનુસાર છે. સરકારે આરબીઆઈ સાથે પરામર્શ કરીને, ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરનારા રોકાણકારોને ઈશ્યુ પ્રાઈસમાં પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપી છે. આવા રોકાણકારો માટે, ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત પ્રતિ ગ્રામ સોના માટે 4,741 રૂપિયા રહેશે.

ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ખાતરી સાથે મળે છે મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ શરૂ કરી છે જેના અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. તારીખોની ઘોષણા કરતા RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે સોવેરિન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ દર 6 મહિને તમારા એકાઉન્ટમાં આવે છે.

શું લોક ઈન પિરિયડ હોય છે? બોન્ડનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે પરંતુ રોકાણકારો 5 વર્ષ સ્કીમની બહાર નીકળી શકે છે.

ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ ? કમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.

આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ નવેમ્બર 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ ભૌતિક સોનાની માગ ઘટાડવાનો અને સોનાની ખરીદી માટે ઉપયોગમાં લેવાતી ઘરગથ્થુ બચતના હિસ્સાને નાણાકીય બચતમાં જોડવાનો હતો.

આ પણ વાંચો : મુકેશ અંબાણી પોતાના બાળકોમાં સંપતિની વહેંચણીને લઈને બન્યા ગંભીર, આ યોજના દ્વારા થશે રિલાયન્સના ઉત્તરા અધિકારીની નિમણુક

આ પણ વાંચો : પાવર સેક્ટર માટે કોલસાની સપ્લાઈ 23 ટકા વધીને 29.17 કરોડ ટન પર પહોંચી, CILએ કોલસાના ઉત્પાદન માટે નક્કી કર્યો આ લક્ષ્યાંક

g clip-path="url(#clip0_868_265)">