કોરોનાની ત્રીજી લહેરને લઈને શું છે તૈયારીઓ ? આ રાજ્યની હાઈકોર્ટે સરકાર પાસે માગ્યો રિપોર્ટ

કોરોનાની ત્રીજી લહેરને લઈને શું છે તૈયારીઓ ? આ રાજ્યની હાઈકોર્ટે સરકાર પાસે માગ્યો રિપોર્ટ
Jabalpur High Court (File Photo)

ઈન્દોરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધુ મજબુત બની રહી છે. છેલ્લા 15 દિવસમાં સંક્રમણના કેસમાં અચાનક ઉછાળો આવતા તંત્રની ચિંતા વધી છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jan 08, 2022 | 5:11 PM

Madhya Pradesh : સમગ્ર દેશમાં કોરોના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે,ત્યારે મધ્યપ્રદેશમાં (Madhya Pradesh)પણ વધતા કોરોના કેસે તંત્રની ચિંતા વધારી છે. જબલપુર હાઈકોર્ટે (Jabalpur Highcourt) વધતા જતા કોરોના સંક્રમણને લઈને suo moto ની અરજી પર હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે ત્રીજા લહેરનો સામનો કરવા માટે શું તૈયારીઓ કરવામાં આવી છે.

કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે હાઈકોર્ટ કડક વલણ દાખવ્યુ

તમને જણાવી દઈએ કે, જબલપુર હાઈકોર્ટ આ મામલે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર રિપોર્ટ પણ માગ્યો છે. આ મામલામાં આગામી સુનાવણી હવે બે અઠવાડિયા બાદ થશે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રવિ મલીમથ અને પીકે કૌરવની બેન્ચે સરકાર પાસેથી કોરોનાની તૈયારીઓને લઈને રિપોર્ટ માગ્યો છે.

કોરોનાની સારવારમાં થતી ગેરરીતિઓ અને ખાનગી હોસ્પિટલોની મનમાનીને લઈને જબલપુર હાઈકોર્ટે રાજ્ય સરકાર તરફ કડક વલણ દાખવ્યુ છે. તમને જણાવી દઈએ કે, એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા કોર્ટે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો હતો.તમને જણાવી દઈએ કે, દેશના અન્ય રાજ્યોની જેમ મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કેસ(Corona Case In Madhya Pradesh)  ઝડપથી વધી રહ્યા છે. રાજ્યના પંચાયત મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયા પણ કોરોના સંક્રમિત થયા છે.

કોરોનાના વધતા સંક્રમણે વધારી ચિંતા

મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1577 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ નવા કેસ સાથે સક્રિય કેસ(Active Case)  પણ વધીને 5044 પર પહોંચી ગયા છે.સૌથી વધુ કેસ ઈન્દોર અને ભોપાલમાં નોંધાઈ રહ્યા છે. શુક્રવારે ઈન્દોરમાં 618 નવા કેસ અને 347 કેસ ભોપાલમાંથી મળી આવ્યા છે. તેમજ ભોપાલમાં 28 બાળકોમાં સંક્રમણની પુષ્ટિ થતા તંત્ર દોડતુ થયુ છે. આ સાથે બે IAS અધિકારીઓ પણ સંક્રમિત થયા છે.

ઈન્દોરમાં કોરોના વિસ્ફોટ

ઈન્દોરમાં(Indore)  કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધુ મજબુત બની રહી છે. છેલ્લા 15 દિવસમાં સંક્રમણના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે. માત્ર 8 દિવસમાં 2360 નવા દર્દીઓ મળી આવ્યા છે. નિષ્ણાંતોના મતે ઈન્દોરમાં આગામી સાત દિવસમાં સંક્રમણ ચરમસીમાએ પહોંચી શકે છે.

આ પણ વાંચો : કોરોનાનો કહેર યથાવત : મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ થયા કોરોના સંક્રમિત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati