India Independence Day 2021 LIVE ભારતનો અનમોલ સમય, અનેક નિર્ણયોથી વિશ્વને દર્શાવ્યુ ભારત બદલાયુ, સૈનિક સ્કુલમાં હવેથી દિકરીઓ પણ ભણી શકશેઃ વડાપ્રધાન મોદીની જાહેરાત

TV9 GUJARATI

|

Updated on: Aug 15, 2021 | 11:56 AM

Independence Day 2021 Live વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલકિલ્લા પરથી સતત આઠમીવાર 15મી ઓગસ્ટે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો.  આ સમયે ભારતીય વાયુસેનાના બે એમઆઈ 17 1વી હેલિકોપ્ટરથી, સમારંભ સ્થળે પહેલીવાર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

India Independence Day 2021 LIVE ભારતનો અનમોલ સમય, અનેક નિર્ણયોથી વિશ્વને દર્શાવ્યુ ભારત બદલાયુ, સૈનિક સ્કુલમાં હવેથી દિકરીઓ પણ ભણી શકશેઃ વડાપ્રધાન મોદીની જાહેરાત
Prime Minister Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75મા સ્વતંત્ર દિવસે લાલકિલ્લા પરથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યા બાદ કહ્યુ કે, આજે લેવાયેલા સંકલ્પનું વર્ણન 2047ના સ્વતંત્ર દિવસે જે કોઈ વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવશે તે વર્ણાવશે. આજની પેઢી કેન ડુ જનરેશન છે. પાછલા વર્ષોમાં ભારતે લીધેલા કેટલાક નિર્ણયોથી વિશ્વમાં સાબિત થયુ છે કે ભારત બદલાયુ છે. આવનારા વર્ષોમાં દેશના દરેક ગામને આંતર માળખાકિય સવલતો પૂરી પાડવાનો સંકલ્પ છે. દેશની દરેક સૈનિક સ્કુલોમાં હવેથી દિકરી પણ ભણી શકશે. 75 વંદે ભારત ટ્રેન દ્વારા દેશના દરેક રાજ્યને જોડવાની પણ જાહેરાત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા કહ્યુ કે, આ સમય વિજય તરફ આગળ વધવાનો છે. આ સમય છે સાચો સમય છે ભારતનો અનમોલ સમય છે. અસંખ્ય ભૂજાઓની શક્તિ છે. દરેક જગ્યાએ ભારતનો સમય છે. ભારતના ભાગ્યનો સમય છે.

પાછલા વર્ષોમાં ભારતે લીધેલા કેટલાક ઐતિહાસિક નિર્ણયોથી વિશ્વને બતાવ્યુ છે કે ભારત બદલાયુ છે.  370 કલમ, વેન રેન્ક વન પેન્શન, રામ જન્મભૂમિ, જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર પંચાયત ચૂંટણી સહીતના અનેક નિર્ણયો લેવાયા.  વિદેશી મુદ્રા ભંડાર ઐતિહાસિક સ્તરે છે, સર્જીકલ અને એર સ્ટ્રાઈક દ્વારા વિશ્વને ભારતની શક્તિનો પરીચય કરાવીને જણાવ્યુ છે કે ભારત બદલાયુ છે. તે સાબિત કરી દર્શાવ્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા કહ્યુ કે, સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રની સાથે સૌ જોડાઈ ગયા છીએ પણ આજે આહવાન કરુ છુ. સબ કા સાથ સબકા વિકાસ, સબ કા વિશ્વાસ અને હવે સબકા પ્રયાસ થકી આપણે નિર્ધારેલ લક્ષ્યાંકે પહોચવા જરૂરી છે.

