CAA વિરોધ: ઉત્તરપ્રદેશમાં 7 લોકોના મોત, 14 જિલ્લામાં ઈન્ટરનેટ કરાયું બંધ
ભારતમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ચોતરફ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. દેશમાં ઘણાંબધા રાજ્યોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ઈન્ટરનેટ સેવા પરિસ્થિતિ મુજબ પોલીસના કહેવાથી બંધ થઈ શકે છે. દિલ્હીમાં આંદોલન ઉગ્ર બની રહ્યું છે. જો ઉત્તરપ્રદેશની વાત કરીએ તો સૌથી વધારે આગચંપી ત્યાં જોવા મળી રહી છે. Web Stories View more […]
ભારતમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ચોતરફ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. દેશમાં ઘણાંબધા રાજ્યોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ઈન્ટરનેટ સેવા પરિસ્થિતિ મુજબ પોલીસના કહેવાથી બંધ થઈ શકે છે. દિલ્હીમાં આંદોલન ઉગ્ર બની રહ્યું છે. જો ઉત્તરપ્રદેશની વાત કરીએ તો સૌથી વધારે આગચંપી ત્યાં જોવા મળી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ક્યાં ઈન્ટરનેટ કરાયું બંધ? મધ્યપ્રદેશના 52 જિલ્લાઓમાં સરકારે આગમચેતી સ્વરુપે કલમ 144 લગાવી દીધી છે. જબલપુરના 4 પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કર્ફયુ લાદવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં આ કાયદાના વિરોધમાં ભારે હંગામો થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશના બહરાઈચ, અમરોહા, બુલંદશહેર, પ્રતાપગઢ અને કાનપુર વગેરે 14 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. જો કે અમુક લોકોએ પોલીસને ગુલાબ આપીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા વિનંતી કરી છે.
આ પણ વાંચો : VIDEO: રાજ્યમાં હિંસા પાછળ કોંગ્રેસનો હાથ! ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું નિવેદન
#Delhi: Locals offer tea and roses to police personnel deployed for maintaining law & order following protest against #CitizenshipAmendmentAct, in Jafrabad area. pic.twitter.com/QRY7UsMQJV
— Tv9 Gujarati (@tv9gujarati) December 20, 2019
દિલ્હીમાં દરિયાગંજમાં પોલીસે ટોળાને હટાવવા માટે વોટરકેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો. પોલીસે આગચંપી અને ઉપદ્વવ મચાવવાના મામલે 40 લોકોની અટકાયત કરવામાં આવી છે. ગાજિયાબાદમાં સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સવારના 10 વાગ્યાથી સુધી ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાઈ છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ઈન્ડિયા ગેટ પર ધરણાંના કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને ભાજપ પર પ્રહાર કર્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઉત્તરપ્રદેશમાં આ વિરોધ પ્રદર્શનના લીધે 5 લોકોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 7 લોકોના જીવ ગયા છે. ફિરોજાબાદ, કાનપુર, મેરઠ અને સંભલમાં એક એક વ્યક્તિના જીવ ગયા છે. જ્યારે બિજનોરમાં 2 લોકો માર્યા ગયા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]