કારતકમાં મેઘાનુ મંડાણ ! હવામાન વિભાગે દક્ષિણ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની કરી આગાહી

|

Nov 27, 2021 | 7:47 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાયલસીમા અને દક્ષિણ તટીય આંધ્રના ભાગો, ખાસ કરીને ચિત્તૂર અને નેલ્લોરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

કારતકમાં મેઘાનુ મંડાણ ! હવામાન વિભાગે દક્ષિણ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની કરી આગાહી
Rain (File Photo)

Follow us on

Rain : ગયા અઠવાડિયે આંધ્રપ્રદેશમાં પડેલા ભારે વરસાદ બાદ રાજ્યના દક્ષિણ કોસ્ટલ અને રાયલસીમા જિલ્લામાં સ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે. જો કે, ભારતીય હવામાન વિભાગે (India Meteorological Department)શુક્રવારે માહિતી આપી હતી કે, આ ક્ષેત્રમાં 2 ડિસેમ્બર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. શુક્રવારે સવારે થોડા કલાકો સુધી ચિત્તૂરના કેટલાક ભાગોમાં હળવો વરસાદ ચાલુ રહ્યો હતો. જ્યારે તમિલનાડુની (Tamil Nadu) સરહદે આવેલા કેટલાક શહેરોમાં મહત્તમ 2 મીમી વરસાદ નોંધાયો હતો.

જિલ્લાના અધિકારીઓ હાઈ એલર્ટ પર

ઉપરાંત રેનિગુંટામાં શુક્રવાર સાંજ સુધીમાં 0.5 મીમી વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગના આગાહી અનુસાર, આગામી ત્રણથી ચાર દિવસમાં રાયલસીમા અને દક્ષિણ તટીય આંધ્રના ભાગો, ખાસ કરીને ચિત્તૂર અને નેલ્લોરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આંધ્રપ્રદેશમાં તાજેતરના ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોના ગામોમાં પહેલેથી જ સ્થિતિ વણસી છે. ત્યારે હાલ આગાહીને પગલે રાજ્ય સરકારે જિલ્લાના અધિકારીઓને હાઈ એલર્ટ પર રાખ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઘણા જિલ્લા પૂરથી પ્રભાવિત થયા

આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ (YS Jagan Mohan Reddy)શુક્રવારે રાજ્ય વિધાનસભામાં જણાવ્યું હતું કે, તેમની સરકાર વિલંબ કર્યા વિના પૂર પ્રભાવિત વિસ્તારોમાં તમામ રાહત અને બચાવ પગલાં લઈ રહી છે. વધુમાં રેડ્ડીએ કહ્યું હતુ કે, કુડ્ડાપાહ, ચિત્તૂર, અનંતપુર અને નેલ્લોર જિલ્લાઓ પહેલાની જેમ ભારે વરસાદ અને પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. તમામ જિલ્લા અધિકારીઓ રાહત કાર્યમાં સામેલ છે અને સંબંધિત વિસ્તારોના મંત્રીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે.

દ્વીપકલ્પીય ભારતમાં 143.4 ટકા વધુ વરસાદ

બીજી તરફ દ્વીપકલ્પીય ભારતમાં 1 નવેમ્બરથી 25 નવેમ્બર વચ્ચે 143.4 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. અવિરત વરસાદને પગલે આ વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું. ભારતીય હવામાન વિભાગના (IMD)જણાવ્યા અનુસાર, 1 ઓક્ટોબરથી 25 નવેમ્બરની વચ્ચે 63 ટકા વધારાનો વરસાદ થયો છે. જ્યારે 1 ઓક્ટોબરથી પૂર્વોત્તર ચોમાસા દરમિયાન તમિલનાડુમાં 61 ટકા, પુડુચેરીમાં 83, કર્ણાટકમાં 105 અને કેરળમાં 110 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ચેન્નાઈ અને આંધ્રપ્રદેશના રાયલસીમાના ભાગોમાં વરસાદને કારણે હાલ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો : Covid-19 Variant : ખુબ ઝડપથી ફેલાતા વેરિયન્ટે વધારી ચિંતા, WHO એ કોવિડ-19 નવા વેરિયન્ટને નામ આપ્યુ ‘ઓમિક્રોન’

આ પણ વાંચો : Covid-19 Vaccine: ભારતે 22 નવેમ્બર સુધીમાં 95 દેશોને 7.07 કરોડ કોરોના વેક્સિનના ડોઝ મોકલ્યા, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આપી જાણકારી

Next Article