આઝાદીના 75માં વર્ષના અવસર પર એક કાર્યક્રમ આધારિત નથી કરવું. નવા સંકલ્પ કરવા છે. નવા સંકલ્પ સાથે આગળ વધવુ છે, આગામી 25 વર્ષમાં આપણા સંકલ્પની સિધ્ધિ મારફતે સમૃધ્ધિના શિખરે પહોચવું છે. અમૃતકાળનો લક્ષ્ય છે લોકોના જીવનમાં સરકાર દખલ ના દે. આપણ કોઈથી ઓછા ના હોવા જોઈએ. પણ સંકલ્પ ત્યા સુધી અધૂરો રહે છે કે પરિશ્રમ અને પરાકાષ્ટા ના હોય.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 15 Aug 2021 09:29 AM (IST)

  ભારતનો અનમોલ સમય, લાલ કિલ્લા પરથી વડાપ્રધાને વાંચી કવિતા

  લાલ કિલ્લા પરથી કરાયેલા સંબોધનની સમાપ્તિ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કવિતા વાચી હતી જેમાં તેમણે ભારતના ભાગ્યનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે, આ સમય છે. ભારતનો અનમોલ સમય છે.

  યહી સમય હૈ સહી સમય હૈ ભારતકા અનમોલ સમય હૈ

  અસંખ્ય ભુજાઓકી શક્તિ હૈ હર તરફ દેશકી ભક્તિ હૈ

  તુમ ઉઠો ત્રિરંગા લહેરા દો ભારત કા ભાગ્ય કો ફહરા દો

  યહી સમય હૈ સહી સમય હૈ ભારતકા અનમોલ સમય હૈ

  કુછ એસા નહી જો કર ના શકો કુછ એસા નહી જો પા ના શકો

  તુમ ઉઠ જાઓ, તુમ જુટ જાઓ

  સામર્થ્ય કો અપને પહેચાનો

  કર્તવ્ય કો અપને સબ જાનો

  યહી સમય હૈ સહી સમય હૈ ભારતકા અનમોલ સમય હૈ

 • 15 Aug 2021 09:01 AM (IST)

  આજે લેવાયેલા સંકલ્પોની સિધ્ધિ 2047ના સ્વતંત્ર દિવસે વડાપ્રધાન વર્ણાવશે

  આજના યુવા કેન ડુ જનરેશન છે. તમામ લક્ષ્યાંકો પ્રાપ્ત કરી શકે છે. 2047 આઝાદીના 100 વર્ષે જે કોઈ વડાપ્રધાન હશે તે સિધ્ધિઓનુ વર્ણન કરશે તે સિધ્ધિ એ હશે જે આજે સંકલ્પ કરાઈ રહ્યા છે. આ સમય છે સહિયારુ સ્વપ્ન જોવાનો. તેને સફળ કરવા પ્રયાસ કરવાનો અને આ એ સમય છે વિજય તરફ આગળ વધવાનો. આ સમય છે સાચો સમય છે ભારતનો અનમોલ સમય છે. અસંખ્ય ભૂજાઓની શક્તિ છે. દરેક જગ્યાએ ભારતનો સમય છે. ભારતના ભાગ્યનો સમય છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ.

 • 15 Aug 2021 08:56 AM (IST)

  સહિયારા પ્રયાસથી લક્ષ્યાંકો સિધ્ધ કરવા અપિલ

  વડાપ્રધાને સૌને અપિલ કરતા કહ્યુ કે, આપણે પણ કેટલુક ધ્યાન રાખવુ પડશે, સહિયારા પ્રયાસ વડે જ આપણા લક્ષ્યાંકો સિદ્ધ કરી શકાશે. આપણે અધિકારોને મહત્વ આપી રહ્યા છીએ. સંકલ્પનુ બીડુ ઉપાડવા માટે દરેક લોકોએ જોડાવવુ પડશે. જળ સરક્ષણનુ અભિયાન શરૂ કરાયુ છે. પાણી બચાવવાને આપણી આદત સાથે જોડવાનુ છે. લોકલ ફોર વોકલનુ અભિયાન શરુ કર્યુ છે તો વધુને વધુ લોકો સ્થાનિક ઉત્પાદનને ખરીદે, પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવે, સિંગલ યુઝ ચીજવસ્તુઓ ના ખરીદે, નદીઓને સ્વચ્છ રાખે.

