AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : US-Iran War વચ્ચે ભારતમાં પેટ્રોલ- ડીઝલના પુરવઠા અંગે સૌથી મોટા સમાચાર, BPCL એ આપ્યું નિવેદન, જાણો

ઈરાન-અમેરિકા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપની આશંકા વચ્ચે વૈશ્વિક તેલ પુરવઠાની ચિંતા વધી છે. જોકે, BPCLએ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી.

Breaking News : US-Iran War વચ્ચે ભારતમાં પેટ્રોલ- ડીઝલના પુરવઠા અંગે સૌથી મોટા સમાચાર, BPCL એ આપ્યું નિવેદન, જાણો
| Updated on: Mar 06, 2026 | 4:45 PM
Share

Iran – US, Iran War ને કારણે વિશ્વભરમાં તેલ પુરવઠાને લઈને ચિંતાઓ વધી રહી છે. જોકે, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ સ્પષ્ટતા કરી છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. કંપનીએ જણાવ્યું છે કે દેશમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય રીતે ચાલી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓ પાયાવિહોણી છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપ થવાની આશંકા..

અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓ બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. આ પરિસ્થિતિને કારણે વૈશ્વિક ઊર્જા બજાર પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને વિશ્વના મહત્વના તેલ પરિવહન માર્ગ તરીકે ઓળખાતા હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપ થવાની આશંકા વ્યક્ત થતા ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના પુરવઠા અંગે ચિંતાઓ વધતી જોવા મળી રહી છે.

પશ્ચિમ એશિયા વિશ્વના સૌથી મોટા તેલ અને ગેસ ઉત્પાદક પ્રદેશોમાંનો એક છે. અહીંથી દરિયાઈ માર્ગ દ્વારા મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસ વિવિધ દેશોમાં પહોંચાડવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ વિસ્તારમાં તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો વૈશ્વિક ઊર્જા બજારમાં અસ્થિરતા વધી શકે છે. જોકે, હાલની સ્થિતિમાં ભારતમાં ઈંધણ પુરવઠાને લઈને કોઈ સમસ્યા ઉભી થઈ નથી.

ભારતની ઊર્જા સપ્લાય ચેઇન મજબૂત

સરકારી માલિકીની તેલ કંપનીઓએ પણ જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કેટલાક વિસ્તારોમાં ઈંધણની અછત અંગેની અફવાઓ ફેલાતા લોકોમાં ચિંતા જોવા મળી હતી, પરંતુ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે આવા અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે. ભારતની ઊર્જા સપ્લાય ચેઇન મજબૂત છે અને પૂરતા સંગ્રહ સાથે આયાતની વ્યવસ્થા પહેલેથી જ કાર્યરત છે.

ભારત પેટ્રોલિયમ (BPCL)એ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે કંપની સંપૂર્ણપણે સામાન્ય રીતે કામગીરી કરી રહી છે અને દેશભરના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણનો પુરવઠો નિયમિત રીતે ચાલુ છે. કંપનીએ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને ગભરાટમાં આવી પેટ્રોલ પંપ પર ભીડ ન કરવાની અપીલ પણ કરી છે.

ભારતની ઈંધણ સપ્લાય ચેઇન હાલ સ્થિર

સાથે જ BPCLએ લોકોને માત્ર સત્તાવાર સ્ત્રોતોમાંથી મળતી માહિતી પર જ વિશ્વાસ રાખવાની સલાહ આપી છે. કંપનીના જણાવ્યા મુજબ દેશમાં પેટ્રોલ અને ડીઝલની ઉપલબ્ધતા સંપૂર્ણપણે સામાન્ય છે અને જનતાને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નિષ્ણાતોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય તણાવ હોવા છતાં ભારતની ઈંધણ સપ્લાય ચેઇન હાલ સ્થિર અને મજબૂત સ્થિતિમાં છે.

દેશનો સૌથી મોટો Jio નો IPO આ કારણે અટકી શકે છે, જાણો

Follow Us
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">