Chikungunya vaccine : હવે ચિકનગુનિયાથી મળશે મુક્તિ, ભારત બાયોટેકે શરૂ કર્યુ રસીનું પરિક્ષણ

|

Aug 25, 2021 | 1:31 PM

ભારત બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર ડો.કૃષ્ણ એલ્લાએ જણાવ્યું હતું કે, પબ્લિક હેલ્થ કેરમાં મહામારીની તૈયારી એ મહત્વનું પગલું છે. ભારત બાયોટેકની વેક્સીન ઘણા સંશોધન બાદ તૈયાર કરવામાં આવી છે.

Chikungunya vaccine : હવે ચિકનગુનિયાથી મળશે મુક્તિ, ભારત બાયોટેકે શરૂ કર્યુ રસીનું પરિક્ષણ
Chikungunya vaccine

Follow us on

આંતરરાષ્ટ્રીય રસી સંસ્થા (IVI) અને ભારત બાયોટેકે ( bharat Biotech) બુધવારે ચિકનગુનિયાની (Chikungunya )રસીનું 2 અને 3 તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. IVI ભારત બાયોટેકની ભાગીદારીમાં ગ્લોબલ ચિકનગુનિયા વેક્સીન ક્લિનિકલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (GCCDP) કન્સોર્ટિયમનું નેતૃત્વ કરી રહ્યું છે. આ કાર્યક્રમ કોલિશન ફોર એપિડેમિક પ્રિપેરેડનેસ ઇનોવેશન (CEPI) ને ભારત બાયોટેક્નોલોજી વિભાગના Ind-CEPI દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

ઇન્ટરનેશનલ વેક્સીન ઇન્સ્ટિટ્યૂટએ કહ્યું છે કે તે આ 2/3 ફેઝના ટ્રાયલ દ્વારા ચિકનગુનિયા રસી BBV87 ની ક્લિનિકલ ટ્રાયલ આગળ વધારી રહી છે. આ ટ્રાયલ 5 દેશોમાં 9 સ્થળોએ કરવામાં આવશે, જેમાં તંદુરસ્ત પુખ્ત વયના લોકોને બે ડોઝ આપવામાં આવશે અને તેની સલામતી અને અસરકારકતાની ખાતરી કરવામાં આવશે. કોસ્ટારિકા ઉપરાંત સપ્ટેમ્બરમાં પનામા, કોલંબિયા, થાઈલેન્ડ અને ગ્વાટેમાલામાં તેના ટ્રાયલ થવાની અપેક્ષા છે.

ઓફિસિયલ પ્રેસરીલિઝ અનુસાર, BBV87 રસીની પ્રી-ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. ભારતમાં ફેઝ -1 ક્લિનિકલ ટ્રાયલમાં રસીના ખૂબ જ સકારાત્મક પરિણામો આવ્યા હતા. આ વેક્સીન વાયરસના નિષ્ક્રિય ભાગને લઈને વિકસિત પદ્ધતિ પર આધારિત છે. આ રસી નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી અને ગર્ભવતી મહિલાઓ માટે સલામત છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

કોસ્ટારિકામાં ફેઝ -2માં લગાવવામાં આવી વેક્સીન

IVI ના એક્ટિંગ એસોસિયેટ ડાયરેક્ટર જનરલ સુશાંત સહસ્ત્રબુદ્ધે જણાવ્યું હતું કે, ડો.કોસ્ટા રિકામાં શરૂ થયેલી આ ટ્રાયલ ખૂબ મહત્વની છે, કારણ કે સલામત રસી દ્વારા તે વિશ્વભરમાં ચિકનગુનિયા વાયરસના ચેપનું જોખમ ધરાવતી 1 અબજ વસ્તી માટે આ વેક્સીન ઉપલબ્ધ થશે. આ સામૂહિક પ્રયાસ માટે અમે અમારા ભાગીદાર ભારત બાયોટેક અમારા ક્લિનિકલ ટ્રાયલ સાઇટ ભાગીદારો અને CEPI ના આભારી છીએ. ઘણા દેશમાં ફેઝ 2 અને 3માં ચિકનગુનિયા વિરુદ્ધ BBV87 વેક્સીન લગાડવામાં આવી છે.

તે જ સમયે ભારત બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર ડો. કૃષ્ણા એલાએ કહ્યું હતું કે, પબ્લિક હેલ્થ કેરમાં ભારત બાયોટેકની રસી ઘણા સંશોધન પછી તૈયાર કરવામાં આવી છે અને અમે આ ટ્રાયલમાં ભાગ લેવા માટે કોસ્ટા રિકાના પ્રથમ વૉલીયનટરનો આભાર માનીએ છીએ. આઇવીઆઇની આગેવાની હેઠળના ઘણા દેશોમાં આ ક્લિનિકલ ટ્રાયલ રસીની સલામતી અને અસરકારકતાના મૂલ્યાંકન માટે એક મહત્વપૂર્ણ તબક્કો છે.

ચિકનગુનિયા માદા એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. તે તાવ, સાંધાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, થાક, ફોલ્લીઓ જેવા લક્ષણોનું કારણ બને છે. આંતરરાષ્ટ્રીય રસી સંસ્થાના જણાવ્યા અનુસાર, વિશ્વના 43 દેશોમાં ચિકનગુનિયાના 34 લાખથી વધુ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : ભારતીય કૃષિ પેદાશોની નિકાસમાં થયો વધારો, પ્રથમ ત્રિમાસિક ગાળામાં APEDA હેઠળ 4.81 અબજ ડોલરની થઈ નિકાસ

આ પણ વાંચો :PM Kisan FPO Yojana: ખેતી સાથે જોડાયેલો ધંધો કરવા માટે સરકાર આપી રહી છે પૈસા, જાણો યોજના વિશે

Next Article