હમાસના રસ્તે ચાલી રહ્યુ છે પાકિસ્તાન, હવે શું ભારત પણ કરશે ઈઝરાયેલ વાળી?- વાંચો
પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર ટુ નેશન થિયરીના સિદ્ધાંતને માને છે. આથી તેઓ હિંદુઓ અને મુસલમાનોને અલગ દેશ માને છે. કાશ્મીર કબજે કરવા માટે તેનો આ તર્ક એવો જ છે જેવુ હમાસ ઈઝરાયેલને નષ્ટ કરી દેવા માટે કરે છે.

પાકિસ્તાન તેના જન્મથી લઈને આજ સુધી ક્યારેય એક લોકશાહી દેશ બની શક્યો જ નહીં. જે દેશનો જન્મ જ એક ખોટા સિદ્ધાંતને આધારે થયો હોય તેના વિકાસની આશા તો કેવી રીતે રાખી શકાય. પહલગામ હુમલા પહેલા જે રીતે પાકિસ્તાની સેના પ્રમુખ આસીમ મુનીરે હિંદુ-મુ્સ્લિમ કર્યુ. પહલગામ હુમલા બાદ જે પ્રકારે પાકિસ્તાનના મંત્રીઓએ પરમાણુ હુમલાની ધમકી આપી, એ કોઈ કારણ વગર ન હતુ. વાસ્તવમાં પાકિસ્તાન એક જવાબદાર દેશ હોવાની આશા રાખી જ ન શકાય. અમેરિકા જેવા શક્તિશાળી દેશથી પાકિસ્તાન ખૂંખાર આતંકી ઓસામા બિન લાદેનને છુપાવે છે. અમેરિકાએ જણાવ્યા વિના જ એબોટાબાદમાં ઓપરેશન કર્યુ. તેને પહેલેથી જ ખબર હતી કે પાકિસ્તાન પર ભરોસો કરી શકાય તેમ નથી. આજ કારણ છે કે ઓપરેશન સિંદૂર બાદ એ માની લેવુ કે પાકિસ્તાનમાંથી આતંકવાદીઓનો જડમૂળમાંથી ખાત્મો કરી નાખવામાં આવશે એ મોટી ભૂલ ગણાશે. ભારતીય સેનાએ પાકિસ્તાન સાથે બહુ લાંબી લડાઈ લડવા માટે તૈયાર રહેવુ પડશે. ...