 • 15 Aug 2021 08:51 AM (IST)

  ભારત બદલાયુ છે, વિશ્વને તેનો પરચો આપ્યો છેઃ મોદી

  પાછલા વર્ષોમાં 370 કલમ, વેન રેન્ક વન પેન્શન, રામ જન્મભૂમિ, જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર પંચાયત ચૂંટણી સહીતના અનેક નિર્ણયો લેવાયા વિદેશી મુદ્રા ભંડાર ઐતિહાસિક સ્તરે છે, સર્જીકલ અને એર સ્ટ્રાઈક દ્વારા વિશ્વને ભારતની શક્તિનો પરીચય કરાવીને જણાવ્યુ છે કે ભારત બદલાયુ છે.

 • 15 Aug 2021 08:49 AM (IST)

  પર્યાવરણ ક્ષેત્ર માટે નેશનલ હાઈડ્રો મિશનની જાહેરાત કરતા મોદી

  દેશમાં સુઆયોજીત સીએનજી પીએનજી નેટવર્ક સ્થાપવાની દિશમાં આગળ વધી રહ્યુ છે. ભારતીય રેલ્વે 2030 સુધી ઝીરો કાર્બનસ્તરે પહોચવાનો લક્ષ્યાંક છે. જી 20 દેશમાં ભારત એકમાત્ર એવો દેશ છે પર્યાવરણ ક્ષેત્રે પોતાના લક્ષ્યાંક માટે આગળ વધી રહ્યુ છે. મિશન સરક્યુલર ઈકોનોમી પર ભાર અપાશે. ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે લક્ષ્ય માટે નેશનલ હાઈડ્રો મિશનની જાહેરાત કરુ છુ.

 • 15 Aug 2021 08:44 AM (IST)

  સૈનિક સ્કુલમાં હવેથી દેશની દિકરી પણ ભણી શકશે.

  વડાપ્રધાને જાહેરાત કરતા કહ્યુ કે, હવેથી સૈનિક સ્કુલમાં દેશની દિકરી ભણી શકશે. સૈન્ય સ્કુલમાં ભણવા માટે અનેક દિકરીઓ મને કહી રહી હતુ. મિઝોરમમાં એક પ્રયાસ  કર્યો હતો. જે સફળ રહ્યો છે. હવેથી દરેક સૈનિક સ્કુલ દેશની દિકરી માટે ખોલી દેવાશે. હવેથી સૈન્ય સ્કુલમાં દિકરી પણ ભણશે

 • 15 Aug 2021 08:41 AM (IST)

  રમત ક્ષેત્રે આધુનિકતા અપનાવીને વિશ્વસ્તરે પહોચવુ છે

  રમત પ્રત્યે આપણો બદલાવ આવ્યો છે. ઓલિમ્પિકમાં પદક લેનારા તેની સાબિતી છે.  ટેકનોલોજી અને અન્ય આધુનિકતા અપનાવીને વધુ આગળ વધવુ છે. ભારતની દિકરી પોતાના ક્ષેત્રમાં સ્થાન મેળવવા આતુર છે. દરેક ક્ષેત્રે મહિલાઓની સમાનભાવ હોવો જરૂરી છે.

 • 15 Aug 2021 08:39 AM (IST)

  માતૃભાષામાં શિક્ષણ જરૂરી

  ભાષાને લઈને દેશમાં વિભાજન થયુ છે. માતૃભાષામા ભણીને ગરિબના સંતાનો આગળ વધશે ત્યારે તેમની સાથે ન્યાય થયો ગણાશે. નવી શિક્ષણ નિતી એક પ્રકારે ગરિબી વિરુધની લડાઈ માટેનુ શસ્ત્ર બનીને ઉભરશે તેવો વિશ્વાસ વડાપ્રધાન વ્યક્ત કર્યો હતો. ખેલના મેદાનમાં ભાષા અવરોધક નથી બની તેના કારણે ખેલાડીઓ વિકાસ થઈ રહ્યો છે.

