AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગણપતિ બાપ્પાની ભક્તિમાં બેદરકારીને NO ENTRY! અમદાવાદમાં પંડાલો માટે કડક નિયમો જાહેર

પંડાલના કદ પ્રમાણે ફાયર સેફ્ટીના સાધનોની સંખ્યા પણ નક્કી કરવામાં આવી છે. 25 ચો.મી. સુધીના પંડાલમાં 2 ફાયર એક્સ્ટિંગ્વિશર, પાણીનું 1 બેરલ અથવા ડોલ અને 2 ફાયર બકેટ રાખવા પડશે. 25થી 50 ચો.મી.માં 4 એક્સ્ટિંગ્વિશર, 1 પાણીની ડોલ અને 2 ફાયર બકેટ જરૂરી રહેશે.

Breaking News : ગણપતિ બાપ્પાની ભક્તિમાં બેદરકારીને NO ENTRY! અમદાવાદમાં પંડાલો માટે કડક નિયમો જાહેર
ganesh pandal
| Updated on: Sep 11, 2026 | 11:54 AM
Share

અમદાવાદમાં ગણેશોત્સવને લઈને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગે ગણેશ પંડાલો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો જાહેર કર્યા છે. પંડાલ નાનો હોય કે મોટો, સુરક્ષાના નિયમોમાં કોઈ બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. 500 ચો.મી.થી નાના પંડાલ માટે ફાયર NOCની જરૂર નહીં પડે, પરંતુ ફાયર સેફ્ટીના જરૂરી સાધનો રાખવા ફરજિયાત રહેશે.

ગણેશ પંડાલો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

નિયમો મુજબ પંડાલમાં ફટાકડા, સ્ટોલ અને રસોઈ પર પ્રતિબંધ રહેશે. પંડાલમાં બે ઈમરજન્સી એક્ઝિટ રાખવા પડશે. સાથે જ શાળા અને હોસ્પિટલથી જરૂરી અંતર જાળવવું પડશે. પંડાલના સ્થળે ફાયર સેફ્ટીની જાણકારી ધરાવતા બે વ્યક્તિઓ હાજર રાખવા પણ ફરજિયાત કરાયા છે. ઈલેક્ટ્રિક વાયરિંગની ચકાસણી કરાવ્યા બાદ જ ઉજવણી કરી શકાશે અને આયોજકોએ સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપવું પડશે.

હવે પંડાલમાં પણ ફાયર એક્સ્ટિંગ્વિશર મુકવા પડશે

પંડાલના કદ પ્રમાણે ફાયર સેફ્ટીના સાધનોની સંખ્યા પણ નક્કી કરવામાં આવી છે. 25 ચો.મી. સુધીના પંડાલમાં 2 ફાયર એક્સ્ટિંગ્વિશર, પાણીનું 1 બેરલ અથવા ડોલ અને 2 ફાયર બકેટ રાખવા પડશે. 25થી 50 ચો.મી.માં 4 એક્સ્ટિંગ્વિશર, 1 પાણીની ડોલ અને 2 ફાયર બકેટ જરૂરી રહેશે. 50થી 100 ચો.મી.માં 8 એક્સ્ટિંગ્વિશર, 2 ડોલ અને 4 ફાયર બકેટ, જ્યારે 100થી 200 ચો.મી.માં 16 એક્સ્ટિંગ્વિશર, 4 ડોલ અને 8 ફાયર બકેટ રાખવાના રહેશે.

આટલું ધ્યાન રાખવું પડશે

આ ઉપરાંત 200થી 300 ચો.મી.ના પંડાલમાં 24 એક્સ્ટિંગ્વિશર, 6 પાણીના બેરલ અને 12 ફાયર બકેટ, જ્યારે 300થી 400 ચો.મી.માં 32 એક્સ્ટિંગ્વિશર, 8 ડોલ અને 16 ફાયર બકેટ રાખવાના રહેશે. 500 ચો.મી. સુધીના પંડાલ માટે 40 ફાયર એક્સ્ટિંગ્વિશર, 10 ડોલ અને 20 ફાયર બકેટ ફરજિયાત કરાયા છે. ભીડને લઈને પણ ખાસ નિયમ બનાવાયો છે. પંડાલમાં વ્યક્તિ દીઠ 1 ચો.મી. જગ્યા મુજબ જ પ્રવેશ આપી શકાશે.

ભીડ નિયંત્રણ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો

ફાયર સેફ્ટી ઉપરાંત પંડાલમાં ભીડ નિયંત્રણ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આયોજકોએ પંડાલની ક્ષમતા મુજબ જ શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાનો રહેશે અને વ્યક્તિ દીઠ 1 ચો.મી. જગ્યા જાળવવી પડશે. પંડાલમાં ઇમરજન્સી સ્થિતિ સર્જાય તો લોકો સરળતાથી બહાર નીકળી શકે તેવી વ્યવસ્થા રાખવાની રહેશે. આ નિયમોનો મુખ્ય હેતુ ગણેશોત્સવ દરમિયાન આગ કે અન્ય કોઈ દુર્ઘટના સમયે જાનમાલનું નુકસાન અટકાવવાનો છે.

Breaking News : ગુજરાત સહિત દેશભરમાં આજથી સતત 4 દિવસ બેંકો બંધ! જાણો શું છે કારણ અને ફરી ક્યારે શરૂ થશે કામ?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
રાજકોટ: ઉપલેટા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં રાહત
રાજકોટ: ઉપલેટા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં રાહત
આજનું રાશિફળ: અચાનક મળશે પૈસા, લોન અને કરિયરમાં થશે પ્રગતિ
આજનું રાશિફળ: અચાનક મળશે પૈસા, લોન અને કરિયરમાં થશે પ્રગતિ
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકારે કર્યો રૂપિયાનો વરસાદ
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકારે કર્યો રૂપિયાનો વરસાદ
અલ્પેશ ઢોલરિયાએ ચાર વિજેતા ઉમેદવાર વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ કરી ફરિયાદ
અલ્પેશ ઢોલરિયાએ ચાર વિજેતા ઉમેદવાર વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ કરી ફરિયાદ
ખાંભા APMC ચૂંટણીમાં 8 બેઠક સાથે ભાજપની જીત, આનંદ ભટ્ટની હાર
ખાંભા APMC ચૂંટણીમાં 8 બેઠક સાથે ભાજપની જીત, આનંદ ભટ્ટની હાર
Breaking News:ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Breaking News:ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
મોરબી APMCમાં ખેડૂત પરિવર્તન પેનલનો ભવ્ય વિજય, બે દાયકાના શાસનનો અંત
મોરબી APMCમાં ખેડૂત પરિવર્તન પેનલનો ભવ્ય વિજય, બે દાયકાના શાસનનો અંત
બોટાદના તોડકાંડ મામલે નિર્લિપ્ત રાય કે પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવા માગ
બોટાદના તોડકાંડ મામલે નિર્લિપ્ત રાય કે પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવા માગ
વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો પર દરોડા
અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો પર દરોડા
g clip-path="url(#clip0_868_265)">