ઇરાકના વડાપ્રધાનના ઘર પર ડ્રોન હુમલો, સેનાએ કહ્યું કે હત્યાનો નિષ્ફળ પ્રયાસ, વડાપ્રધાને ટ્વીટ કરીને આપી માહિતી

ઇરાકના વડાપ્રધાનના ઘર પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. વડાપ્રધાને ટ્વીટ કરીને પોતાની સુરક્ષાની જાણકારી આપી અને કહ્યું કે શાંતિ અને ધીરજ જાળવી રાખો.

ઇરાકના વડાપ્રધાનના ઘર પર ડ્રોન હુમલો, સેનાએ કહ્યું કે હત્યાનો નિષ્ફળ પ્રયાસ, વડાપ્રધાને ટ્વીટ કરીને આપી માહિતી
Filr photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 7:55 AM

ઈરાકના વડાપ્રધાન(iraq pm )મુસ્તફા અલ-કાધિમીના નિવાસસ્થાન પર રવિવારે સવારે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એએફપીના જણાવ્યા અનુસાર વડા પ્રધાન કાદિમી સુરક્ષિત છે. વડાપ્રધાનનો  હત્યાનો આ હુમલો હતો જે નિષ્ફળ રહ્યો હતો.

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, ઇરાકી વડાપ્રધાન મુસ્તફા અલ-કાધિમીના નિવાસસ્થાન પર  હુમલામાં પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં વડાપ્રધાન મુસ્તફા અલ-કાધિમીને કોઈ નુકસાન થયું નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઈરાકની સેના દ્વારા જાહેરકરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રીન ઝોન બગદાદમાં વડાપ્રધાનના ઘરને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાકની સેનાએ તેને વડાપ્રધાનની હત્યાનો નિષ્ફળ પ્રયાસ ગણાવ્યો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ હુમલો કોણે કર્યો હતો.

વડાપ્રધાને ટ્વીટ કરીને પોતાની સુરક્ષાની જાણકારી આપી અને કહ્યું કે શાંતિ અને ધીરજ જાળવી રાખો. તેણે કહ્યું કે બગદાદમાં તેના નિવાસસ્થાન પર વિસ્ફોટકોથી ભરેલા ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ તે સુરક્ષિત રીતે બચી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે રાજધાનીના ગ્રીન ઝોનમાં વડા પ્રધાનના નિવાસસ્થાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. વડાપ્રધાને પોતાના એક ટ્વિટમાં દેશના લોકોને ઈરાક માટે શાંતિ જાળવવાની અપીલ કરી છે.

અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. પૂર્વ ઈન્ટેલિજન્સ ચીફ અલ-કાદિમીએ ગયા વર્ષે મે મહિનામાં વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

ગયા મહિને, ઈરાકના સુરક્ષા દળોએ માર્યા ગયેલા ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના નેતા અબુ બકર અલ-બગદાદીના નજીકના સહયોગી સામી જાસીમને પકડવામાં સફળતા મેળવી હતી. ISનો નાયબ વડા હોવા ઉપરાંત, સામી નાણાંકીય બાબતો પણ જોતો હતો. ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કાદિમીએ ટ્વીટ કરીને આઈએસ આતંકીની ધરપકડની માહિતી આપી હતી.

વડા પ્રધાન મુસ્તફાએ કહ્યું, ‘અમારા ઇરાકી સુરક્ષા દળોએ ચૂંટણી યોજવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, તેમના જાસૂસોએ સામીને પકડવા માટે એક જટિલ ઓપરેશન હાથ ધર્યું હતું.’ તેમણે અભિયાન વિશે વિગતો આપી ન હતી. વર્ષ 2019માં યુએસ વિશેષ દળોએ ઉત્તર-પશ્ચિમ સીરિયામાં બગદાદીને મારી નાખ્યો હતો.

અમેરિકી વિદેશ વિભાગે તે સમયે સામી સહિત ISના મોટા આતંકીઓની માહિતી આપવા બદલ એવોર્ડની જાહેરાત કરી હતી. જાસીમનું પૂરું નામ સામી જસીમ મુહમ્મદ અલ-જબુરી છે. તે હાજી હમીદ તરીકે ઓળખાય છે. એફબીઆઈએ તેને રિવોર્ડ્સ ફોર જસ્ટિસ વેબસાઈટ પર ISISના પુરોગામી અલ-કાયદા ઈન ઈરાક (AQI)ના સભ્ય તરીકે દર્શાવ્યો છે.

આ પણ વાંચો : India’s Best Dancer 2 : આખરે શું કારણ છે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર- 2 કરવાનું, મનીષ પોલે મલાઈકાને કર્યું ફ્લર્ટ

આ પણ વાંચો :Pm Modi : વિશ્વના સૌથી લોકપ્રિય નેતામાં દુનિયાના ટોપ લીડર્સને પાછળ છોડીને મોદી ટોપ પર, અમેરિકી રાષ્ટ્રપતિ છઠ્ઠા સ્થાન પર

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">