India’s Best Dancer 2 : આખરે શું કારણ છે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર- 2 કરવાનું, મનીષ પોલે મલાઈકાને કર્યું ફ્લર્ટ

સોની ટીવીના ડાન્સિંગ રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2'માં મલાઈકા અરોરા (Malaika Arora) અને મનીષ પૉલની (Maniesh Paul) અનોખી કેમેસ્ટ્રી દર્શકો જોઈ રહ્યા છે. મનીષ આ શોને હોસ્ટ કરી રહ્યો છે.

India’s Best Dancer 2 : આખરે શું કારણ છે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર- 2 કરવાનું, મનીષ પોલે મલાઈકાને કર્યું ફ્લર્ટ
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 7:08 AM

સોની ટીવીના ડાન્સિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2’ની (India’s Best Dancer 2 ) શરૂઆત થઇ ચુકી છે. ત્રણ અઠવાડિયાના ઓડિશન રાઉન્ડ પછી ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરને આખરે તેના ટોપ 12 કન્ટેસ્ટન્ટ મળ્યા છે. ગ્રાન્ડ પ્રીમિયરમાં દર્શકને મનીષ પૉલની (Maniesh Paul)  મજેદાર હોસ્ટિંગ પણ જોવા મળી રહી છે. 

ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2માં ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાને રિપ્લેસ કરનાર મનીષ પૌલ સ્પેશિયલ એપિસોડમાં શોના જજ મલાઈકા અરોરા સાથે મજાક કરતા જોવા મળ્યો હતો. આ એપિસોડમાં એક સમય એવો આવ્યો કે મનીષની વાત સાંભળીને મલાઈકા શરમાતી જોવા મળી અને તેણે મજાકમાં કહ્યું કે મનીષને બાંધી દેવો જોઈએ.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

કન્ટેસ્ટન્ટના પર્ફોર્મન્સ દરમિયાન મનીષ પૉલ શોના જજ મલાઈકા અરોરાને કહી રહ્યા હતા, “ગરમ સે યાદ આયા, મલાઈકા, તમે શું કહેશો?” સંકેત ગાંવકરના પર્ફોમન્સ પછી વાત થઇ હતી. વાસ્તવમાં સંકેતે તેની કોરિયોગ્રાફર અનુરાધા સાથે બરફ પર પરફોર્મ કર્યું હતું. શોના જજ ગીતા કપૂર, ટેરેન્સ લુઈસ અને મલાઈકા અરોરા દ્વારા તેમના શાનદાર અને મજબૂત અભિનય માટે તેમને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપવામાં આવ્યું હતું.

મનીષ પોલ મલાઈકા સાથે ફ્લર્ટ કરતા જોવા મળ્યા હતા જે પછી મનીષે બધાની સામે મલાઈકાની હોટનેસનો પુરાવો આપ્યો અને કહ્યું કે “આ બરફના ટુકડાને જુઓ જે પરફોર્મન્સ સમયે અહીં હાજર હતો અને હવે મલાઈકાએ તેના પર એક નજર નાખી અને તે પીગળી ગયો”. આ સાંભળીને મલાઈકા જોરથી હસવા લાગી. પછી મનીષે તેના માટે શાયરી પણ કહી હતી. મનિષે પોતાની કવિતામાં મલાઈકાને ફટાકડો કહે છે. તેમની વાત સાંભળીને મલાઈકા હસી પડી અને કહ્યું, “કોઈ તેને બાંધીને રાખો અને તેને પરફોર્મન્સમાં પ્રોપર્ટી તરીકે રાખવામાં આવેલા ઘોડા પર બેસાડીને બહાર મોકલી દો.”

મલાઈકા અરોરા ઘણા રિયાલિટી શોનો ભાગ રહી ચુકી છે તમને જણાવી દઈએ કે, મનીષની આ કોમેડી પર માત્ર મલાઈકા જ નહીં પરંતુ તેના કો-જજ ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસ પણ દિલ ખોલીને હસતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ સીઝન 2 સાથે જોડાયેલી મલાઈકા અરોરા અત્યાર સુધી ઘણા રિયાલિટી શોનો ભાગ બની ચૂકી છે. મલાઈકા તાજેતરમાં જ અભિનેતા-મોડલ મિલિંદ સોમન અને વીજે અનુષા દાંડેકર સાથે ‘MTV સુપરમોડલ ઑફ ધ યર’ સીઝન બેમાં જજ તરીકે જોવા મળી હતી.

આ પણ વાંચો  : દિવાળી પાર્ટીમાં Hrithik Roshan એ માતા સાથે કર્યોં ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

આ પણ વાંચો :અક્ષયની સૂર્યવંશી હિટ થતાં જ મુંબઈના થિયેટરો ઉભરાઈ ગયા, રાત્રે આટલા વાગ્યાનો રાખવો પડ્યો શો

g clip-path="url(#clip0_868_265)">