AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત બન્યું BRICSનું મજબૂત ‘ગ્રોથ એન્જિન’! દુનિયાને દેખાડી પોતાની તાકાત

2012ની સરખામણીએ આજે ભારતની આર્થિક અને વૈશ્વિક સ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે. એક સમયે ભારતીય અર્થતંત્રને લઈને સવાલો ઉઠતા હતા, જ્યારે આજે ભારતને BRICS સમૂહના મહત્વના આર્થિક અને વ્યૂહાત્મક સ્તંભ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ભારત બન્યું BRICSનું મજબૂત ‘ગ્રોથ એન્જિન’! દુનિયાને દેખાડી પોતાની તાકાત
brics summit 2026
| Updated on: Sep 11, 2026 | 12:28 PM
Share

વર્ષ 2026માં ભારત ફરી એકવાર BRICS સમિટની યજમાની કરવા માટે તૈયાર છે. ભારત અગાઉ 2012માં પણ BRICS સમિટનું આયોજન કરી ચૂક્યું છે. જોકે, 2012ની સરખામણીએ આજે ભારતની આર્થિક અને વૈશ્વિક સ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે. એક સમયે ભારતીય અર્થતંત્રને લઈને સવાલો ઉઠતા હતા, જ્યારે આજે ભારતને BRICS સમૂહના મહત્વના આર્થિક અને વ્યૂહાત્મક સ્તંભ તરીકે જોવામાં આવી રહ્યું છે.

2012માં ભારતની સ્થિતિ કેવી હતી?

વર્ષ 2012માં ભારતની અર્થવ્યવસ્થા અનેક પડકારોનો સામનો કરી રહી હતી. વિકાસ દર 5%થી નીચે પહોંચી ગયો હતો, મોંઘવારી દહાઈના આંકડા સુધી પહોંચી હતી અને રૂપિયો પણ નબળો પડી રહ્યો હતો. આ સ્થિતિ વચ્ચે વૈશ્વિક સ્તરે ભારતની BRICSમાં ભૂમિકા અંગે પણ ચર્ચા થતી હતી.

તે સમયે ભારતને BRICSની સૌથી નબળી કડી તરીકે જોવામાં આવતું હતું. BRIC શબ્દ આપનાર ગોલ્ડમેન સૅક્સના અર્થશાસ્ત્રી જિમ ઓ’નીલે પણ ભારતના આર્થિક પ્રદર્શન અંગે નકારાત્મક અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તે જ સમયગાળામાં S&Pએ ભારતની ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ રેટિંગ ગુમાવવાની શક્યતા અંગે ચેતવણી આપી હતી.

2026માં બદલાઈ ભારતની તસવીર

હવે 2026માં ભારતની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતે 7.8% રિયલ GDP ગ્રોથ નોંધાવી છે. આ સાથે ભારત વિશ્વની ઝડપથી વધતી મોટી અર્થવ્યવસ્થાઓમાં મજબૂત સ્થિતિમાં છે.

રેટિંગની વાત કરીએ તો સપ્ટેમ્બર 2026માં જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સીએ ભારતની રેટિંગ BBB+થી વધારીને A- કરી છે અને આઉટલુક સ્ટેબલ રાખ્યો છે. એજન્સીએ ભારતના મજબૂત નાણાકીય તંત્ર, રાજકોષીય સ્થિતિ અને આર્થિક વૃદ્ધિની સ્થિતિસ્થાપકતાને મહત્વ આપ્યું છે.

નવી દિલ્હીમાં દિગ્ગજ નેતાઓનો જમાવડો

ભારતની આર્થિક મજબૂતી સાથે તેની કૂટનીતિક અસર પણ વધી છે. અમેરિકા અને ચીન વચ્ચેની સ્પર્ધા તેમજ વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતની ‘સ્ટ્રેટેજિક ઓટોનોમી’ની નીતિ મહત્વપૂર્ણ બની છે.

2026ની BRICS સમિટ માટે નવી દિલ્હીમાં વિશ્વના અનેક દિગ્ગજ નેતાઓ એકઠા થવાના છે. તેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન જેવા નેતાઓનો સમાવેશ થાય છે.

‘સુધારાની જરૂરિયાત’થી ‘ગ્લોબલ ગ્રોથ એન્જિન’ સુધીની સફર

છેલ્લા એક દાયકામાં ભારતે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને નવા ટેક્નોલોજી આધારિત ક્ષેત્રોમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. UPI અને અન્ય ડિજિટલ પહેલોથી ભારતની વૈશ્વિક ઓળખ વધી છે. હવે BRICSના મંચ પર ભારત માત્ર પોતાના આર્થિક હિતોની વાત કરતું દેશ નહીં, પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને નવી વૈશ્વિક વ્યવસ્થાને દિશા આપવામાં મહત્વની ભૂમિકા ભજવતું દેશ બની રહ્યું છે.

Breaking News : ગણપતિ બાપ્પાની ભક્તિમાં બેદરકારીને NO ENTRY! અમદાવાદમાં પંડાલો માટે કડક નિયમો જાહેર, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
g clip-path="url(#clip0_868_265)">