 • 15 Aug 2021 08:37 AM (IST)

  વિકાસ માટે અવરોધક નિયમો-પ્રક્રિયાની સમિક્ષા જરૂરી

  વડાપ્રધાને ખાસ કરીને સરકરારી કર્મચારીઓને આહવાન કર્યુ હતુ કે, નિયમો અને પ્રક્રિયાની સમિક્ષાનુ અભિયાન ચલાવો. દેશની પ્રગિતમાં અવરોધરૂપ નિયમો કાયદાઓને દૂર કરવા જરૂરી છે. બ્યુરોક્રસીમાં એફિસિયન્સી વધારવા માટે પણ સરકારે કામગીરી હાથ ધરી છે.

 • 15 Aug 2021 08:32 AM (IST)

  બિન જરૂરી કાયદાઓ સમાપ્ત કરી દેવાયા છેઃ મોદી

  જરૂરી સુધારાઓ માટે ગુડ અને સ્માર્ટ ગવર્નન્સ જોઈએ. નાગરિકોને સર્વિસ ડિલેવરી અનુસાર છેવાડાના લોકો સુધી તેમના અધિકારો પહોચે તે જરૂરી છે. સરકારની દખલગીરી ઓછી કરવી જરૂરી છે. પહેલાની સરકાર ડ્રાઈવીગ સિટ પર બેસી હતી પણ હવે સમય બદલાયો છે. બિનજરૂરી કાયદાઓથી મુક્તિ અપાઈ રહી છે. અત્યાર સુધીમાં અનેક બિનજરૂરી કાયદાઓ સમાપ્ત કર્યા છે.15 હજારથી વધુ ક્મ્પાલાઈન્સ રદ કરી દેવાયા છે.

 • 15 Aug 2021 08:30 AM (IST)

  ગઈકાલના સ્ટાર્ટઅપ આજે દુનિયામાં છવાઈ રહ્યા છે

  દેશના અલગ અલગ સેકટર, ટીયર ટુ અને ટીયર થ્રી સિટીમાં પણ વિકાસ થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોચવા માટે મદદ કરવામા આવી રહી છે. નિયમોમાં સરળીકરણ કરાઈ રહ્યુ છે. કોરોનાના કઠીન કાળમાં હજ્જારો નવા સ્ટાર્ટઅપ ઉભરી આવ્યા છે. આગળ વધી રહ્યાં છે. યુનિક આઈડિયાને કારણે આગળ વધી રહ્યાં છે દુનિયામાં છવાઈ જવા કામ કરી રહ્યાં છે

 • 15 Aug 2021 08:27 AM (IST)

  સાત વર્ષ પૂર્વે 8 બિલિયન મોબાઈલની આયાત કરનાર ભારત, આજે 3 બિલિયનના મોબાઈલ ફોનની નિકાસ કરે છે

  ભારત આજે યુધ્ધ વિમાન બનાવી રહ્યુ છે. સબમરિન બનાવી રહ્યુ છે. આકાશમાં પણ યાન મોકલી રહ્યુ છે. આ આપણા સ્વદેશીકરણનો ફાયદો છે. સાત વર્ષ પૂર્વે આઠ બિલીયનના મોબાઈલ ફોન આયાત કરતા હતા. આજે આયાત તો ઘટી છે. 3 બિલિયનના મોબાઈલ ફોનની નિકાસ કરીએ છીએ

 • 15 Aug 2021 08:24 AM (IST)

  આંતરમાળખાકીય ક્ષેત્રે 100 લાખ કરોડની ગતિ શક્તિ યોજના અમલમાં લવાશે

  પ્રધાનમત્રી ગતિ શક્તિની યોજના લઈને આપણે આવીશુ 100 લાખ કરોડથી મોટી યોજના છે. જે લાખ્ખો યુવાનોને રોજગારી આપશે. ગતિ શક્તિ નેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્લાન હશે. લોકલ મેન્યુફેકચર્સને ગ્લોબલસ્તરના બનાવાશે. ગતિ શક્તિ ભારતના કાયાકલ્પનો આધાર બનશે.

