India China Relations: ભારત અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદમાં શું હશે ચીનનું સ્ટેન્ડ ?
ચાલુ નાણાંકિય વર્ષ 2024-25માં ભારત-ચીન વચ્ચે 127.71 બિલિયન ડોલરનો વેપાર થયો. જ્યારે અમેરિકા અને ભારત વચ્ચે 132.21 બિલિયન ડૉલરનો વેપાર થયો. જો કે અમેરિકા ભારત માટે સૌથી મોટો નિકાસકર્તા દેશ છે. જ્યારે ચીન સાથે ભારતની વેપાર ખાદ્ય છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધી રહી છે.

ભારત અમેરિકા વચ્ચે અંતર વધી રહ્યુ છે. તો તેની અસર ચીન પર શું પડશે? આ સવાલ અનેક લોકોના મનમાં છે. હાલમાં ચીનના મીડિયામાં છપાયેલા એક રિપોર્ટમાં કહેવાયુ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં ભારત સાથે સંબંધોમાં આવેલી નિકટતાને કારણે જે લાભ થયા હતા, તેના પર હવે બીજા કાર્યકાળમાં ટેરિફના કારણે અસર પડી શકે છે. સાથે જ આ ફેરફારથી ક્યાંકને ક્યાંક ચીનને પણ ફાયદો થઈ શકે છે. જો કે અમેરિકા ભારતનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. જ્યારે ચીનની સાથે ભારતની વેપાર ખોટ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધી રહી છે. એવામાં સવાલ એ છે કે ભારત માટે ચીન શું અમેરિકાનો વિકલ્પ બની શકે છે? function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...
