AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના હુમલાથી ડરીને બંકરમાં છુપાઈ ગયો હતો પાકિસ્તાનનો આર્મી ચીફ મૌલાના મુનીર, હવે સુરક્ષિત સ્થળ પર થયો રવાના

રાવલપિંડીના નૂર ખાન ઍર બેસ પર હુમલાને કારણે પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરને બે-ત્રણ કલાક સુધી બંકરમાં છુપાઈ જવુ પડ્યુ હતુ. હવે તેને સુરક્ષિત ઘરમાં લાવવામાં આવ્યો છે. ભારતના હુમલાને કારણે ત્યાંના સેના પ્રમુખને પણ બંકરમાં છુપાઈ જવા માટે મજબુર થવુ પડ્યુ હતુ.

ભારતના હુમલાથી ડરીને બંકરમાં છુપાઈ ગયો હતો પાકિસ્તાનનો આર્મી ચીફ મૌલાના મુનીર, હવે સુરક્ષિત સ્થળ પર થયો રવાના
| Updated on: May 12, 2025 | 5:43 PM
Share

ભારત સાથે સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ મુનીરને પણ બંકરમાં છુપાઈ જવુ પડ્યુ હતુ. 10 મે એ રાવલપિંડીના નૂર ખાન ઍરબેઝ પર ભારતે હવાઈ હુમલો કર્યો હતો. આ દરમિયાન જનરલ મુનીરે બે થી ત્રણ તલાક સુધી બંકરમાં છુપાઈ રહેવુ પડ્યુ હતુ. સીઝફાયર થયા બાદ તેને એક સુરક્ષિત ઘરમાં લાવવામાં આવ્યો હતો. ભારત અને પાકિસ્તાનમાં સીઝફાયર થયા બાદ પણ આર્મી ચીફ મુનીર બહાર નથી આવી રહ્યો. ન્યૂઝ 9ના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

ભારત અને પાકિસ્તાનમાં ચાર દિવસ (6 થી 10 મે) સુધી મોટો સૈન્ય સંઘર્ષ જોવા મળ્યો. ભારત તરફથી આતંકી ઠેકાણાઓ પર હુમલા બાદ પાકિસ્તાનમાં ભારતે ડ્રોનનું એક ઝૂંડ મોકલ્યુ હતુ. ત્યારબાદ ભારતે પાકિસ્તાનના ડ્રોન હુમલાનો જવાબ આપતા તેના અનેક ઍરબેઝ પર હવાઈ હુમલા કર્યા હતા. તેમા સૌથી મહત્વપૂર્ણ રાવલપિંડીના નૂર ખાન ઍરબેઝ પર હુમલો હતો. આ બેઝ પર હુમલાને અસીમ મુનીરે ડરાવી દીધા હતા.

પાકિસ્તાન માટે ખાસ છે નૂર ખાન બેસ

નૂર ખાન ઍરબેસ પાકિસ્તાનના રાવલપિંડીમાં આવેલુ છે. આ પાકિસ્તાનના સૌથી મજબૂત સૈન્ય ઠેકાણાઓમાંથી એક માનવામાં આવે છે. અહીં ન માત્ર પાકિસ્તાનના સૌથી શક્તિશાળી હવાઈ ઉપકરણ તૈનાત છે પરંતુ તેમની સુરક્ષા માટે ચીની ઍર ડિફેન્સ સિસ્ટમની જાળ પણ બિછાવવામા આવી છે. પાકિસ્તાનની મોટાભાગના VIP અહીંથી જ ઉડાન ભરે છે. અહીં પાકિસ્તાની વાયુસેનાના ઍર મોબિલિટી કમાંડના મુખ્યાલય પણ આવેલ છે. એવામાં જ્યારે ભારતનો હુમલો થયો તો આસીમ મુનીર અહીં ફસાઈ ગયા અને બંકરમાં છુપાઈને જીવ બચાવવો પડ્યો.

ભારતના હુમલા બાદ જો સેટેલાઈટ તસવીર આવી છે. તેમા જોઈ શકાય છે હુમલામાં પાકિસ્તાનના નૂર ખાન ઍરબેઝને ઘણુ નુકસાન થયુ છે. પાકિસ્તાનના ઈન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સના ડાયરેક્ટર (DG IPSR) એ સત્તાવાર રીતે PAF બેસ નૂર ખાન પર ભારતીય હુમલાનો સ્વીકાર કર્યો. ભારતે નૂર ખાન એરબેઝ પર રડાર ઇન્સ્ટોલેશન અને એરક્રાફ્ટ હેંગર સહિત મુખ્ય ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવા માટે આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.

ભારતે 10 મેના રોજ નૂર ખાન એરબેઝ તેમજ ચકવાલમાં મુરીદ અને શોરકોટમાં રફીકી એરબેઝ પર હુમલો કરવા માટે બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાન આ મિસાઇલને ટ્રેક કરવામાં અસમર્થ હતું, તેથી હુમલા પછી આ એરબેઝ કામ કરી રહ્યા નથી. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની સેના નૂર ખાનથી જાસૂસી મિશન ચલાવતી હતી.

“હમાસના રસ્તે ચાલી રહ્યુ છે પાકિસ્તાન, હવે શું ભારત પણ કરશે ઈઝરાયેલ વાળી?- વાંચો”– આ  સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">