 • 15 Aug 2021 08:21 AM (IST)

  આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 75 વંદેભારત ટ્રેનથી દેશને જોડી દેવાશે

  આઝાદીના 75માં વર્ષે આપણુ દાયિત્વ છે કે, ન્યુ એઝ ટેકનોલોજી માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવુ પડશે તેમ કહેતા વડાપ્રધાને કહ્યુ કે, જળ, થલ, નભ મા જોવા માટે અસાધારણ કામ દર્શાવ્યુ છે. નવા નવા સ્થળને સી પ્લેનથી જોડાઈ રહ્યાં છે. ભારતીય રેલ્વે આઝાદીના અમૃત મહોત્સવમાં 75 સપ્તાહ 2023 સુધી યોજાશે. જેના અતંર્ગત 75 વંદે ભારત ટ્રેન દેશના એકબીજા સ્થળને જોડાશે

 • 15 Aug 2021 08:18 AM (IST)

  ગામડાની જમીન વિવાદનો નહી વિકાસનો આધાર બને

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે,  સ્વામિત્વ યોજના હેઠળ ગામડે ગામડે ડ્રોન મારફતે જમીન માપવમાં આવી રહી છે. જેના કારણે જમીનને લગતા કેસ ઘટી રહ્યા છે. અને બેંક દ્વારા સરળતાથી લોન મળી રહી છે. ગામની જમીન વિવિદની નહી વિકાસનો આધાર બને તે દિશામાં પ્રયાસ થઈ રહ્યો છે.

 • 15 Aug 2021 08:15 AM (IST)

  નાના ખેડૂતો બને દેશની શાન

  આવનારા દિવસોમાં બ્લોક સ્તરે કોલ્ડસ્ટોરેજ ઉભા કરાશે. 1.5 લાખ કરોજડ રકમ કિસાન નિધી હેઠળ ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવાયા છે. નાના ખેડૂતો બને દેશની શાન તેમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આજે દેશમાં 17 સ્થળે કિસાન રેલ ચાલી રહી છે. કમલમ હોય કે શાહી લીચી, ભૂતજલોકિયા મરચા હોય કે કાળા મરી દુનિયાના અલદ અલગ દેશમાં પહોચી રહ્યા છે.

 • 15 Aug 2021 08:12 AM (IST)

  ખેતી ક્ષેત્રે કૃષિ વૈજ્ઞાનિકોની શોધ અને કાર્યોને જોડવા જરૂરી, નાના ખેડૂતોને ધ્યાને રાખીને જ નિર્ણય લેવાશે

  આપણા વૈજ્ઞાનિકો સુઝબુઝથી કામ કરી રહ્યાં છે. ત્યારે હવે સમય આવી ગયો છે કે ખેતી ક્ષેત્રે વૈજ્ઞાનિકોની શોધ અને તેમના કાર્યોને જોડીને પૂરો લાભ લેવામાં આવે. ખેડૂતો પાસે જમીન ઘટી રહી છે જેમાં પરીવારના ભાગલાને કારણે 80 ટકા ખેડૂતો પાસે 2 હેકટરથી ઓછી જમીન છે. આવા ખેડૂતો નાના ખેડૂતો છે. પહેલા દેશમાં જે નીતિ બની તેમાં આવા ખેડૂતો માટે ધ્યાન કેન્દ્રિત નહોતુ કરાયુ. પરંતુ હવે નાના ખેડૂતોને ધ્યાને રાખીને નિર્ણય લેવાઈ રહ્યાં છે.

