ભારતીય કૃષિ પેદાશોની નિકાસમાં થયો વધારો, પ્રથમ ત્રિમાસિક ગાળામાં APEDA હેઠળ 4.81 અબજ ડોલરની થઈ નિકાસ

અપેડા બિન પરંપરાગત વિસ્તારો અને રાજ્યોમાંથી ફળો અને શાકભાજીની નિકાસને પ્રોત્સાહન આપવા માટે પગલાં લઈ રહી છે. એપેડાએ કેરીની નિકાસને પ્રોત્સાહિત કરવા માટે વર્ચ્યુઅલ માધ્યમથી ખરીદનાર-વેચનાર બેઠકનું આયોજન કર્યું હતું.

ભારતીય કૃષિ પેદાશોની નિકાસમાં થયો વધારો, પ્રથમ ત્રિમાસિક ગાળામાં APEDA હેઠળ 4.81 અબજ ડોલરની થઈ નિકાસ
કૃષિ પેદાશોની નિકાસમાં થયો વધારો

છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ભારતીય કૃષિ ઉત્પાદનોની (Agriculture Products) નિકાસમાં ઝડપથી વધારો થયો છે. બિહારની કેરીથી લઈ જમ્મુ -કાશ્મીરની ચેરીનો સ્વાદ વિદેશી બજારોમાં પહોંચી ગયો છે. તેને કારણે કૃષિ અને બાગાયતમાં ભારતીય ખેડૂતો (Farmers) માટે તકના નવા દરવાજા ખુલી રહ્યા છે.

એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) ના ચોખા, માંસ, અનાજ અને ડેરી ઉત્પાદનોની નિકાસ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 44.3 ટકા વધીને 4.81 અબજ ડોલર થઈ છે.

APEDA ના ઉત્પાદનોમાં ફળો અને શાકભાજી, અનાજ ઉત્પાદનો અને વિવિધ પ્રોસેસ્ડ ઉત્પાદન, ડેરી અને મરઘાં ઉત્પાદનો, ચોખા અને અન્ય અનાજનો સમાવેશ થાય છે. તાજેતરના અંદાજ મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જૂન દરમિયાન તાજા ફળો અને શાકભાજીની નિકાસ 9.1 ટકા વધીને 637 મિલિયન ડોલર થઈ છે.

અનાજની નિકાસ વધી

એ જ રીતે, અનાજ, ખાદ્ય ઉત્પાદનો અને વિવિધ પ્રોસેસ્ડ ઉત્પાદોની નિકાસ 69.6 ટકા વધીને 527.7 મિલિયન ડોલર, માંસ, ડેરી અને મરઘાં ઉત્પાદનો 111 ટકા વધીને 1.02 અબજ ડોલર અને ચોખા 25.3 ટકા વધીને 2.4 અબજ ડોલર થયા છે. અન્ય અનાજની નિકાસ વધીને 231.4 મિલિયન ડોલર થઈ છે.

મંત્રાલયે કહ્યું કે નિકાસમાં આ વધારો સરકાર દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલને કારણે થયો છે. ઘણા દેશોમાં બિઝનેસથી બિઝનેસ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોડક્ટ સ્પેસિફિક અને સામાન્ય માર્કેટિંગ ઝુંબેશનો ઉપયોગ ભારતીય દૂતાવાસોના સક્રિય સહયોગથી નવા સંભવિત બજારોની શોધખોળ માટે કરવામાં આવ્યો છે.

એપેડા નિકાસ વધારવાનો પ્રયાસ કરી રહી છે

અપેડા બિન પરંપરાગત વિસ્તારો અને રાજ્યોમાંથી ફળો અને શાકભાજીની નિકાસને પ્રોત્સાહન આપવા માટે પગલાં લઈ રહી છે. એપેડાએ કેરીની નિકાસને પ્રોત્સાહિત કરવા માટે વર્ચ્યુઅલ માધ્યમથી ખરીદનાર-વેચનાર બેઠકનું આયોજન કર્યું હતું. બહેરીનમાં કેરીનો જથ્થો મોકલતા પહેલા APEDA એ કતારના દોહામાં કેરીના પ્રમોશન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમમાં કેરીની નવ જાતોને રજૂ કરવામાં આવી હતી. જેમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશની જીઆઈ પ્રમાણિત કેરીઓ સામેલ હતી. આ કેરીઓ આયાતકારો દ્વારા ફેમિલી ફૂડ સેન્ટરના સ્ટોર્સમાં રાખવામાં આવી હતી. જુલાઈ 2021 માં પૂર્વીય પ્રદેશો, ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં કેરીની નિકાસ વધારવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો : સુરતના આ ખેડૂતે ગાય આધારિત ખેતી કરી ખેતીનું એક સફળ મોડેલ બનાવ્યું, ઓર્ગેનિક ખેતી શીખવા આવે છે અનેક ખેડૂતો

આ પણ વાંચો : ખેડૂતો માટે ખુશ ખબર ! ખેડૂતોને વિનામૂલ્યે મળશે પ્લાસ્ટિકનું ડ્રમ અને ટબ, આ રીતે કરો અરજી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati