Mumbai : ‘ગાંજો પીને ભ્રમ ન ફેલાવો’, લોકડાઉનને લઈને મેયરે વિપક્ષી નેતાઓ પર કર્યા આકરા પ્રહાર

BJP નેતા કિરીટ સોમૈયાએ કહ્યુ હતું કે, 'શાસક પક્ષ પોતાનું રાજકીય વજન અને કમાણી વધારવા માટે કોરોનાની ત્રીજી લહેરનો ડર બતાવી રહી છે અને લોકડાઉનની ધમકી પણ આપવામાં આવી રહી છે.'

Mumbai : 'ગાંજો પીને ભ્રમ ન ફેલાવો', લોકડાઉનને લઈને મેયરે વિપક્ષી નેતાઓ પર કર્યા આકરા પ્રહાર
Mayor Kishori Pednekar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 3:00 PM

Mumbai :  મુંબઈમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે મેયર કિશોરી પેડનેકરે (Mayor Kishori Pednekar) ​​આજે માત્ર મુંબઈમાં લોકડાઉન અંગેની પરિસ્થિતિ જ સ્પષ્ટ નથી કરી, પરંતુ વિપક્ષ પર પણ આરોપ લગાવ્યા છે. કિશોરી પેડનેકરે કહ્યુ, ‘મને અંગ્રેજી આવડતું નથી. મેં મરાઠીમાં જે કહ્યું તેના અર્થનો વિપક્ષી નેતાઓ અનર્થ કરી રહ્યા છે. અમે નહી,પરંતુ વિપક્ષી નેતાઓ જનતામાં કોરોનાની સ્થિતિ અને લોકડાઉનનો(Mumbai Lockdown)  ડર વધારી રહ્યા છે.

વિપક્ષી નેતાઓ ગાંજા પીને ટીકા ન કરો : મેયર કિશોરી પેડનેકર

મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતુ કે, મુંબઈમાંથી શુક્રવારે 20 હજાર કેસમાંથી 17 હજાર કેસ હળવા લક્ષણોવાળા સામે આવી રહ્યા છે. તેમજ સૌથી મોટી રાહત એ છે કે તેમાંથી એક પણ દર્દી ICUમાં નથી. પરિસ્થિતિ ગમે તે હોય, અમે ગભરાતા નથી. BMCની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. વિપક્ષી નેતાઓ માટે ગાંજો પીને ટીકા કરવી સહેલી છે. પરંતુ પરિસ્થિતિને અનુસાર BMC (Bombay Municipal Corporation) તેનુ કામ કરી રહી છે.હાલ કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં છે. તેથી અત્યારે લોકડાઉનનો કોઈ પ્રશ્ન જ નથી. વધુમાં તેમણે કહ્યુ કે, મેં ક્યારેય નથી કહ્યુ કે જો 20 હજાર કેસ આવશે તો મુંબઈમાં લોકડાઉન થઈ જશે

વિપક્ષી નેતાઓએ લગાવ્યા ગંભીર આરોપ

મુંબઈના મેયર શનિવારે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના જમ્બો કોવિડ સેન્ટર (Covid Center) ખાતે પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટીકાઓનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે BKC જમ્બો કોવિડ સેન્ટરમાં 2500 બેડની સુવિધા છે. તમને જણાવી દઈએ કે, ભાજપના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ(Kirit Sumaiya)  આરોપ લગાવ્યો હતો કે “શાસક પક્ષ કોવિડ કેન્દ્રોનો ઉપયોગ માત્ર કમાણી માટે કરી રહી છે. આથી લોકોમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય વધી રહ્યો છે. હું ટૂંક સમયમાં કોવિડ જમ્બો સેન્ટર્સના નામે ચાલી રહેલા કૌભાંડના પૂરવા સામે લાવીશ”.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

શું રાજ્યમાં થશે લોકડાઉન ?

તમને જણાવી દઈએ કે, હાલમાં કોરોના સંક્રમણમાં ઝડપથી વધારો થયો હોવા છતાં રાજ્યમાં 424 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે. આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ(Rajesh Tope)  બે દિવસ પહેલા સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી ઓક્સિજનની માંગ પ્રતિદિન 700 મેટ્રિક ટન સુધી ન પહોંચે ત્યાં સુધી રાજ્યમાં કોઈ લોકડાઉન રહેશે નહીં.

આ પણ વાંચો : Maharashtra : આ મંત્રીના સરકારી આવાસ પર કોરોના વિસ્ફોટ, 22 કર્મચારી સંક્રમિત થતા ખળભળાટ

g clip-path="url(#clip0_868_265)">