 • 15 Aug 2021 08:09 AM (IST)

  સેલ્ફ હેલ્પ ગ્રુપ માટે સરકાર ઈ કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરાશે

  સહકારી માળખાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યુ કે સહકાર વિભાગ માટે અલગ મંત્રાલય બનાવ્યુ છે. રાજ્યોની અંદર સહકારી ક્ષેત્રને વધુ બળવાન બનાવવાનો પ્રયાસ છે. આપણા ગામને ઝડપથી બદલાતા જોઈ રહ્યાં છીએ. પહેલા વર્ષો સુધી વિજળી અને રોડ આપવાના કામમાં લાગ્યા. પણ હવે ઈન્ટરનેટ, ઓપ્ટીકલ ફાઈબર લાગી રહ્યા છે. સેલ્ફ હેલ્પ ગ્રુપથી મહિલાઓ પગભર થઈ રહી છે. તેમના માટે ઈ કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરશે

 • 15 Aug 2021 08:07 AM (IST)

  દેશના 110 આકાંક્ષિત જિલ્લામાં રોડ, રોજગારી, શિક્ષણના કાર્યને પ્રાથમિકતા અપાઈ રહી છે

  જમ્મુ કાશ્મીર માટે ડિલિમિટેશનની કામગીરી ચાલી રહી હોવાનુ જણાવીને વડાપ્રધાને કહ્યુ કે, લદ્દાખમાં આંતરમાળખાકિય સવલતો ઉભી કરાઈ રહી છે. 110 જિલ્લા આકાંક્ષિત છે જેમાં શિક્ષણ, રોજગારી, રોડ વગેરેને પ્રાથમિકતા અપાઈ રહી છે. આમાં સૌથી વધુ જિલ્લાઓ આદિવાસીક્ષેત્રમાં છે.

 • 15 Aug 2021 08:04 AM (IST)

  ઉતર પૂર્વના રાજ્યોમાં વિકાસ કરાશે, વિવિધ રાજ્યોની રાજધાનીઓને રેલ્વેથી જોડી દેવાશે

  ઉતર પૂર્વના રાજ્યોમાં થઈ રહેલા વિકાસનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યુ કે, ઉતર પૂર્વના તમામ રાજ્યોની રાજધાનીને રેલ્વેથી જોડી દેવાશે. બાગ્લાદેશ મ્યાનમાર અને દક્ષિણ પૂર્વના દેશ સાથે જોડાઈ રહ્યાં છે. પ્રવાસન, ઓર્ગેનિક ફાર્મ વગેરેના વિકાસની વિપૂલ તક રહેલી છે. આ માટે આપણે અમૃતકાળના કેટલાક દશકમાં પૂરા કરાશે

 • 15 Aug 2021 08:01 AM (IST)

  વિકાસમાં કોઈ સમાજ કે વિસ્તાર છુટવો ના જોઈએઃ મોદી

  આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ઉત્તમ તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. 75 હજારથી વધુ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર બનાવી દેવાયા છે. અનેક હોસ્પિટલ પાસે પોતાના ઓક્સિજન પ્લાન્ટ હશે. જે લોકો પછાત છે વિસ્તાર પછાત છે તેમને મૂળભૂત જરૂરીયાત પૂરી કરાશે. ઓબીસી ક્વોટોનો અધિકાર રાજ્યોને આપી દેવાયો છે. વિકાસમાં કોઈ સમાજ ના છુટે, કોઈ ભૂભાગ છુટવો ના જોઈએ.

 • 15 Aug 2021 07:55 AM (IST)

  નળ સે જળ યોજના હેઠળ 4.5 કરોડ લોકોને ઘરે પાણી પહોચાડાયુ

  દેશના તમામ ગામડાને રસ્તાથી જોડવાની વાત કરતા મોદીએ કહ્યુ કે આપણે એ તમામને જોડવુ છે જેઓ તેના માટે હક્કદાર છે. આપણે ત્યા ફેરિયા માટે ક્યારેય નથી વિચારાયુ. આપણે તેમને સ્વનિધિ યોજના હેઠળ આર્થિક મદદ કરીને પગભર કરવાનો પ્રયાસ કર્યો છે. આપણે થોડાક જ વર્ષમાં આપણા સંકલ્પનો સાકાર કરવા છે. દરેક ઘરને પાણી પહોચાડવા માટે કામ ચાલી રહ્યુ છે. 4.5 કરોડ લોકોને નળથી પાણી મળી રહ્યું છે.

 • 15 Aug 2021 07:53 AM (IST)

  સબ કા સાથ સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને હવે સબ કા પ્રયાસ સાથે લક્ષ્યાંક પ્રાપ્ત કરીશુઃ મોદી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા કહ્યુ કે, સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રની સાથે સૌ જોડાઈ ગયા છીએ પણ આજે આહવાન કરુ છુ. સબ કા સાથ સબકા વિકાસ, સબ કા વિશ્વાસ અને હવે સબકા પ્રયાસ લક્ષ્યાંકે પહોચવા જરૂરી છે.

 • 15 Aug 2021 07:50 AM (IST)

  આઝાદીના અમૃતકાળનો લક્ષ્યાંક હમ કિસી સે કમ નહી, સમૃધ્ધિના શિખરે પહોચવુ

  75માં વર્ષના અવસર પર એક કાર્યક્રમ આધારિત નથી કરવું. નવા સંકલ્પ કરવા છે. નવા સંકલ્પ સાથે આગળ વધવુ છે, આગામી 25 વર્ષમાં આપણા સંકલ્પની સિધ્ધિ. સમૃધ્ધિના શિખરે પહોચવું. અમૃતકાળનો લક્ષ્ય છે લોકોના જીવનમાં સરકાર દખલ ના દે. આપણ કોઈથી ઓછા ના હોવા જોઈએ. પણ સંકલ્પ ત્યા સુધી અધૂરો રહે છે કે પરિશ્રમ અને પરાકાષ્ટા ના હોય.

 • 15 Aug 2021 07:47 AM (IST)

  વિશ્વના અન્ય દેશની સરખામણીએ ભારતમાં કોરોનાના ઓછા કેસ

  અનય દેશની સરખામણીએ આપણે ત્યા કોરોનાથી ઓછી સંક્રમિત થયા, પીઠ થપથપાવવાનો વિષય નથી. સંતોષ માનવાની જરૂર નથી પણ આપણા વિકાસને આગળ ધપાવવા માટેનો રસ્તો બંધ થઈ જશે. આમ છતા, અનેક લોકોને આપણે બચાવી ના શક્યા, અનેક બાળકો અનાથ બન્યા. આ તકલીફ કાયમ સાથે રહેશે. તેમ પણ વડાપ્રધાને લાલ કિલ્લા પરથી સંબોધન દરમિયાન જણાવ્યુ.

 • 15 Aug 2021 07:45 AM (IST)

  વેક્સિન માટે અન્ય કોઈ દેશ ઉપર નિર્ભર નથી રહેવુ પડ્યુ, 54 કરોડ લોકોએ લીધા રસીના ડોઝ

  ભારતે કોરોના વેક્સિન માટે અન્ય કોઈ દેશ ઉપર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર રહ્યુ છે. પોલિયોની રસી માટે વિશ્વના અન્ય દેશ ઉપર આધારિત રહેવુ પડ્યુ હતું. પરંતુ 54 કરોડથી વધુ લોકો વેક્સિનનો ડોઝ લઈ ચૂક્યા છે. વિશ્વની સૌથી મોટી રસીકરણ કાર્યક્રમ ભારતમાં ચાલી રહ્યો છે તેમ વડાપ્રધાને કહ્યુ

 • 15 Aug 2021 07:43 AM (IST)

  14 ઓગસ્ટે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવાશે

  ભાગલાનુ દર્દ છે. સૌથી મોટી ત્રાસદીમાંથી એક છે. આઝાદી બાદ આને ભૂલાવી દેવાયુ છે. પણ હવેથી દર વર્ષે 14 ઓગસ્ટે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવાશે. જેમણે અત્યાચાર સહન કર્યા, આવા લોકોને આપણી સ્મૃતિમાં રાખવા જોઈએ. આ ભારતવાસીઓ તરફથી આદરપૂર્વક નમન છે.

 • 15 Aug 2021 07:40 AM (IST)

  ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને તાળીથી સન્માન આપ્યુ

  ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યુ કે, ખેલાડીઓના સન્માનામા તાળી પાડવા અપિલ કરી હતી. યુવા, ખેલ માટે સન્માન કર્યુ હતુ

 • 15 Aug 2021 07:38 AM (IST)

  આઝાદીની આંકાક્ષા ઓછી ના થવા દેનારા લડવૈયાઓને નમન

  ભારતે  વર્ષો સુધી માતૃભૂમિ, આઝાદી માટે સંધર્ષ કર્યો છે, જય પરાજય આવતો રહ્યો પણ મનમાં વસેલી આઝાદીની આકાંક્ષાને ઓછી નથી થવા દીધી તેઓ નમનને હકદાર છે. તેમ વડાપ્રધાને તેમના પ્રવચનમાં જણાવ્યુ હતું.

 • 15 Aug 2021 07:36 AM (IST)

  આઝાદી માટે લડનારા સૌ માટે દેશ ઋણીઃ મોદી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા આઝાદી માટે જનઆંદોલન બનાવનારા તમામ લડવૈયાઓને શ્રધ્ધાંજલી અર્પી હતી. આઝાદી માટે લડનારા તમામને યાદ કર્યા હતા. વડાપ્રધાને જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકર સહીતના મહાનુભવાનુ ઋણી હોવાનું જણાવ્યુ હતુ.

 • 15 Aug 2021 07:30 AM (IST)

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સતત આઠમી વાર ફરકાવ્યો ત્રિરંગો

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સતત આઠમી વાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, વિશેષ આમત્રિત સભ્યો અને અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

 • 15 Aug 2021 07:24 AM (IST)

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ લાલ કિલ્લા ખાતે આગમન

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ખાતે આવી પહોચ્યા છે. લાલ કિલ્લા ખાતે કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથસિંહે આવકાર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ.

 • 15 Aug 2021 07:22 AM (IST)

  વડાપ્રધાને રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અર્પી શ્રધ્ધાંજલી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલકિલ્લા ખાતે પહોચ્યા તે પૂર્વે દિલ્લીમાં રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

 • 15 Aug 2021 07:16 AM (IST)

  ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ લાલ કિલ્લા ખાતે પહોચ્યો

  ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ લાલ કિલ્લા ખાતે પહોચ્યા છે. સમારંભ સ્થળે પહોચનારા ખેલાડીમાં સુવર્ણપદક વિજેતા નીરજ ચોપરા સહીતના અન્ય ખેલાડીઓનો સમાવેશ થાય છે.

 • 15 Aug 2021 07:12 AM (IST)

  કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન જી કિશન રેડ્ડીએ, નિવાસસ્થાને ફરકાવ્યો ત્રિરંગો

  કેન્દ્રીય સાસ્કૃતિક અને પ્રવાસન પ્રધાન જી કિશન રેડ્ડીએ પોતાના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યુ કે, આઝાદીના અમૃત મહોત્સવ અતંર્ગત દેશભરમાં અનેક કાર્યક્રમો આયોજીત કરાયા છે.

 • 15 Aug 2021 07:01 AM (IST)

  75માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 75માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશવાસીઓને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવનુ આ વર્ષ દેશવાસીઓમાં નવી ઊર્જા અને નવચેતનાનો સંચાર કરશે તેમ જણાવ્યુ છે

   

Published On - Aug 15,2021 6:55 AM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati